ભુજ : ઉષાબેન રમેશભાઈ ઠક્કર (ઉ.વ. 64) તે સ્વ. રમેશભાઈ કલ્યાણજી ઠક્કરના
પત્ની, સ્વ. નર્મદાબેન કલ્યાણજીના પુત્રવધૂ,
જયેન્દ્ર (પપ્પુ) (ગાયત્રી હાર્ડવેર-ભુજ), જિજ્ઞા,
કાજલના માતા, સ્વ. સમીરકુમાર, વરુણકુમાર (અંજાર)ના સાસુ, સ્વ. બટુકભાઈ, કિશોરભાઈ, ઉષાબેન જવાહરભાઈના ભાભી, સ્વ. ભગવતીબેનના જેઠાણી, રીના, હિરેન, મનીષના મોટીમા, જયેશકુમાર,
ખુશીના મોટા સાસુ, દત્ત, આરોહીના મોટા દાદી, કૃતિકા, કૌશલ,
દેવ, પ્રતૃક્ષના નાની, કોમલ,
હિરલ, વિશાલના મામી, સુશીલાબેન
મૂરજીભાઈ પૂજારા (ધ્રાંગધ્રા)ના પુત્રી, સ્વ. ભરતભાઈ,
સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. સુનીલભાઈ, સ્વ. કોકિલાબેનના બહેન તા. 13-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-8-2026ના શનિવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, વી. ડી. સ્કૂલની બાજુમાં, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ
છે.)
ભુજ : સુમરા જલુબેન (ઉ.વ. 86) તે મ. કાસમ ઉમર મિયાંના પત્ની, મ. એહમદ (રમજુ)ના ભાભી, મ. હનીફભાઇ, અબ્દુલકરીમ (અજુભા), સલીમ, મ. ફારૂક, અસલમ, રફિક (મુસ્લિમ હાઈસ્કૂલ)ના માતા, મુસ્તાક (પાણી પુરવઠા),
ઇબ્રાહિમ, મુનાફના મોટીમા, અમીન, આશિફ, સાહિલ (રોયલ ગેરેજ),
સલમાન, જુનૈદ, જમીલ,
સોહિલ (પો. હેડકોન્સ્ટેબલ), મો. ઝુબેરના દાદી,
સરફરાઝ, એઝાઝ, અતિકના નાની
તા. 14-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-8-2026ના રવિવારે સવારે 10થી 11 મસ્જિદ-એ-આમેના, આલા હજરત ટ્રસ્ટ, મદીના નગર-2, મોટાપીર રોડ, ભુજ ખાતે.
ભુજ : ચાવડા હરેશભાઇ પ્રેમજીભાઇ (ઉ.વ. 54) તે સ્વ. પરસોત્તમભાઇ, સ્વ. અમૃતભાઇ, જસુબેન,
રમાબેન, નન્નીબેનના નાના ભાઇ, હાર્દિકભાઇ, માનસીના પિતા, વિમલકુમાર
ચૌહાણ (સુરેન્દ્રનગર)ના સસરા, મણિલાલ, શૈલેષભાઇ,
પ્રકાશ, વિશાલ, સુનિતા,
સોનલના કાકા, મયુરીબેન, ધારાબેનના
કાકાજી સસરા, ક્રિષ્ના, માનવ, કુનાલ, વિશ્વરાજ, આર્યન,
પ્રાચી, દેવાંશી, ધૈર્યરાજના
દાદા, દેવાંશના નાના તા. 13-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 15-8-2026ના સાંજે 5થી 6 મહેશ્વરી સમાજવાડી, સોનીવાડ, ભુજ ખાતે.
ભુજ : કેવર રુકિયાબાઇ ખમુ (ઉ.વ. 78) તે મ. કેવર ખમુ અભુના પત્ની, કેવર રમઝુ, હારુન,
લાલમામદના માતા, અયુબ, જમીલ,
મુજાહિદ, આબીદ, સાજીદ,
અકબરના દાદી તા. 14-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-8-2026ના રવિવારે સવારે 10થી 11 ગરીબ આબાદ મસ્જિદ જમાતખાના,
ગાંધીનગરી, ભુજ ખાતે.
ભુજ : નોડે નેણબાઇ ગુલમામદ (ઉ.વ. 77) તે અસલમ, સાજનના માતા, નોડે અલાદીના
હાજીના બહેન, આરબ મશરીના સાસુ તા. 14-8-2026ના અવસાન પામ્યા છે. તાજિયત
તા. 15-8-2026ના નોડે ફળિયા, ગાંધીનગરી, ભુજ ખાતે.
ગાંધીધામ : નટવરલાલ (નવીનભાઇ) (ઉ.વ. 80) તે સ્વ. સોનાબેન વીરજી ખીમજી
પલણના પુત્ર, જ્યોતિબેનના પતિ,
સંજય, રૂપલના પિતા, કેમીબેનના
સસરા, હર્ષ, દિવ્યમના દાદા, રૂચિના દાદાજી, નિર્મળાબેન, નરોત્તમભાઇ,
કુસુમબેન, પુષ્પાબેન, સ્વ.
કીર્તિભાઇ, મધુભાઇના ભાઇ, સ્વ. તુષારભાઇ,
હરીશભાઇ, ડો. નવીનભાઇ ઠક્કરના સાળા, મીનાબેન, ચંદાબેન, મીતાબેનના જેઠ,
સ્વ. દેવશીભાઇ, સ્વ. કરમશીભાઇ, સ્વ. શિવજીભાઇ, સ્વ. વિશ્રામભાઇ, સ્વ. દામજીભાઇના ભત્રીજા, સ્વ. હરિલાલભાઇ વેલજીભાઇ ઠક્કર
(બિલાસપુર)ના જમાઇ તા. 14-8-2026ના
અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 15-8-2026ના શનિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નં. 126, વોર્ડ 7-બી, ગુરુકુળ દીનદયાળ હોલ સામે, ગાંધીધામથી આદિપુર સ્મશાનગૃહે
જશે. બંને પક્ષની (ભાઇઓ-બહેનોની) પ્રાર્થનાસભા તા. 16-8-2026ના રવિવારે સાંજે 4.30થી 5.30 ઝૂલેલાલ મંદિર, હોટેલ શિવ પાછળ, ગાંધીધામ
ખાતે.
માંડવી : લોહાર શેરબાનુ કાસમ (ઉ.વ. 76) તે મ. કાસમ સાલેમામદના પત્ની, અલ્તાફ, ઈકબાલના માતા, મ. લતીફ, મ.
અબ્દુલ્લાહ, મ. અદ્રેમાન, મ. સુલેમાનના
ભાભી, હાસમ (મુંબઈવાળા)ના સાસુ તા. 14-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-8-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 ભૂકંપ નગરી, જૂની મસ્જિદની બાજુમાં, માંડવી ખાતે.
નખત્રાણા : મેઘબાઇ મગનલાલ નાયાણી (ઉ.વ. 86) તે સ્વ. મગનલાલ કાનજી નાયાણીના
પત્ની, ધરમશીભાઇ (બેંગ્લોર), મણિલાલભાઇ (બેંગ્લોર), કિશોરભાઇ (બેંગ્લોર), વસંતભાઇ (નખત્રાણા), પાર્વતીબેન (રતલામ), ગૌરીબેન (બેંગ્લોર), સ્વ. રસીલાબેન (બિલાસપુર)ના માતા,
દક્ષાબેન, જયાબેન, હેમલતાબેન,
અનિતાબેનના સાસુ, ઘનશ્યામ, દીપક, આશિષ, મુકુંદ, રાજ, નિત, કિશોરીબેન, ગીતાબેન, હર્ષાબેન, રેશ્માબેન,
નિધિના દાદી તા. 13-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-8-2026ના રવિવારે બપોરે 3થી 5 સત્યનારાયણ પાટીદાર સમાજવાડી (મધ્ય વિભાગ), જૂનાવાસ, નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ મોટા રેહાના કચ્છ ગુર્જર ક્ષત્રિય વિજયભાઇ
વાઘેલા (ઉ.વ. 57) (પાણી પુરવઠા કર્મચારી) તે સ્વ.
