• શનિવાર, 07 જૂન, 2025

નિવૃત્ત પીએસઆઇની એકટીવાને બોલેરોએ અડફેટે લેતા કરૂણ મોત

ભુજ, તા. 4 : બે દિવસ પૂર્વે દૂધ લઇ એકટીવાથી પરત ઘરે આવતા મુંદરાના સાડાઉ રહેતા નિવૃત્ત પીએસઆઇ હરજીભાઇ પચાણભાઇ ડુંગરિયા (ઉ.વ.60)ની એકટીવાને બોલેરોએ  ઘર પાસે જ અડફેટે લેતા ગંભીર ઇજાના પગલે તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આ કરુણ બનાવ અંગે મુંદરા મરીન પોલીસ મથકે રાજેશભાઇ હરજીભાઇ ડુંગરિયાએ ગઇકાલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતા હરજીભાઇ પોલીસ ખાતામાં પીએસઆઇ તરીકે નોકરી કરતા હતા અને વર્ષ 2023માં  નિવૃત્ત થયા હતા. ગત તા. 2/6ના સાંજે રાબેતા મુજબ તેમના પિતા હરજીભાઇ તેની એકટીવા નં. જી.જે. 13 એએસ-7772 વાળીને મંગરા ગામે દૂધ લેવા ગયા હતા અને પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે ગુંદાલા-સાડાઉ માર્ગ ઓળંગી ઘર તરફ વાળી નીચે ઉતરતા સાઇડ સિગ્નલનો અવાજ પણ આવ્યો બાદ અચાનક ગાડી અથડાયાનો  ધડાકાનો અવાજ સાંભળતા જ ફરિયાદી રોડ તરફ દોડીને જોતા તેના પિતા હરજીભાઇ લોહી લુહાણ હાલતમાં હતા. ફરિયાદીના પિતા હરજીભાઇની એકટીવાને અડફેટે લેનાર બોલેરો નં. જી.જે. 12 બીઝેડ-2504 વાળીનો ચાલક અબ્બાસ (રહે. મુંદરા) ત્યાં ઊભો હતો અને તેની ગાડીમાં જ ઘાયલ હરજીભાઇને પ્રથમ મુંદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેમનું મૃત્યુ થયું હતું. મુંદરા મરીન પોલીસે માર્ગ અકસ્માતમાં મોત નિપજાવ્યા સબબ બોલેરોના ચાલક અબ્બાસ (રહે. મુંદરા) વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd