• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ નાની ખેડોઇના જાડેજા પ્રદીપસિંહ (વી. પટેલ આંગડિયા) (ઉ.વ. 32) તે જાડેજા દિલીપસિંહ નામોરજી (એમઇએસ)ના પુત્ર, જાડેજા ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ, જિતેન્દ્રસિંહ, પ્રવીણસિંહ, અનિરુદ્ધસિંહ, અક્ષયરાજસિંહ, પ્રિયરાજસિંહ, ભીખુભા (નાની ખેડોઇ)ના ભાઇ, મંગળસિંહ, અજિતસિંહ, વિક્રમસિંહના ભત્રીજા, મહાવીરસિંહના કાકા, વિશ્વરાજસિંહ રાણાના મામા તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-9-2026ના શનિવારે સાંજે 4થી 5 ડી.સી. જાડેજા ભવન, વાલદાસનગર, ભુજ તથા બહેનો માટે નિવાસસ્થાન શેરી નં. 12/બી, વાલદાસનગર, ભુજ ખાતે.

ભુજ : અ.સૌ. બીનાબેન કમલભાઇ આર્ય (ઉ.વ. 67) તે સ્વ. હસુમતીબેન છગનભાઇ (દિનારા)ના પુત્રવધૂ, કમલભાઇના પત્ની, ડો. જિતેન્દ્રભાઇ (પુના)ના ભાભી, ડો. હેમાબેનના જેઠાણી, ચૈતન્ય (શિવનગર શાળા નં. 24, ભુજ), હેમેન્દ્રના માતા, જયશ્રી (શાળા નં. 7, ભુજ), અંજલિના સાસુ, ડો. નુપૂરબેન સાગરભાઇ કોઠારીના મોટીબા, શાન્વી, પરિધિ, ઋષિના દાદીછગનભાઇ ભવાનભાઇ ડુડિયા, રામપ્રવેશ પ્રસાદના વેવાણ તા. 17-09-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 18-09-2026ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નં. 189, મેહરૂન સિટી-1, આસ્થા સ્કૂલની બાજુમાં, માધાપર બાયપાસ રોડ, ભુજથી ખારી નદી જશે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : શિરોહીના પ્રકાશસિંહ કિશોરસિંહ પરમાર (ઉ.વ. 68) (નિવૃત્ત જિલ્લા પંચાયત) તે સ્વ. કાન્તાબેન કિશોરસિંહના પુત્ર, જયશ્રીબેન (નિવૃત્ત શિક્ષક)ના પતિ, અલ્પેશ (ભાડા ઓફિસ), પૂજાના પિતા, સ્વ. બટુકસિંહ, સ્વ. જુકતાબેન, અનસૂયાબેન, સ્વ. કમળાબેન, સ્વ. જયશ્રીબેન, વાઘજીભાઇ, બળદેવભાઇ, દયારામભાઇ, હરિસિંગભાઇના ભાઇ, તરૂલતાબેનના દિયર, પાર્વતીબેન લક્ષ્મણભાઇ ચૌહાણના જમાઇ, હરસુખભાઇ ચૌહાણ, મીનાબેન નીતિનભાઇ રાઠોડના બનેવી, સ્વ. ભગવાનજી ડુડિયા, સ્વ. વેલજી મકવાણા, સ્વ. વેલજી મકવાણા, જયંતીલાલ ચૌહાણ (ગાંધીધામ)ના સાળા, પરેશા, સચિન (ફાયર ઓફિસર-ભુજ)ના કાકા, મિતાલી, મેહુલ રામજીભાઇ પ્રજાપતિના સસરા, કાજલ, કિરીટ બચુભાઇ પરમાર (અંજાર)ના કાકાસસરા, દેવ, વૃંદા, નીર, યુગના દાદા, યશ્વી, વ્યોમ, નિત્યના નાના તા. 17-09-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-09-2026ના સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રાવલવાડી રિલોકેશન, ભુજ ખાતે.

