ભુજ, તા. 4 : અબડાસા તાલુકાના વાંકુ તરફથી
આવતી બોલેરો પીકઅપ એલસીબીએ ઝડપી હતી, જેમાં ગેરકાયદે રીતે ભરેલા પાડા હતા.
બે ભાઇ વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ તળે કાર્યવાહી કરાઇ છે. આ અંગે એલસીબીએ
જાહેર કરેલી વિગતો મુજબ તેમની ટીમ અબડાસા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના
પગલે વાંકુ તરફથી આવતી બોલેરો પીકઅપ નં. જી.જે. 12 બી.એક્સ. 9461 કિં. રૂા. બે લાખ ઝડપી હતી, જેમાં નાના પાડા ખીચોખીચ ભરેલા હતા. ઘાસચારા-પાણીની
વ્યવસ્થા ન હતી. ક્રૂર-ત્રાસદાયક ભરેલા આ પાડાની હેરફેર અંગે બોલેરોમાંના ગુલામ મુસા
ખલીફા (હજામ) અને તેના ભાઇ ઇકબાલ મુસા ખલીફા (હજામ) (રહે. બંને કોડકી તા. ભુજ)ને આ બાબતે આધાર પરમીટ અંગે પૂછતાં ન હોવાનું જણાવ્યું
હતું. આ બંને આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ તળે જખૌ પોલીસ મથકે ગુનો નોંધાવી
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.