ભુજ, તા. 25 : ખાવડા પાસેના આર.ઈ. પાર્કમાં એક ખાનગી કંપનીના
ખુલ્લા ગોદામનું ફેન્સિંગ કાપીને કોપર વાયરના 60 ડ્રમ કિં. રૂા. 36 લાખની
ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ ચોરી અંગે ખાવડા પોલીસ મથકે બ્રિજ એન્ડ રૂફ કંપની
ઈન્ડિયા લિ.ના મેનેજર સુવનકર સરકારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કંપનીને
એન.ટી.પી.સી. કંપનીના પેટા કોન્ટ્રાક્ટમાં 600 મેગાવોટ પ્લાન્ટનું કામ
મળ્યું છે. તા. 20/5 દરમ્યાન તેમની કંપનીના ખુલ્લા ગોદામનું
ફેન્સિંગ કાપી કોઈ અજાણ્યા ચોર ઈસમ તેમાંથી સ્ટ્રિંગ કોપર વાયરના ડ્રમ નંગ-60 જેની
કિં. રૂા. 36 લાખની
ચોરી કરી લઈ ગયા હતા. ખાવડા પોલીસે આ ચોરીની ફરિયાદ નેંધીને છાનબીન આદરી છે.