ભુજ, તા. 27 : માંડવીના મોટા આસંબિયામાં 15 વર્ષીય કિશોર એવા મહમ્મદરહીમ
રજાકભાઇ સમેજાને ઇલેક્ટ્રિક શોક લાગતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે કોડાય
પોલીસ મથકે દાઉદ સિધિકભાઇ સમેજાએ જાહેર કરેલી વિગતો મુજબ મોટા આસંબિયાના 15 વર્ષીય તરુણ મહમ્મદરહીમ સમેજાને
આજે બપોરે ગામના શીતળા તળાવની પાળ પર ઇલેક્ટ્રિક શોક લાગતાં તેનું મૃત્યુ થયું હતું.
કોડાય પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.