ભુજ : મૂળ ખાવડાના ગં.સ્વ. રસીલાબેન ગણાત્રા (ઉ.વ. 65) તે સ્વ. દયારામભાઇ ઓધવજી ગણાત્રાના પત્ની, સ્વ. ઓધવજી દેવચંદ ગણાત્રાના પુત્રવધૂ, સ્વ. તુલસાબેન નાનજી સોનાઘેલાના પુત્રી, હિમાંશુ ગણાત્રા (રુદ્ર કન્સ્ટ્રક્શન), તૃપ્તિબેન ગિરીશભાઇ તન્ના (દેશલપર શાળા), વસંતભાઇ, સ્વ. નીમાબેનના માતા, પ્રજ્ઞેશભાઇ સોનાઘેલા (ડી.પી.એ.), મીનાબેન પ્રદીપભાઇ (રિટા. ટી.એચ.વી.), સ્વ. બાલાબેન, દક્ષાબેન નીલેશભાઇ (કે.ડી.સી.સી.)ના મોટા બહેન, દિવ્યાબેન (શિક્ષક ડી.પી.એ.)ના નણંદ, વંશના નાની, સંજય, કમલ, કરુણા, ક્રિષાંગ, નિવાનના દાદી, ગિરીશભાઇ ઠક્કર (દેશલપર પ્રા. શાળા), જયાબેન, યેશાબેનના સાસુ, મિતુલ, રિદ્ધિ નિખિલકુમાર, કુંજ, વત્સલના માસી, મનન, વત્સલના ફઇ તા. 17-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-9-2026ના શનિવારે સાંજે 4થી 5 નાનજી સુંદરજી લોહાણા મહાજનવાડી, રૂખાણા હોલ, ભુજ ખાતે.

ભુજ : ડગડા ધનજી રણછોડ રાઠોડ (ઉ.વ. 67) (નિવૃત્ત ઇલેક્ટ્રિશિયન-દીનદયાલ પોર્ટ-કંડલા) તે ભાનુબેનના પતિ, રાઠોડ શંકર (પારસ ઇલેક્ટ્રોનિક્સ-ભુજ), આનંદ (રંગ એન્ટરપ્રાઇઝ-ભુજ)ના પિતા, માધવી, કાજલના સસરા, ગંગાબેન, રતનબેનના દિયર, શાંતાબેન એમ. વાઘેલાના ભાઇ, અનિલ, વિજયના કાકા, મનીષાબેન, માલતીબેનના કાકાજી સસરા, ભગવાનજીભાઇ જગદીશભાઇ (સિવિલ કોર્ટ-ભુજ)ના બનેવી, રિશી, પ્રથમ, હેતવી, જીત, રોહન, મહેક, કેવલના દાદા તા. 15-9-2026ના અવસાન પામ્યા છે.

અંજાર : ગં.સ્વ. શાંતાબેન ઠક્કર (ઉ.વ. 95) તે સ્વ. ભગવાનદાસ ગગુભાઈ ઠક્કરના પત્ની, સ્વ. દેવકાબેન હીરજી કાનજી દાવડાના પુત્રી, સ્વ. મોહનલાલ , સ્વ. નારાયણજીભાઈના બહેન, ગં.સ્વ. જયશ્રીબેન ચંદ્રકાંતભાઈ દૈયા (મુંબઈ), શોભાબેન, મીનાબેન, શર્મિલાબેન (પીજીવીસીએલ અંજાર)ના માતા, ગીતા, ધમેન્દ્ર, સચિનના નાની, રુદ્રના પરનાની, સરયુના નાનીસાસુ તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-9-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માધાપર (તા. ભુજ) : મૂળ મંગવાણા (તા. નખત્રાણા)ના રુક્ષ્મણિબેન રૂડાણી (ઉ.વ. 83) તે રવજીભાઈ હંસરાજભાઈ રૂડાણીના પત્ની, ખુશાલભાઈ તેમજ અરાવિંદભાઈ (મહામંત્રી ક.ક.પા.લ.સ. સમાજ-માધાપર), નિર્મળાબેન (રત્નાપર હાલે માધાપર), લીલાબેન (પલીવાડ હાલે-કણકવલી)ના માતા, ભાવિક, હિરેન, રોહિત, કોમલબેન, વિણાબેનના દાદી તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા.18-9-2026ના શુક્રવારે બપોરે 4થી 5 લાવાસા પાટીદાર સમાજવાડી, લાવાસા સોસાયટી, માધાપર ખાતે.

