ભુજ : મૂળ લોદ્રાણીના પ્રાણલાલ
(ઉ.વ. 71) તે સ્વ. ઝવેરબેન અમૃતલાલ પોપટલાલ બાબરિયાના
પુત્ર, સ્વ.
કુસુમબેનના પતિ, જીનેશના પિતા, સ્વ. ચંદ્રિકાબેન
રતિલાલ બોરીચાના જમાઈ, સ્વ. નાનાલાલભાઈ, પ્રભુલાલભાઈ, રામુબેન ભાઈચંદભાઈ મહેતા, સ્વ. નાનુબેન ગાંગજી ખંડોર, નિર્મલાબેન જીતેશભાઈ દોશી,
ચંદ્રિકાબેન મુકેશભાઈ બોરીચા, સ્વ. રમીલાબેન મનસુખભાઈ
ખંડોરના ભાઈ, શાન્તાબેનના દિયર, ભાગ્યવતીબેનના
જેઠ, મયૂરભાઈ,
નરેન્દ્રભાઈ, સંજયભાઈના બનેવી, ભાવનાબેન, ગીતાબેન, સુનિતાબેન,
મનીષ, આશિષ, કિંજલ,
ઉર્વી, જૈવિકના કાકા તા. 22-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા કે લૌકિક
વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : જીનેશ-73838 25389, આશિષ-99258 54054.
ભુજ
: ચૂનીલાલ શામજીભાઇ ઠક્કર (ગણગણાત્રા) (ઉ.વ. 88) તે સ્વ. શામજી પ્રેમજી ઠક્કરના પુત્ર, સ્વ. રતનશી દામજી પોપટ (નાના રેહા)ના જમાઇ, સ્વ. મુક્તાબેનના પતિ, સ્વ. કમળાબેન જમનાદાસ ઠક્કર (મુંબઇ),
સ્વ. લક્ષ્મીબેન વિશ્રામભાઇ ઠક્કર (ભુજ), ચંપાબેન
(દેવીબેન) નવીનભાઇ ઠક્કર (ભુજ), સ્વ. હરિલાલ (શંકરભાઇ),
શામજી ઠક્કર (મુંબઇ)ના ભાઇ, જયશ્રીબેન,
નીતિનભાઇ, શિલ્પાબેન, જિતેશભાઇના
પિતા, ભરત, શૈલેષ, સ્વ. ધર્મેન્દ્ર, સ્વ. વીરેન્દ્રના મોટાબાપા,
દિનેશભાઇ, રમેશભાઇ, જયશ્રીબેન,
કુસુમબેનના સસરા, દર્શન, કાજલ, પ્રિયા, નિરાલી, ભવ્યના દાદા, ધવલભાઇ (માંડવી), અક્ષયભાઇ (ભુજ), ચેતનાના દાદાસસરા, અંશના પરદાદા, ચેતન, ભાવિન,
રાહુલ, કિશન, પ્રેન્સીના
નાના, આરવના પરનાના તા. 22-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 24-9-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 નાનજી સુંદરજી સેજપાલ ભીવંડીવાલા લોહાણા મહાજન વાડી, વી. ડી. હાઇસ્કૂલ પાસે,
ભુજ ખાતે.
ભુજ
: માંજોઠી સુફિયાન (ઉ.વ. 21) તે
આદમના પુત્ર, હાજી જુમ્મા અદ્રેમાન, મ. હાજી મામદ અદ્રેમાન (પટેલ)ના
પૌત્ર, હમીદ, અબ્દુલના ભત્રીજા,
અકમલ, અયાન, આતીકના ભાઇ,
માંજોઠી આમદ ઇબ્રાહિમ, લતીફ, હારુન (ભુજપુર)ના દોહિત્ર, રજાક, કાદરના ભાણેજ, ગુલામ ઇબ્રાહિમ, હસીન ઇબ્રાહિમ, સિધિક હાજી મામદ, કાદર હાજી મામદ, જુસબ હાજી મામદના ભત્રીજા, મ. માંજોઠી ફકીરમામદ (મોટી બેર)ના જમાઇ, ફૈઝલના બનેવી,
માંજોઠી સાહિલ સિદિકના સાળા તા. 21-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-9-2026ના ગુરુવારે સવારે 10.30થી 11.30 માંજોઠી જમાતખાના,
જેષ્ઠાનગર, ભુજ ખાતે.
