• મંગળવાર, 26 મે, 2026

મુંદરાના વેસ્ટ પોર્ટ પર ગાડીમાં ઉચ્ચ ગુણવત્તાનો કોલસો ભરી વિશ્વવાસઘાત

ભુજ, તા. 25 : મુંદરાના વેસ્ટ પોર્ટ પર ગાડીમાં નીચી ગુણવત્તાના બદલે ઉચ્ચ ગુણવત્તાનો કોલસો ભરી કંપની સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત થયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મુંદરા પોલીસ મથકે, મુંદરા વેસ્ટ પોર્ટમાં ચેન્નઈ રાધા ઈન્જિનીયરીંગ વર્કસ પ્રા. લિ.ના મેનેજર હરીશ મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ યાર્ડ મેનેજમેન્ટનું કામ તથા યાર્ડમાં ઈમ્પોર્ટ થતા માલની દેખરેખ રાખે છે. ગત તા. 19/5ના સવારે શિફટ ઈન્ચાર્જનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, ગઈકાલે કોલસો ભરવા આવેલી ગાડી યાર્ડમાં પડેલા ઈન્ડોનેશિયન કોલસો ભરવાનું પણ ગાડી ચાલક યુ.એસ. કોલસો ભરાવતો હતો. આ બાદ સમગ્ર બનાવની છાનબીન કરતા એ.ઈ.એલ કોલયાર્ડના ઈન્ચાર્જ ક્રિષ્ના ગોપાલ પવારે ફરિયાદીની કંપનીના સ્ટાફના માણસો, સર્વેયરો અને ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો સાથે મળી આ ઈ-યાર્ડમાં રહેલી નીચી ગુણવત્તાવાળા ઈન્ડોનેશિયન કોલસો પ્રતિ ટન કિ. રૂા. 4,770વાળો ગાડીઓમાં ભરાવવાના બદલે ઉચ્ચ ગુણવત્તાવાળો યુ.એસ. કોલસો પ્રતિટન રૂા. 10,440વાળો ભરાવી કોલસાની કિંમતમાં આવેલા તફાવતથી પોતે ફાયદો મેળવી ફરિયાદીની કંપની આર્થિક નુકસાન પહોંચાડી વિશ્વાસઘાત કર્યાનો ગુનો નોંધાવ્યો હતો. આ વેપલા બદલ ક્રિષ્નાએ સહઆરોપીઓને નાણા આપ્યાની કબૂલાતો આરોપીઓએ કરી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં આરોપી ક્રિષ્ના ઉપરાંત અશ્વિન દાનીચા, લાલજી નરશી મહેશ્વરી, અરજણ ગઢવી, લિકુ શ્રીચંદન, મહેન્દ્રસિંહ ગોહિલ, અનુરાજસિંહ, સાગર રામજીભાઈ પરમાર, જગદીશ (ટ્રક ડ્રાઈવર) અને મુકેશ મહેશ્વરી સામે પણ ફરિયાદ નોંધાવાઈ છે.

Panchang

dd