ઇન્દિરાબેન અમૃતલાલના પુત્ર, સ્વ.
રેખાબેનના પતિ, સ્વ. ચિમનલાલ રાઠોડ (ઓખા)ના જમાઇ, અંકિતના પિતા, ક્રિષ્નાના સસરા, યોગેશ, અતુલભાઇ, કપિલભાઇ,
સ્વ. અજયભાઇ, હર્ષાબેન, રશ્મિબેનના
ભાઇ, અજીબેનના ભત્રીજા તા. 14-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 17-8-2026ના સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજવાડી, બસ સ્ટેશન ઉપર, જૂનાવાસ,
માધાપર ખાતે.
ભુજોડી (તા. ભુજ) : વીરજીભાઈ સીજુ (ઉ.વ. 69) તે ડેમાબેન ખેતાભાઈના પુત્ર, વાલીબેનના પતિ, લાલજી,
ખીમજી, મંજુલા રમેશ ખરેટ (ભુજ), ગંગાબેન જગદીશ લોંચા (ભુજ હાલે વલસાડ), અનિતા નારાણ વારસુર
(આદિપુર)ના પિતા, મંજુલાબેન લાલજી, કસ્તૂરબેન
ખીમજીના સસરા, સ્વ. પરબત ખેતા, સ્વ. પ્રેમજી
ખેતા, રામીબેન રામજી ખોખર (ખંભરા), ગં.સ્વ.
નામાબેન પરબત જેપાર (ખંભરા), સ્વ. સામાબેન રાજાભાઈ લોંચાના ભાઈ,
સ્વ. થાવર પરબત, વિરમ પરબત, દામજી પ્રેમજી, પરસોત્તમ પ્રેમજી, પચાણ પ્રેમજી, સ્વ. ડાઈબેન માલશી ગુંડાર (ભુજોડી),
નાથીબેન ભીમજી લોંચા (માધાપર), સ્વ. દેવલબેન હીરજી
લોંચા (આદિપુર), લક્ષ્મીબેન પ્રેમજી પઢિયાર (કંઢેરાઇ)ના કાકાજી,
રામજી ખેતા બોખાણી (અંજાર)ના બનેવી, સ્નેહ,
હેત્વી, રિદ્ધિ, નવ્યા,
ખ્વાહિશ, ગ્યાના, કાનાના
દાદા તા. 14-8-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 18-8-2026ના મંગળવારે સાંજે અને તા. 19-8-2026ના સવારે પાણિયારું (ઘડાઢોળ) નિવાસસ્થાન ભુજોડી ખાતે.
કેરા (તા. ભુજ) : મૂળ જામનગરના ગોસ્વામી ચિરાગગિરિ રમેશગિરિ
(ઉ.વ. 18) તે પ્રેમિલાબેન રમેશભાઈ ગોસ્વામીના
પુત્ર, અજય, રિદ્ધિબેન સંજયગિરિના
નાના ભાઈ, દમયંતીબેન નરોત્તમગિરિ (જામનગર)ના પૌત્ર, મોહનગિરિ નરોત્તમગિરિ, કસ્તૂરબેન રમેશગિરિ, મીનાબેન મહેશપુરીના ભત્રીજા, શાંતાબેન હીરાગિરિ કુંવરગિરિ
(ટોડા હાલે કેરા)ના દોહિત્ર, ડિમ્પલબેન પ્રકાશપુરી (નારણપર -
આર્યન ઇલેક્ટ્રોનિક), બીનાબેન પરેશવન (ભુજ), જાગૃતિબેન પરેશગિરિ (કેરા)ના ભાણેજ તા. 13-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 15-8-2026ના સાંજે 4થી 5 બાવા સમાજવાડી, ગજોડ રોડ, કેરા ખાતે.