ભુજ
: કાન્તિ ભાનુશાલી (ચાન્દ્રા) (ઉ.વ. 48) તે ગં.સ્વ. પુષ્પાબેન મંગલદાસ ભાનુશાલીના પુત્ર, પ્રવીણભાઇ, કિશોરભાઇ (માનસી મેન્સવેર-ભુજ)ના ભાઇ, સ્વાતિના પિતા,
પ્રભાબેન, રામાબેનના દિયર, માનસી, ખુશી, જય, પૂજા, જિગર, ગીતા, મિત્તલના કાકા તા. 21-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-9-2026ના બુધવારે સાંજે 4થી 6 ભાનુશાલી સમાજવાડી, જેષ્ઠાનગર, ભુજ ખાતે.
આદિપુર
: મૂળ મંજલના આશાબેન ભટ્ટી (ભાવસાર) (ઉ.વ. 78) તે સ્વ. દયારામભાઇ માવજીભાઇ ભટ્ટીના પત્ની, મયૂરભાઇ (રોયલ સ્ટાર ફ્લેક્સ બેનર),
નીલમબેન (એડવોકેટ એન્ડ નોટરી), જયંતભાઇના માતા,
નાનજીભાઇ મેઘજીભાઇ મઢવી (ભાવિની ઓફસેટ), કોમલ જયંત
ભટ્ટીના સાસુ, સ્વ. લક્ષ્મીબેન માણેકલાલ ભાવસાર (જલગાંવ)ના પુત્રી,
સ્વ. હરિલાલ માવજીભાઇ, સ્વ. ગિરધરલાલ માવજીભાઇ,
જશવંત માવજી (ઉમા ઝેરોક્ષ), સ્વ. મંગળાબેન મોહનલાલ
ભાવસાર, સ્વ. રુક્ષ્મણીબેન ખટાઉભાઇ પરમાર, ગં.સ્વ. રાધાબેન મુલચંદ ભાવસારના ભાભી, ગં.સ્વ. કૌશલ્યાબેનના
દેરાણી, ગં.સ્વ. ચંદ્રિકાબેન, ભગવતીબેનના
જેઠાણી, દિનેશ, પરેશ, હેમંત (રોયલ ગ્રુપ), હેમાંશુ, હિનાબેન
ચાવડા, અમીતા વ્યાસ, સારિકા ભાવસાર,
મનીષા ભાવસાર, હેતલ ભાવસાર, સ્વ. કોમલ, ચંદાના કાકી, આરતીબેન,
દિવ્યાબેન, કલ્પનાબેન, અંકિતાબેન,
અજય ચાવડા, સ્વ. રાજેશ વ્યાસ, મનીષ ભાવસાર, દીપેશ ભાવસાર, હેમંત
ભાવસારના કાકાજી સાસુ, નુપૂર, સંગીત,
સાવન, પ્રથમ, માહી,
પ્રગતિ, જીલ, તશ્વી,
પ્રિના, પિનલના દાદી, દિશાર્થ,
ડો. સુમિત, ગૂંજલ, રિશી,
ધ્રુવ, તન્વી, ઓમ,
પ્રિશા, યશ્વીના નાની તા. 14-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-9-2026ના બુધવારે સાંજે 4થી 5 મૈત્રી સ્કૂલ ડોમ,
મૈત્રી રોડ, આદિપુર ખાતે.
અંજાર
: મૂળ ભુવડના જયશ્રીબેન બારોટ તે લક્ષ્મીબેન રામજીભાઇ બારોટના પુત્રવધૂ, હરીશભાઇના પત્ની, કૌશલ, વૈશાલી (બ્રિંજલ)ના માતા, ધનજીભાઇ (પીજીવીસીએલ)ના નાના ભાઇના પત્ની, ભાવેશ (બેંક
ઓફ બરોડા-અંજાર), મહેશ, ભરત, હિતેષ, જયેશ, વેલુબેન લક્ષ્મણભાઇ,
ઉર્મિલાબેન કાનજીભાઇ, સ્વ. શારદાબેન, ગીતાબેન ઇશ્વરભાઇ, માલતીબેન કાનજીભાઇના ભાભી,
વર્ષાબેનના દેરાણી, સુરભિબેનના જેઠાણી,
મેઘા આશિષ (રાજભાઇ), મિત્તલ, મોનાલી, નીલેશ સોરઠિયાના કાકી, હસ્તિન, ધ્રુવા, જિગર, ડેનીશ, ઋષભ, હર્ષ, દિવ્યરાજના મોટીમા, વિજયાબેન ધનજીભાઇ વિશાણીના પુત્રી,
કૃષ્ણવના નાની, નવીનભાઇ, ધનજીભાઇ, તરુણભાઇ, સ્વ. કોકિલાબેનના
બહેન, ગં.સ્વ. જીવતીબેન ભીમજી, ગં.સ્વ.
