• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

છેતરપિંડીના ગુનાનો સાત માસથી નાસતો મોટા ભાડરાનો આરોપી જબ્બે

ભુજ, તા. 3 : ભુજના બી-ડિવિઝન પોલીસ મથકમાં ઠગાઇ છેતરપિંડીના દાખલ થયેલા ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા-ફરતા આરોપી નવીન બુદ્ધાભાઇ પાયર (મહેશ્વરી) (રહે. મોટા ભાડરા તા. લખપત)ને પશ્ચિમ કચ્છની પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો હતો. આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એમ. એલ. વાઘેલા, એ.એસ.આઇ. હરિલાલ બારોટ, હે.કો. કનકસિંહ ગોહિલ તથા ભૂપેન્દ્રસિંહ ઝાલા જોડાયા હતા.

Panchang

dd