સુમરાસર શેખ (તા. ભુજ) : કુંભાર રશીદ (ઉ.વ. 19) તે હારૂનના પુત્ર, હાજી ઇબ્રાહિમ ભૂરા, રમજુ
ભૂરા, આદમ ભૂરાના પૌત્ર, મજીદ હાજી ઇબ્રાહિમના
ભત્રીજા તા. 14-8-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-8-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન
સુમરાસર શેખ ખાતે.
દેશલપર-વાંઢાય (તા. ભુજ) : માવાણી (સવાણી) હરેશભાઈ ભાણજી (ઉ.વ.
66) તે સ્વ. કુંવરબેન ભાણજી માવાણીના
પુત્ર, સ્વ. પ્રેમિલાબેનના પતિ, મનીષ, નયના (મંજલ), હસ્મિતા (દુજાપર),
બીના (વિથોણ)ના પિતા, સ્વ. પરસોત્તમ માવજી રામાણી
(આણંદસર)ના જમાઈ, જાનબાઈ (નાસિક), જશોદાબેન
(મંગવાણા), લીલાબેન (ગઢશીશા), ચીમનભાઈના
ભાઈ, ગૌતમ, અલ્પા, જયશ્રી, મયુરીના મોટાબાપા તા. 14-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 15-8-2026ના શનિવારે સવારે 8 થી 11.30 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી (નીચેનો વિભાગ લીમડાવાડી) ખાતે.
દહીંસરા (તા. ભુજ) : હાસમ હારુન ખલીફા (ઉ.વ. 65) તે ખલીફા અબ્દુલ, હારુનના પિતા, હાજી હારુન
ખલીફા, મ. ઉમર હારુન ખલીફાના મોટા ભાઈ, અલ્તાફ, આદિલના દાદા, મ. હાસમ હુશેન,
હાજીઆમદ હુશેન ખલીફા (ધુણઇ)ના સાળા, ઈસ્માઈલ હુશેન
ખલીફા (ધુણઇ)ના સાઢુભાઇ, અનવર શરીફભાઇ ખલીફા (કોટડા રોહા)ના બનેવી,
રફીક ઇબ્રાહિમ ખલીફા (નાના આસંબિયા)ના સસરા તા. 13-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 17-8-2026ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ચુનડી રોડ, દહીંસરા ખાતે.
પિયાવા (તા. માંડવી) : અર્ચના નારણ હાલાઇ (ઉ.વ. 36) તે નારણ વેલજી હાલાઈના પત્ની, મેઘબાઇ વેલજી હાલાઇના પુત્રવધૂ, હેમલતા કાનજી ગજરા (ગાંધીધામ)ના માતા તા. 13-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 15-8-2026ના શનિવારે સવારે 7થી 8 પિયાવા વાડીવિસ્તાર, મસ્કા (તા. માંડવી) ખાતે.
જિયાપર (તા. નખત્રાણા) : પોકાર પુષ્પાબેન અમૃતલાલ નારાણ (ઉ.વ.
56) તે પોકાર નારાણ પૂંજાના પુત્રવધૂ, પરસોત્તમભાઇના નાના ભાઇના પત્ની, જશોદાબેન છગનલાલ વાસાણી (વાસાણી ફાર્મ-દેવપર ગઢ), હરિભાઇના
ભાભી, પૂનમબેન સંકેતભાઇ સેંઘાણી (દરશડી), ગૌરવના માતા, ભાવનાબેનના સાસુ, અધ્વિતના દાદી, અરૂણાબેન અનિલકુમાર પારસિયા (બિદડા),
પરેશકુમારના કાકી, નિર્મલ, હેતના મોટાબા, મૂરજી રવજી લિંબાણી (કોટડા-ચકાર)ના પુત્રી,
જિતેન્દ્ર મૂળજી લિંબાણી (ખંભરા)ના બહેન તા. 13-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 16-8-2026ના રવિવારે નિવાસસ્થાન નારાણનગર, જિયાપર ખાતે.