જીવતીબેન પ્રેમજીભાઇના ભત્રીજાવહુ તા. 21-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-9-2026ના સાંજે 5થી 6 લોહાણા બોર્ડિંગ,
શેઠ ડી.વી. હાઇસ્કૂલ સામે, યોગેશ્વર ચોકડી પાસે,
અંજાર ખાતે.
અંજાર
: ઉષાબેન પ્રદીપભાઈ પુરી (ઉ.વ. 68) (નિવૃત્ત
પી.જી.વી.સી.એલ. અંજાર) તે સ્વ. પ્રદીપભાઈ પુરુષોત્તમભાઈ (નિવૃત્ત પી.જી.વી.સી.એલ)ના
પત્ની, સ્વ.
પ્રભાશંકરભાઈ ફડકેના પુત્રી, ડો. નિહાર પ્રદીપ પુરી, અલ્પા ગોસ્વામી, કાશ્મીરા રાજગોર (એ.ઇ.એસ. અંજાર)ના માતા,
ડો. પાયલ પુરી (ભાવનગર), સતિષકુમાર (દિલ્હી),
નિપુણ રાજગોર (સર્વેયર)ના સાસુ, વત્સલ,
મનનના નાની, ચિત્રાક્ષીના દાદી, સ્વ. જયેશ પુરી, સ્વ. હરસુખ પુરી, સ્વ. અમરીશ પુરી, સ્વ. પરિમલ પુરી, મુકેશ પુરી, સ્વ. હીરાબેન પ્રતાપગર ગુંસાઈ, સ્વ. અનસૂયાબેન પુરીના ભાભી, હિમાંશુભાઇ ફડકે (વડોદરા),
નિમિષભાઈ ફડકે (ફોકીઆ), વંદના દીપક રાસ્તે (અમદાવાદ),
સ્વ. નીતા અતુલ શાહના મોટા બહેન તા. 14-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-9-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 રોટરી હોલ,
પી.જી.વી.સી.એલ. ઓફિસ સામે, અંજાર ખાતે.
માંડવી
: સુલેમાન મામદ પારા (ઉ.વ. 76) તે રઝાક, અબ્બાસના પિતા, હુશેનઅલી, ઈકબાલના સસરા, ઈબ્રાહિમ,
શૌકત, અબ્દુલના કાકા તા. 22-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-9-2026ના શુક્રવારે સવારે 10થી 11 ધાંધલી મા દરગાહના કમ્પાઉન્ડમાં, વિન્ડ ફાર્મ રોડ, માંડવી ખાતે.
મુંદરા
: કલ્યાણી રોમતબેન સુલેમાન (ઉ.વ. 87) તે મ. કલ્યાણી સુલેમાનના પત્ની, કલ્યાણી દાઉદના માતા, મ. ઇબ્રાહિમ,
મ. વલીમામદ, મ. આમદના ભાભી, કલ્યાણી જુસબ, મ. હુશેન, ઓ. ગની,
કાસમ, રજાક, જુમ્મા,
દાઉદના મોટીમા, થૈમ આરીફ, આસીફ, એજાજના નાની તા. 22-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-9-2026ના શુક્રવારે સવારે 9થી 10 કાંઠાવાળા નાકા જમાતખાના ખાતે.