ભુજોડી-વર્ધમાનનગર (તા. ભુજ) : મૂળ પલાંસવાના વાગડ સાત ચોવીસી ભોગીલાલ રામચંદ કોઠારી (ઉ.વ. 87) તે મંજુલાબેનના પતિ, વિનોદ, હસમુખ, કલ્પના, ગીતા, હરેશના પિતા, મગનલાલ ભોગીલાલ સંઘવી (સાંતલપુર)ના જમાઇ, દલીચંદભાઇ, રાયચંદભાઇ, રતિલાલભાઇ, રામુબેનના ભાઇ, સ્વ. જીવીબેન, સ્વ. બધીબેન, જવેરબેનના દિયર, જ્યોતિબેન, દક્ષાબેન, રમેશકુમાર શાંતિલાલ સંઘવી, મનીષકુમાર હિંમતલાલ મહેતાના સસરા, કમલના દાદા, અંકિત, મૈતાલી, શ્રેયા, શ્રેયાંસના નાના તા. 17-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-9-2026ના શુક્રવારે સાંજે 4થી 5 જૈન ઉપાશ્રય, આદિનાથ સોસાયટી, વર્ધમાન નગર (ભુજોડી) ખાતે.

વાંકી (તા. મુંદરા) : ખોજા રોશનબેન પ્યારઅલી ઘાલાણી (ઉ.વ. 75) તે પ્યારઅલી હાજીમામદ ઘાલાણીના પત્ની, અમીનઅલી, નુરજહાના માતા, ગુલઝારબેનના સાસુ, અયાન, એરીકના દાદી, સ્વ. નૂરદ્દીનભાઇ, સદરુદ્દીનભાઇ, બરકતભાઇ, શકીનાબેન શેરઅલી (ભદ્રેશ્વર), મલેકબેન નૂરદ્દીનભાઇ (ભુજ), સકરબેન અનવરઅલી (ભુજ), સુગરાબેન લિયાકતભાઇ (મુંદરા)ના ભાભી, જાફરભાઇ સચેદીના (સિનુગ્રા)ના પુત્રી તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18-9-2026ના સાંજે 4થી 5 ખોજા સમાજવાડી, વાંકી ખાતે.

ભિટારા (તા. નખત્રાણા) : મધુબેન રામજી નાકર (ઉ.વ. 63) તે સ્વ. રામજી માવજી નાકરના પત્ની, મહેશ (ગઢશીશા), જયેશના માતા, ડિમ્પલબેનના સાસુ, સ્વ. શામજીભાઈ (કોડાય), સ્વ. વિશનજી, સ્વ. જેઠાભાઈના નાના ભાઈના પત્ની, સ્વ. હંસાબેનના દેરાણી, સ્વ. ચંપાબેન ખીમજી માકાણી, સ્વ. ગોદાવરીબેન દયારામ માકાણી, સ્વ. મંગળાબેન કાંતિલાલ ભટ્ટ (નલિયા)ના ભાભી, મનસુખભાઇ, ઉમેશ, જયશ્રીબેન દીપકભાઈ વ્યાસના કાકી, શોભનાબેનના કાકીસાસુ, કશિશ, રાશિ, કૃણાલ, નૈતિકના દાદી, સ્વ. હીરબાઇ બચુભાઈ અજરામલ માકાણી (મંદિરવાળા) (મોટા કાંડાગરા)ના પુત્રી, પ્રવીણભાઈ , સ્વ. પોપટભાઈ, શંકરભાઈ, સ્વ. મંજુલાબેન જેન્તીલાલ જોષી (ફરાદી), અનસૂયાબેન પ્રકાશભાઈ વ્યાસ (શેખાઈબાગ), જયાબેન પ્રવીણભાઈ વ્યાસ (શેખાઈબાગ)ના બહેન, સ્વ. જયાબેન, લક્ષ્મીબેન, લતાબેનના નણંદ તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-9-2026ના બપોરે 3થી 6 મોમાઈ ભગવતી મંદિર, ભિટારા ખાતે તથા માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા તા. 18-9-2026ના બપોરે 2થી 3 ગાયત્રીનગર, મોટા કાંડાગરા ખાતે.

