ગાંધીધામ/ભુજ, તા. 3 : ભચાઉના આધોઈ
નજીક બાવળની આડમાં જુગાર રમતા ચાર ખેલીઓને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 11,500 જપ્ત કર્યા હતા, જ્યારે નખત્રાણામાં પણ ચાર જુગારીની રોકડા રૂા.
5800ના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ
કરી હતી. આધોઈ-લાકડિયા માર્ગ પર બાવળની આડમાં ગઈકાલે સાંજે અમુક શખ્સો ગંજીપાના વડે
પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. તેવામાં અચાનક આવેલી પોલીસે અહીં પત્તા ટીંચતા અરવિંદ ધરમશી લુહાર,
રાજેન્દ્રગિરિ હમીરગિરિ ગોસ્વામી, નવીન ઈશ્વર ઠક્કર
તથા કરશન રણછોડ કોળી નામના શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા.
11,500 જપ્ત કરાયા હતા. પોલીસને મોબાઈલ
કે વાહનો મળ્યા નહોતા. બીજીતરફ એલસીબીએ બાતમીના અધારે ગઈકાલે રાતે નખત્રાણાના મફતનગરમાં
કપિલ સામત કોળી ઘરની બહાર આંગળામાં ગંજીપાના વડે જુગાર રમતા કપિલ ઉપરાંત રફીક સુમાર
કુંભાર, સોહેબ ઈશાક હિંગોરજા અને ભાણજી હીરા સીજુ (રહે.
તમામ નખત્રાણા)ને રોકડા રૂા. 5800ના મુદ્દામાલ સાથે ઝડપી નખત્રાણા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો
હતો.