નખત્રાણા
: મૂળ નેત્રા (માતાજીના) માનવ (ઉ.વ. 18) તે ઠક્કર કિરીટભાઇ કાંતિલાલ કટારીઆ તથા ભાવનાબેનના પુત્ર, ગં.સ્વ. પુષ્પાબેન કાંતિલાલ
કટારીઆના પૌત્ર, તુષારભાઇ (વર્લ્ડ મોબાઇલ), મયૂરભાઇના ભત્રીજા, બુદ્ધિલાલ, ભૂપેન્દ્રભાઇ, રવિલાલ (કોઠારા હાલે ભુજ), મંજુલાબેન શાંતિલાલ રાચ્છ (નખત્રાણા), સ્વ. મંગળાબેન
વસંતભાઇ કતિરા (કોઠારા), લક્ષ્મીબેન હરેશભાઇ કતિરા (કોડાય),
નયનાબેન હરેશભાઇ કોટક (શેરડી), સ્વ. સરલાબેન (ઇલાબેન)
કનૈયાલાલ બારૂ (નખત્રાણા)ના ભાઇના પૌત્ર, દીપાલીબેન, છાયાબેન, મંજુલાબેન, લતાબેનના જેઠના
પુત્ર, લક્ષ્મીબેનના દિયરના પૌત્ર, મીત,
કલ્પ, આધ્યા, પાંશીના કાકાઇ
ભાઇ, સ્વ. રાજેશ, જિજ્ઞેશ, પલ્લવીબેન સમીરભાઇ અનમ (દયાપર), પૂનમબેન નિખિલભાઇ પલણ
(નખત્રાણા), અલ્પાબેન મોહિતભાઇ શાહ (કોઠારા), કોમલબેન, બાદલ, પારસ, જુલીબેન જયદીપના ભત્રીજા, મંજુલાબેન શાંતિલાલ મૂળજી કતિરા
(ઘડુલી હાલે નખત્રાણા)ના દોહિત્ર, અનિલકુમાર, હંસાબેન જગદીશકુમાર રાચ્છ (નખત્રાણા), જાગૃતિબેન હિરેનભાઇ
કતિરા (કોઠારા)ના ભાણેજ તા. 22-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
24-9-2026ના ગુરુવારે સાંજે 4થી 5 સાંઇ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.
ભચાઉ
: મણિયાર હારૂનભાઈ ભચુ (ઉ.વ. 64) તે
મૌલાના ઝુબેર, હાફિઝ અજરૂદ્દીન, હાફિઝ ઈનાયત, મુફતી મુહમ્મદના પિતા, ઈબ્રાહિમ, ગફુરભાઈના કાકા તા. 22-9-2026ના અવસાન પામ્યા છે. સંપર્ક : અજરૂદ્દીન-97243 07763.
ભચાઉ
: મૂળ આધોઇના ઠક્કર રંભાબેન રેહાણી (ઉ.વ. 82) તે સ્વ. અમૃતલાલ કાથડભાઇ રેહાણીના પત્ની, સ્વ. શાન્તાબેન લખમશીભાઈ
ગેલાભાઈ પૂજારાના પુત્રી, સ્વ. સુરેશભાઈ, કનૈયાલાલ, જયશ્રીબેન
કિશોરકુમાર (કુંભારડી), ધર્મિષ્ઠાબેન કલ્પેશકુમાર (અંજાર)ના માતા,
સ્વ. અમીચંદભાઈ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. નર્મદાબેન, ગં.સ્વ. ભગવતીબેનના મોટા બહેન,
સ્વ. રેવાબેન મેઘજીભાઈ, ગં.સ્વ. દિવાળીબેન પ્રભુલાલના
ભાભી, ગં.સ્વ. ભાવનાબેન સુરેશભાઈના સાસુ, પીયૂષ, સ્વેતા, વિશ્રુતિના દાદી,
કરણ, નિરવાના નાની, આરતીબેન
પીયૂષભાઈના દાદીસાસુ, ગં.સ્વ. ભાણીબા નારણભાઈના દેરાણી,
ભગવાનજીભાઈ, હરિલાલ, કિશોરભાઈના
કાકી, પ્રિશિવના મોટા દાદી
તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-9-2026ના સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી,
ભચાઉ ખાતે.
