• મંગળવાર, 28 ઑક્ટોબર, 2025

માંડવીના માર્કેટયાર્ડમાં શ્રમજીવી યુવાને ગળેફાંસો ખાઈ જીવ દીધો

ભુજ, તા. 27 : માંડવી એ.પી.એમ.સી. માર્કેટયાર્ડમાં આવેલી ઓફિસમાં કેબલ વાયરથી 29 વર્ષીય શ્રમજીવી યુવાન વિનોદ છગનભાઈ દાંતણિયા (પટ્ટણી)એ ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો, જ્યારે અંજારના દબડમાં 75 વર્ષીય વૃદ્ધા રાજબાઈ હાભુભાઈ ગઢવીએ એસિડ પી લેતાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. માંડવી પોલીસ મથકે મૃતક વિનોદના ભાઈ અરવિંદે જાહેર કરેલી વિગતો મુજબ ગઈકાલે સવારે પાંચ વાગ્યાના અરસામાં માંડવીના એ.પી.એમ.સી. માર્કેટયાર્ડમાં આવેલી કે.ડી. ટ્રેડિંગની ઓફિસમાં કોઈ અગમ્ય કારણોસર તેના ભાઈ વિનોદ દાંતણિયા (પટ્ટણી)એ કમ્પ્યુટરનો કેબલનો વાયર પંખામાં બાંધી ગળેફાંસો ખાઈ લેતાં મૃત્યુ પામ્યો હતો. માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી. બીજી તરફ અંજારના દબડામાં શિવાજીનગર બેમાં રહેતા વૃદ્ધા રાજબાઈ ગઢવીએ બે દિવસ પૂર્વે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતાં તેને અંજારની ખાનગી હોસ્પિટલમાં સારવાર તળે ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં ગઈકાલે તેમણે સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. 

Panchang

dd