વિભાપર (તા. નખત્રાણા) : ભીમજી રામજી રૂડાણી (ઉ.વ. 92) તે સ્વ. લાલબાઈના પતિ, સ્વ. શિવજીભાઈ લાલજી રામાણી (નારણપર-રોહા)ના જમાઈ, સ્વ. મેઘજીભાઈ, સ્વ. કાનજીભાઈ, સ્વ. ભાણજીભાઈ, સ્વ. લાલબાઈ વેલજી રામાણી (રામેશ્વર), સ્વ. વાલબાઈ લાલજી પોકાર (ઠાસરા)ના ભાઈ, મણિલાલ, હીરાલાલ, હરસુખ, મહેશ, દુર્ગાબેન પ્રભુલાલ ધોળુ (પુના), વેલબાઈ જેન્તીભાઇ રંગાણી (પરસોના), રમીલાબેન રમણલાલ પોકાર (જિયાપર)ના પિતા તા. 17-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 18-9-2026ના સવારે 8થી 11, બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, વિભાપર ખાતે.

મથલ (તા. નખત્રાણા) : ઠક્કર દિનેશ કોટક (ઉ.વ. 69) તે સ્વ. સુંદરબેન પરસોત્તમ રામદાસ કોટકના પુત્ર, સ્વ. નવીનભાઇ, સ્વ. શિવજીભાઇ, મહેન્દ્રભાઇ (મુંબઇ), ગં.સ્વ. હીરાબેન ધીરજભાઇ કારિયા (વાઘોડિયા), ગં.સ્વ. હંસાબેન પ્રાગજી અનમ (મોટી વિરાણી)ના ભાઇ, ગં.સ્વ. કસ્તૂરબેનના દિયર, જ્યોતિબેનના જેઠ, મીનાબેન જલારામ ગણાત્રા (ગઢશીશા), અલ્પાબેન કેતનભાઇ સચદે (સુરત), અરુણાબેન અશ્વિનભાઇ ઠક્કર (ભુજ), ભરતભાઇ (ગોપાલ નમકીન એજન્સી)ના કાકા, દીપાબેન તથા હેતલબેનના કાકાસસરા, મેહુલ (મુંબઇ), વિદિતા ઉમેશભાઇ રૂપારેલ (મુંબઇ)ના મોટાબાપા, સ્વ. લક્ષ્મીદાસ રાજદે (મોટી વિરાણી)ના દોહિત્ર તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : મહેન્દ્રભાઇ-98195 89017, ભરતભાઇ-99980 52545.

આણંદસર-વિથોણ (તા. નખત્રાણા) : સિંધવ રમેશભાઇ (ઉ.વ. 36) તે જ્યોત્સનાના પતિ, લક્ષ્મીબેન તથા ગોવિંદ કાનજીના પુત્ર, દીક્ષિત, ધૃતિના પિતા, સ્વ. કાનજીભાઇ, અરજણ ભગતના પૌત્ર, અમૃતલાલ, જ્યોતિબેન, લાલાના ભાઇ, છગનભાઇ, નરશીભાઇ, જગદીશભાઇ, પ્રેમિલાબેન વિશ્રામ દાફડા (લક્ષ્મીપર-નેત્રા), લક્ષ્મીબેન વસંત ચાવડા (મિરજાપર)ના ભત્રીજા, સ્વ. કાનજીભાઇ, માવજીભાઇ, વિશ્રામ કારા ચાવડા (માનકૂવા), રાધાબેન અરવિંદ વાઘેલા (નખત્રાણા)ના ભાણેજ, કાન્તાબેન તથા પ્રેમજી બાબુલાલ પરમાર (જતાવીરા)ના જમાઇ તા. 17-9-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તેમજ બેસણું તા. 19-9-2026ના સવારે 10.30 વાગ્યે નિવાસસ્થાને.