ભચાઉ
: મૂળ જેસડાના નાથબાવા નિખિલનાથ (ઉ.વ. 21) તે શીતલબેન રઘુનાથ રામનાથના પુત્ર, ગં.સ્વ. શાન્તાબેન તથા સ્વ. રામનાથ નારાણનાથ, સ્વ. સામનાથ જીવાનાથ, સ્વ. મોજનાથ નારાણનાથ, સ્વ. ભચુનાથ જીવાનાથ, સ્વ. નાનજીનાથ ખીમનાથ, સ્વ. વીરનાથ ખીમનાથ, વેલનાથ બાબુનાથ, ચંદ્રનાથ બાલકનાથના પૌત્ર, સ્વ. દેવનાથ રામનાથ,
પ્રેમનાથ દેવનાથ, નંદનાથ ભચુનાથ, કિશોરનાથ સામનાથ, રાજેશનાથ નાનજીનાથ, ઇશ્વરનાથ નાનજીનાથ, વિજયનાથ વીરનાથ, કાનનાથ વેલનાથના ભત્રીજા, ચેતનનાથ દેવનાથ, કાનજીનાથ દેવનાથ, ધ્રૂવનાથ દેવનાથ, જિતેન્દ્રનાથ રઘુનાથ, આશાબેન, લક્ષ્મીબેનના
ભાઈ, નાથબાવા સામબાઈ, નવીનનાથ શિવનાથ (લાયજા)ના
દોહિત્ર, કલ્પનાબેન રાજેશનાથ, મહેન્દ્રનાથ
નવિનનાથ, સુરેશનાથ નવિનનાથ (લાયજા)ના ભાણેજ તા. 21-9-2026ના અવસાન પામ્યા છે. બારમાની ધાર્મિક ક્રિયા
નિવાસસ્થાન જલારામ સોસાયટી,
બાપુનગર, ભચાઉ ખાતે.
મિરજાપર
(તા. ભુજ) : મૂળ ભુજના પ્રવીણગર ગુંસાઇ (ઉ.વ. 69) તે સ્વ. પાર્વતીબેન ચમનગર ગુંસાઇના પુત્ર, મણિબેનના પતિ, સ્વ. શારદાબેન કેશવગર ગુંસાઇ (ગઢડા ખડીર)ના જમાઇ, શાંતિગરના
મોટા ભાઇ, વનિતાબેન શાંતિગરના જેઠ, વિનોદગર,
સ્વ. નટવરગરના બનેવી, હિતેષગર, સંજયગરના પિતા, હિનાબેન, ધર્મિષ્ઠાબેનના
સસરા, કપીલગર, સંધ્યાબેન, નિકિતાબેનના મોટાબાપુ, તેજલબેન કપીલગર, પ્રફુલગર (સાપેડા), સુરેશગર (ભુજ)ના મોટા સસરા,
શુભમગર, ધૈર્યગર, ભવ્યગર,
શ્વેતાના દાદા, નેન્સી, કશ્યપ,
સ્મિતના નાના, ભરતગર, પ્રકાશગર,
લાલગર, જિતેન્દ્રગર, સુનીલગરના
ફુવા તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-9-2026ના સાંજે 4થી 5 મિરજાપર પોલીસ ચોકીની પાછળ, કેશરીનંદન હનુમાનજી મંદિર, મિરજાપર
ખાતે.
ઝુરા
(તા. ભુજ) : સાકોરબા વેલુભા જાડેજા (ઉ.વ. 65) તે
વેલુભા ખીરાજી જાડેજાના પત્ની, સરૂપાજી, ખેતાજી (કે.કે. જાડેજા), પૃથ્વીરાજજીના ભાભી,
રણજિતાસિંહ, ભરતાસિંહના માતા, જાલમાસિંહ, હરદીપાસિંહ, જયદીપાસિંહના
મોટીમા, મહોબતાસિંહ, કરણાસિંહ, દશરથાસિંહના કાકી, લકીરાજાસિંહ, ભૂપતાસિંહના દાદી, સૂર્યદીપાસિંહના નાની તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ઝુરા
ખાતે. ઉત્તરક્રિયા - દશાવો તા. 28-9-2026ના સોમવારે સવારે,
બારસ (ઘડાઢોળ) તા. 30-9-2026ના બુધવારે સવારે નિવાસસ્થાન ઝુરા ખાતે.
કેરા
(તા. ભુજ) : મૂળ નાની તુંબડીના પ.ક.મ.ક.સ.સુ. જેરામભાઈ ગોહિલ (દરજી) (ઉ.વ. 75) તે સ્વ. ગવરીબેન દેવજી મોરારજી ગોહિલના પુત્ર, નર્મદાબેનના પતિ, સ્વ. પ્રવીણભાઈ, મહેશભાઈ, સ્વ.
