ભુજ, તા. 25 : તાલુકાના એક ગામની સગીરાનું અપહરણ થયાની
ફરિયાદ નોંધાઇ છે. આજે માનકૂવા પોલીસ મથકે સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ
તેમની દીકરીનું આરોપી આકાશ લાલજી મહેશ્વરી (રહે. ભારાપર, તા. ભુજ)એ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ફરિયાદીના કાયદેસરના
વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો છે. પોલીસે પોકસો સહિતની કલમો તળે ગુનો દાખલ કરી
તપાસ હાથ ધરી છે.