આશાપર (તા. લખપત) : મુલકુંવરબા શંભુસિંહ સોઢા (ઉ.વ. 74) તે સોઢા જશુભા, મંગલજી, અજુભાના માતા, સરૂપાજી તથા ચતરાજીના ભાભી, સુરતાજી, ભીખાજીના કાકી, જીલુભા, નેતસિંહ, જગુભા, પ્રેમસિંહ, ધમભા, વેશુભાના મોટામા, ભૂપતસિંહ, રાજુભા, ભગીરથસિંહ, કનકસિંહના દાદી તા. 15-9-2026ના અવસાન પામ્યા છે. દશાવો તા. 21-9-2026ના, બારસ વિધિ તા. 22-9-2026ના મંગળવારે નિવાસસ્થાન આશાપર ખાતે.

બેરા (તા. અબડાસા) : સંગાર ઇભલા ઇસ્માઇલ (ઉર્ફે વલો) (ઉ.વ. 70) તે મ. અભુ (સરપંચ), આમદ, હસણના ભાઇ, મામદ, અલાના સંગાર (સરપંચ, બેરા-હાદાપર)ના પિતા તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-9-2026ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, બેરા ખાતે.

મુંબઇ (મુલુંડ) : મૂળ નખત્રાણાના ખીમજીભાઇ જોબનપુત્રા (ઉ.વ. 74) તે સ્વ. મૈયાબેન નારાણજી હંસરાજ જોબનપુત્રાના પુત્ર, શર્મિષ્ઠાબેન (શમુબેન)ના પતિ, પૂજા, અંકિતના પિતા, સ્વ. અન્નપૂર્ણા ભગવાનલાલ કરુણાશંકર વ્યાસ (રોહા)ના જમાઈ, સ્વ. ઝવેરબેન રતનશી કોઠારી, સ્વ. માવજીભાઈ, સ્વ. દયારામભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, મંગળાબેન, ગં.સ્વ. દમયંતીબેન લક્ષ્મીકાંત કોઠારીના ભાઈ, સ્વ. નર્મદાબેન, ગં.સ્વ. જયાબેન, ગં.સ્વ. લતાબેનના દિયર, અનિલભાઈ, જગદીશભાઈ, ચેતનભાઈ, તરુણભાઈ, પીયૂષભાઈ, સ્વ. શીતેશભાઈ, પ્રતિમા પ્રફુલ્લભાઈ  મડિયાર, સુધા કિશોરભાઈ ચંદન, ગીતા અનિલભાઈ કોઠારી, દીપા ભરતભાઈ સોનાઘેલા, હર્ષા સંજયભાઈ રૂપારેલ, નીતા અજયભાઈ સોનાઘેલા, ઉર્વશી રણજિતભાઈ સચદે, શીતલ આલોકભાઈ તન્નાના કાકા, ભગવતીબેન, દેવેન્દ્ર (કચ્છમિત્ર), હરેશભાઈ, મુકેશભાઈ, નીરૂબેનના બનેવી, કુમુદબેન, જિજ્ઞાબેન, રાખીબેનમોનાબેન, અનિતાબેન, જેલમબેનના કાકાજી સસરા, હરેશભાઈ, સ્વ. રાજેશભાઈ, અશ્વિનભાઈ, તરુણભાઈઅમીતાબેન, લક્ષ્મીબેન, દક્ષાબેન, વિશાલ, પ્રીતિબેન, માનસીના મામા, સોહાગ, ભૂષણ, મૈત્રી, કૃતિ, શિવાંગના ફુવા, આશા, લીના, નીરવ, નામક, ઋત્વિજના માસા, આરતી દેવ જોબનપુત્રા, વિભૂતિ સંતોષ કુંડલિયા, દિવ્યા મીત જોબનપુત્રા, મૌલિક, હિરલ હાર્દિક ગણાત્રા, સાહિલસાક્ષી, દિયા, દિત્યા, પ્રિયાનના દાદા તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-9-2026ના શુક્રવારે સાંજે 5થી 7 પદ્માવતી બેન્ક્વેટ હોલ, પાંચમે માળે, શિવસેના ઓફિસની ઉપર, એમ.જી. રોડ, મુલુંડ (વેસ્ટ) મુંબઈ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે). 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd