ગાંધીધામ, તા. 6 : અંજાર તાલુકાના અજાપર સીમમાં
આવેલા ઔદ્યોગિક એકમના ગોડાઉનમાં
અજાણ્યા શખ્સો રૂા. 1.03 લાખની માલમતા ચોરી કરીને પલાયન
થયા હતા. ડી ડેવલોપમેન્ટ કંપનીના સ્ટોરમાંથી ગત તા.30/5ના 3.40થી 4.20 વાગ્યાના અરસામાં ચોરીનો બનાવ
બન્યો હતો. એકમમાં કામ કરતા એચ.આર. મેનેજર
જગજિતનકુમાર બ્રજનંદનસિંઘ સિંઘે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસના
સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નિશાચરો એકમની ફેન્સિંગ વાયરની બ્રાઉન્ડ્રી
તોડીને અંદર પ્રવેશ્યા હતા તેમજ સ્ટોરરૂમમાં લોખંડની જાળી તોડી અંદર પ્રવેશી આ સ્થળેથી સ્ટીલના 90 ડિગ્રી એલ્બો નંગ. 16, સ્ટીલના ઈક્વલ ટી નંગ.2 તથા સ્ટીલના ફેસ નંગ. 19 લઈ ગયા હતા.
ચોરાયેલા માલની કિંમત રૂા. 1,03,667 આંકવામાં આવી છે. ચોરીનો
ભેદ ઉકેલવા માટે પોલીસે જુદી-જુદી દિશામાં તપાસ આરંભી ગુનામાં સામેલ તહોમતદારોને પકડી પાડવા માટે ચક્રો
ગતિમાન કર્યા છે.