ગાંધીધામ, તા. 27 : રાપર તાલુકાના ત્રંબૌ ગામમાં રાત્રિના અરસામાં યુવાનની હત્યા
નીપજાવાઈ હોવાનો બનાવ બનતાં ભારે ચકચાર પ્રસરી છે. ઘટના અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર
આ બનાવમાં ગામના બસ સ્ટેશન પાસે રાત્રે 9:30 વાગ્યાના અરસામાં તીક્ષ્ણ
હથિયારના ઘા મારી 24 વર્ષીય યુવાન
ધનસુખ નારણભાઈ ડોડિયાની હત્યા નીપજાવાઈ હતી.
બનાવની જાણ થતાં રાપર પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી તેમજ વાગડના અન્ય પોલીસ મથકના સ્ટાફને
પણ બોલાવી ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો હતો. આ લખાય છે ત્યારે રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં પોલીસ ફરિયાદ
નોંધવા સહિતની તજવીજ ચાલુ છે. દિવાળીના સપરમાં દિવસોમાં અંજાર તાલુકાના ટપ્પર ખાતે
હત્યા નીપજાવી લાશને ત્રંબૌ ખાતે ફેંકી દેવાઈ હોવાનો બનાવ તાજો જ છે ત્યાં વધુ એક બનાવ
બનતાં કાયદાની ધાક રહી ન હોવાનું દેખાઈ રહ્યું છે.