કમળાબેન હીરાલાલ સોલંકી (નવાવાસ), અરાવિંદાબેન કાંતિલાલ સોલંકી
(કોટડા-જ), તરલાબેન પ્રેમજીભાઈ પીઠડિયા (મુંદરા)ના ભાઈ,
શૈલેષભાઈ, પ્રજ્ઞેશભાઇ, અલ્પાબેન
દિલેશભાઈ પરમાર (ભુજપુર)ના પિતા, હસ્તાબેન, રીટાબેન, દિલેશભાઈ અમરતલાલ પરમાર (ભુજપુર)ના સસરા,
કીર્તિભાઇ, દિપેશભાઈ, મયૂરભાઈ,
અંજનાબેન ધર્મેન્દ્ર મોઢ (લાખાપર), નીપાબેન ધર્મેન્દ્ર
પરમાર (સુખપર), વૈશાલીબેન વિપુલ પરમાર (ભાળિયા), નૂતનબેન નિતેશ સોલંકી (બિદડા)ના મોટાબાપા, દીપ,
જય, અંશ, શિવમ, દેવ, શ્રીયા મીત ડાભી (નલિયા), ડિન્કી બ્રિજેશ ડાભી (નલિયા), વિધિ, વિશા, આર્યાના દાદા, ચિરાગ,
જાનકીના નાના, ગં.સ્વ. લક્ષ્મીબેન મુરજી મોરારજી
ગોહિલ (દહીંસરા)ના ભત્રીજા, હંસરાજભાઈ (દહીંસરા), ધીરજભાઈ (રામપર), હરેશભાઈ (દહીંસરા), ઇન્દિરાબેન પ્રભુલાલ મોઢ (નખત્રાણા), ચંદનબેન બેચરલાલ
મોઢ (સામત્રા), હેમલતાબેન શાંતિલાલ પરમાર (અંધેરી-મુંબઈ)ના કાકાઈ
ભાઈ, ગં.સ્વ. પ્રેમીલાબેન પ્રવીણભાઈ, લીલાવંતીબેન
મહેશભાઈ, કંકુબેન ધીરજલાલ, પન્નાબેન હરેશભાઈના
જેઠ, સ્વ. વિમળાબેન હંસરાજના દિયર, તોરલબેન,
કૃપાબેન, પાયલબેનના મોટાસસરા, સ્વ. ગંગાબેન હરિરામ પ્રાગજી સોલંકી (નવાવાસ)ના જમાઈ, સ્વ. નવીનભાઈ, સ્વ. કાંતિલાલ, હેમચંદભાઈ,
દિનેશભાઈ, નીતિનભાઈ, લીલાવંતીબેનના
બનેવી, ગં.સ્વ. મુકતાબેન, ગં.સ્વ. કાન્તાબેન,
નિર્મળાબેન, પ્રતિમાબેનના નણદોયા તા. 21-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 24-9-2026ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન શ્રીનગર ચોક, મુંદરા રોડ, કેરા ખાતે.
ગડા
પાટિયા (તા. ભુજ) : મૂળ બિદડાના મૂરજીભાઇ દેવજીભાઇ ચૌહાણ (ઉ.વ. 70) તે સ્વ. તારાબેનના પતિ, શિલ્પાબેન પરમાર, ચેતનભાઇ, હિતેષભાઇના પિતા, રીટાબેન,
રિંકલબેન, પ્રકાશ ભીખાલાલ પરમારના સસરા,
શ્યામના દાદા, કોમલ, કૃણાલ,
માહીના નાના તા. 22-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-9-2026ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી,
રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.