લઠેડી (તા. અબડાસા) : મણિલાલ ગડા (ઉ.વ. 76) તે દેમીબેન જેઠાના પૌત્ર, પાનબાઈ મણશીના દોહિત્ર, ચંચળબેન નાગજીના પુત્ર, લીલવંતીબેનના પતિ, ભાવેશના પિતા, મનીષાના સસરા, યશ,
જેનીના દાદા, સ્વ. શાંતિલાલ, લક્ષ્મીચંદ, પ્રવીણ, વિજયાબેન,
ઝવેરીબેન, લીલાવંતી, જયવંતીના
ભાઈ, સુશીલા, મણિબેનના દિયર, આશાબેનના જેઠ, શાંતિલાલ, ચંદુલાલ,
ઝવેરચંદ, તારાચંદના સાળા, પુરબાઈ દેવશીના જમાઈ, કાંતિલાલ, ગીતાબેન, હેમલતાબેનના બનેવી તા. 5-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 17-8-2026ના બપોરે 2થી 4 શાંતિનિકેતન, લઠેડી (તા. અબડાસા) ખાતે.
માતાના મઢ (તા. લખપત) : નોતિયાર નૂરમામદ મુબારક (ઉ.વ. 75) તે જાફર, અનવર, અબ્દુલના પિતા,
જુમ્મા, જુસબ, ઓસમાણના મામા
(બનેવી), ઓસમાણ (ખમુ), વલીમામદના સસરા તા.
14-8-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 16-8-2026ના રવિવારે જામા મસ્જિદ, માતાના મઢ ખાતે.
બૈયાવા (તા. લખપત) : રાજકોરબા જાડેજા (ઉ.વ. 101) તે સ્વ. તેજમાલજી નાથાજી જાડેજાના
પત્ની, સ્વ. પ્રતાપાસિંહ, સ્વ.
હરાસિંહ, સ્વ. ભીભાજી, કાનજી, કુંભાજીના
માતા, સ્વ. ખીમાજી વેલાજીના કાકી, લાલજી જેઠુભા, હઠુભા જેઠુભા, નવલાસિંહ જેઠુભાના મોટામા, વેસલજી, સ્વ. જશુભા, માનસંગજી,
કનુભા, નવલાસિંહ પ્રતાપાસિંહ, ભીમજી પ્રતાપાસિંહ, સ્વરૂપાસિંહ હરાસિંહ, મેઘરાજજી ભીભાજી, ચંદનાસિંહ હરાસિંહ, પૃથ્વીરાજાસિંહ ભીભાજી, મોહબ્બતાસિંહ હરાસિંહ,
અર્જુનાસિંહ કાનજી, મહાવીરાસિંહ લાલજી,
વિરમાસિંહ લાલજી, પ્રહલાદાસિંહ હઠુભાના દાદી,
વનરાજાસિંહ, રામદેવાસિંહ, સિદ્ધરાજાસિંહ, તનેરાજાસિંહ, બળુભાના
પરદાદી તા. 9-8-2026ના
અવસાન પામ્યા છે. આગરી તા. 19-8-2026ના
રાત્રે અને ધાર્મિકક્રિયા (ઘડાઢોળ) તા. 20-8-2026ના સવારે નિવાસસ્થાન બૈયાવા ખાતે.
ધોળાવીરા (તા. ભચાઉ) : અશોક મગનભાઇ દવે (ઉ.વ. 36) તે મગનભાઇ વાલાભાઇ દવેના પુત્ર
તા. 12-8-2026ના અવસાન પામ્યા છે. તા. 16-8-2026ના રવિવારે બેસણું (લોકાઇ)
અને રાત્રે જાગપાઠ ધોળાવીરા ખાતે.