• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

ભુજ તાલુકામાંથી સગીરાનું અપહરણ

ભુજ, તા. 3 : તાલુકાના એક ગામમાંથી સગીરાનું અપહરણ થતાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે વાલીએ પદ્ધર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની 17 વર્ષની દીકરીને ગત તા. 1/8ની રાતથી બીજા દિવસની સવાર સુધી આરોપી ભગુભાઈ રવાભાઈ નાગદાનભાઈ વરચંદ (આહીર) (ઉ.વ. 47, રહે. મોખાણા, તા. ભુજ)એ લગ્નની લાલચ આપી, ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાણીપણામાંથી અપહરણ કરી લઈ ગયો છે. પોલીસે પોક્સો સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ પીઆઈ. એ.ડી. ખાંટે હાથ ધરી છે.

Panchang

dd