ચંદિયા
(તા. અંજાર) : ક.ગુ. ક્ષત્રિય (મિત્રી) શિવલાલ ચાવડા (ઉ.વ. 67) તે સ્વ. પ્રેમુબેન વેલજીભાઇ રત્નાભાઇ ચાવડાના
પુત્ર, મધુબેનના
પતિ, સ્વ. વાલરામભાઇ, સ્વ. ધીરજલાલ (ગળપાદર),
સ્વ. લીલાધર (અંજાર), ગં.સ્વ. દમયંતીબેન વીરજીભાઇ
ચૌહાણ (નાગલપર)ના ભાઇ, ગં.સ્વ. કરુણાબેન, ગં.સ્વ. ભારતીબેન, ગં.સ્વ. પારૂલબેનના જેઠ, સ્વ. વીરજીભાઇ ચૌહાણ (નાગલપર)ના સાળા, ડિમ્પલ,
ગૂંજન, નયના, મીના,
બંસરી, માધવીના પિતા, પ્રકાશ,
કેતન, મનોજ, પ્રિન્સ,
નિખિલ, જીનલ, અશ્વિનના મોટાબાપા,
જયશ્રીબેન, રિદ્ધિબેન, દીપ્તિબેન,
મૈત્રીબેન, નેહલબેન, અંકિતભાઇ
ટાંકના મોટા સસરા, દીપેશ પરમાર, ભાવિક ટાંક,
કેતન ટાંક, રાજેશ ચાવડા, કુશ જેઠવાના સસરા, સ્વ. વસંતાબેન (ભાગીરથીબેન) જીવનલાલ
ટાંકના જમાઇ, રમેશભાઇ ટાંક, સંજયભાઇ ટાંક,
જયાબેન ચૌહાણ, રમીલાબેન ટાંક, જ્યોતિબેન રાઠોડ, કંચનબેન પરમારના બનેવી, દૈવિક, મહેક, શિવન્યા, નિત્યા, પ્રાણ્વી, જીવાંશ (ખુશાલ),
જીવિકાના દાદા, મિસ્ટી, સનાયા,
નૈતિક, શિવાંશી, ક્રિયા,
દેવાંશ, અવંતી, સાર્થકના
નાના તા. 22-9-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન ચંદિયા ખાતે.
રતનાલ
(તા. અંજાર) : માવજીભાઈ જીવાભાઈ સવાભાઈ માતા (સુજાણી) (ઉ.વ. 53) તે સ્વ. જીવાભાઈ સવાભાઈ માતા (સુજાણી)ના પુત્ર, કાનજીભાઈ વિશ્રામભાઈ ભોજાણી
(છાંગા)ના જમાઈ, સ્વ. કાનજીભાઈ જીવાભાઈ માતા, હીરાભાઈ જીવાભાઈ માતા, ભીમજીભાઈ જીવાભાઈ માતાના ભાઈ,
ત્રિકમ માવજીભાઈ માતા, બંસીબેન માવજીભાઈ દોઢીયેવારા
(વરચંદ), પૂજાબેન શંભુભાઈ છાંગા, શાંતિબેન
નવીન કેશરાણી, મિત્તલ માવજીભાઈ માતાના પિતા, રણછોડ કાનજીભાઈ માતા (ચામુંડા હોટલ), સ્વ. મકનજીભાઈ હીરાભાઈ
માતા, મુકેશભાઈ કાનજીભાઈ માતા, સ્વ. ભરતભાઈ
હીરાભાઈ માતા, હરિભાઈ હીરાભાઈ માતા (અશ્વપ્રેમી), ભાવિક ભીમજીભાઈ માતા, કૌશિક ભીમજીભાઈ માતાના કાકા તા.
21-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને રાધાકૃષ્ણ
નગર, રતનાલ
ખાતે.
નાની
ખાખર (તા. માંડવી) : કંકુબા ઝાલા (ઉ.વ. 91) તે સ્વ. મહોબતસંગ ગુલાબસંગ ઝાલાના પત્ની, સ્વ. દિલાવરાસિંહ, ચંદ્રાસિંહ, સ્વ. મેઘરાજાસિંહ, રણજિતાસિંહ, હંસાબાના માતા, સ્વ.
નટુભા, સ્વ. ફતુભા, મહેન્દ્રાસિંહ,
રાજેન્દ્રાસિંહના કાકી, હિરેનાસિંહ, ગજેન્દ્રાસિંહ, નરેન્દ્રાસિંહ, ધર્મેન્દ્રાસિંહ, ક્રિપાલાસિંહ, અનિરૂદ્ધાસિંહ, કુલદીપાસિંહ, મહિપાલાસિંહના
દાદી તા. 22-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-9-2026ના ભાયાતના ડેલામાં તથા ઉત્તરક્રિયા તા. 3-10-2026ના નિવાસસ્થાને.
સાભરાઇ
(તા. માંડવી) : સૈયદ સાધકશા અલીશા (ઉ.વ. 65) તે ગફુરશા (રાયણ)ના ભાઇ, સૈયદ અસ્ફાકુલ્લા અને ઇમાનબુલ્લાના પિતા, નેવાસના હાજી ગુલામ મુસ્તફા (ભુજ), સાહનવાજશા,
સરફરાજશા, સાબાજશાના સસરા, મ. હાજી જલાલશા (માંડવી), મ. કાસમશા (મોથાળા),
મ. ઇસમાલશા, સૈયદ હાજી અબ્દુલાશા (કરાચી)ના સાળા,
મોહમદ ઓન, તાસા, મહમદ કેફના
દાદા તા. 22-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-9-2026ના શુક્રવારે સવારે 10થી 11 સાભરાઇ જમાતખાનામાં તથા બહેનો માટે નિવાસસ્થાને.
ઘાણીથર
(તા. રાપર) : જાડેજા જામુભા કરસનજી (ઉ.વ. 58) તે જાડેજા સુખુભા,
સ્વ. દિલુભા, ભાઈસાહેબભાના ભાઈ, અર્જુનાસિંહના પિતા, વાસુદેવાસિંહ તથા રામદેવાસિંહના
કાકા, ઉર્વદીપાસિંહના મોટાબાપુ, ઝાલા વિક્રમાસિંહ
દાદુભા (ભોઈકા)ના જમાઈ તા. 21-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-9-2026ના શુક્રવારે નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા તા.
1-10-2026ના ગુરુવારે.
નલિયા
(તા. અબડાસા) : હંસરાજ પ્રેમજી ભદ્રા (ઉ.વ. 95) તે વિશ્રામજી પ્રેમજી ભદ્રાના નાના ભાઈ, પ્રધાનભાઈ નારાયણભાઈ ભદ્રાના પિતરાઈ
ભાઈ, તુલસીદાસ, જેન્તીલાલ, ગંગાબેન ખેતશીં ખીચડા (ઉસ્તિયા હાલે નલિયા), મૈયાબેન
જેન્તીલાલ કટારમલ (બિટ્ટા હાલે નલિયા)ના પિતા, પરેશ, કનૈયાલાલ, કરણના દાદા, સ્વ. કચરચજ
જીવરાજ મંગે (નલિયા)ના જમાઈ તા. 21-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-9-2026ના સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, નલિયા ખાતે.
સુખપર-બારા
(તા. અબડાસા) : હાજરાબાઈ ફકીર કોલી (ઉ.વ. 58) તે બબા ફકીર કોલી (મહામંત્રી અબડાસા તાલુકા કોલી સમાજ), રસીલાબેન રાજેશ કોલીના માતા,
ફાતમાબાઈ હારૂન કોલી (જખૌ)ના નાના બહેન, ગાવિંદ
બબા કોલીના દાદી, મીઠુ કારા, નરશી ફકીર
કોલી (નલિયા)ના મોટા ભાભી, મંગલ કાસુ કોલી, મોહન નરશી કોલી (નલિયા), કરશ ઉમર કોલી (સુખપર-બારા)ના
મોટાબા, બબા સુમાર કોલી (નલિયા)ના માસીસાસુ, દયા કાસુ કોલી (સુખપર-બારા)ના મોટામા, જયંતી રમેશ કોલી,
મિત મોહન કોલીના દાદી તા. 21-9-2026ના અવસાન પામ્યા છે. તા. 2-10-2026ના રાત્રે જાગરણ તથા તા. 3-10-2026ના સવારે 10 કલાકે પાણીઢોળ.
રાજકોટ
: યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ નરેન્દ્રભાઇ શાંતિલાલ દવે (ઉ.વ. 73) તે આકાશભાઇ, મલયભાઇ, મયંકભાઇના
પિતા, સ્વ. દિલીપભાઇ હરિલાલ દવેના બનેવી તા. 21-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-9-2026ના ગુરુવારે સાંજે 4થી 6 તુલસી બાગ,
રૈયા ટેલિફોન એક્સચેન્જ રોડ, સોમનાથ સોસાયટી-3, રાજકોટ ખાતે. પીયર પક્ષની સાદડી પણ સાથે જ.