ભુજ : પરાગ (પરેશ) પ્રમોદરાય જેઠી (ઉ.વ. 50) તે સ્વ. શાંતાબેન પરશુરામ પોપટલાલના
પૌત્ર, ગં.સ્વ. ક્રિષ્નાબેન પ્રમોદરાયના પુત્ર,
ધવન, નીલેશ, મનોજ,
શીતલ, વિશાલ, અમિતા,
રાણી, દર્શનાના ભાઇ, સંતોષબેન
(સોનુ) તથા અંજલિના દિયર, અરુણ ચમનલાલના સાળા, સ્વ. સરસ્વતીબેન પુરુષોત્તમરાય (કોટા-રાજસ્થાન)ના દોહિત્ર, ગં.સ્વ. શીલાબેન ગોવિંદભાઇ, નિર્મળાબેન પ્રદીપભાઇ,
જિતેન્દ્રના ભત્રીજા, હર્ષના કાકા, પૂજા અને પાર્થના મામા, કરણ પરાગભાઇના મામા સસરા,
સ્વ. પરમસુખ, સ્વ. શિવકુમાર, સ્વ. નવલલાલ, ઇશ્વરલાલના ભાણેજ તા. 12-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 14-8-2026ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 જેષ્ઠી સમાજવાડી, જૂની મચ્છીપીઠ, ભુજ ખાતે.
ભુજ : હવાબાઇ ઇસ્માઇલ સાંધાણી (ઉ.વ. 67) તે આમદ તથા મામદના માતા તા.
11-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 13-8-2026ના ગુરુવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, ભીડ નાકા, ભુજ ખાતે.
અંજાર : નોડે લાલમામદ (ઉ.વ. 50) તે મ. નોડે નૂરમામદ તુગાજીના પુત્ર, નોડે અશફાકના પિતા, હુશેન
(કે.પી.ટી.), ઇકબાલ, ઇલિયાસના ભાઇ,
મ. સમેજા ઇબ્રાહિમ ઇસ્માઇલ (ઢોરી)ના જમાઇ, સમેજા
ઇસ્માઇલ, અદ્રેમાનના બનેવી, સમેજા મુબારક
હાજીના સાઢુભાઇ, મ. નોડે ફકીરમામદ ઇસ્માઇલ, મ. નોડે ઇશાક ઇસ્માઇલ, નોડે ઇબ્રાહિમ સાલેમામદ,
નોડે સિધિક સાલેમામદના ભાણેજ, મ. નોડે કાસમ જુમ્મા
(કે.પી.ટી.), કેર ઇબ્રાહિમ સુલેમાન (ભુજ)ના સાળા તા. 11-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 14-8-2026ના શુક્રવારે સવારે 10થી 11 કુંભાર સમાજવાડી ખાતે.
અંજાર : રાયમા હલીમાબેન (ઉ.વ. 76) તે મ. હાસમ હુશેનના પત્ની, મ. ઓસમાણ કેસરના પુત્રી, મ. ઇસ્માઇલ ઉર્ફે ભલાકાકા, હાજી મામદ (પેટન),
અબ્દુલ સાહેબના બહેન, મ. હાજી રમજાન, હાજી ઇલિયાસ, હાજી નૂરમોહમદ (જમીઅત), ફકીરમામદ, રજાક, અસગર, હમજા, દિલાવરના કાકાઇ બહેન, મ.
અનવર (મોરબી), અબ્દુલ (અંજાર), સલીમ (ગઢશીશા),
સોકત (કપાયા)ના ભાભી, અબ્બાસ, અખ્તર (એડવોકેટ), અબુભખર, ઇબ્રાહિમ,
ખાલીદ, અબ્દુલકરીમ, હનીફ
ઓસમાણ, હાજી ઇશા, હસન, સલીમ (પ્રમુખ આરવાયસી), ઉમર, દિલાવર,
રફીક (ટીઆરબી)ના ફઇ તા. 11-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-8-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન પોસ્ટ ઓફિસ પાસે, અંજાર ખાતે.
કોડકી (તા. ભુજ) : ચાગબાઇ
(ઉ.વ. 70) તે મેઘજી મૂરજી બુચિયાના પત્ની, સ્વ. વેલજી શિવજી પાતરિયા (કપાયા)ના પુત્રી,
સ્વ. મૂરજી ખેરાજ બુચિયાના પુત્રવધૂ, રતનબેન,
પ્રેમિલાબેન, દામજી, ધનજી,
રમેશ (મુકેશ)ના માતા, આતુભાઇ, પ્રકાશ હાથી (પીજીવીસીએલ), હંસાબેન, રતનબેન, અનિતાબેનના સાસુ, સ્વ.
રાજબાઈ, સ્વ. નાનબાઇ, ધનુબેન, કાંતાબેન, રાયશીભાઈના બહેન, નેહા,
સલોની કિરણ, ધીરેન, અંશ,
વીરના દાદી, રાજન, કિશન,
જિજ્ઞેશ, રસીલા, હિના,
ગૌરી, રાજેશ્વરીના નાની, સુમાર, ગાવિંદ, શિવજી, ભચીબાઈ, સ્વ. આશબાઇ ગાભાભાઈ, મોહન,
સ્વ. ભીખાલાલના ભાભી, સ્વ. દેવજી (લાલ બાદશાહ)ના
નાના ભાઈના વહુ, ગં.સ્વ. ગાંગબાઇ કેશા સૂર્યા, ગં.સ્વ. ખેતબાઈ વેલજી ઠોંટિયાના ભત્રીજાવહુ, ચાગબાઈ,
હીરબાઇ, ધનબાઈ, ધનબાઈ ગાભાના
જેઠાણી, સ્વ. માનબાઇના દેરાણી, લક્ષ્મણ,
ખીમજી, ધનજી પ્રવીણ, રમેશ,
દિનેશ શંકર, સોના, ગીતા,
રાજેશ, મનીષ, મમતાના મોટીમા
તા. 10-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
પાણિયારું તા. 13-8-2026ના ગુરુવારે નિવાસસ્થાન કોડકી
ખાતે.
ચંદિયા (તા. અંજાર) : વિરાભાઇ મેતા (આહીર) (ઉ.વ. 85) તે સ્વ. રાધુભાઇ મેપાભાઇ મેતાના
પુત્ર, સ્વ. ભીમાભાઇ મેપાભાઇ મેતાના ભત્રીજા,
સ્વ. કુંવરબેનના પતિ, સ્વ. વેલાભાઇ, સ્વ. ધાસીબેન મજાભાઇ જરૂ (ભુવડ), કાનાભાઇના ભાઇ,
રામજીભાઇ, માલાભાઇ, જેઠાભાઇ,
લક્ષ્મીબેન નાગદાનભાઇ જરૂ (ભુવડ)ના પિતા, પરબતભાઇ,
સ્વ. કરશનભાઇ, સ્વ. મંગાભાઇ, સ્વ. સામજીભાઇના કાકા, કરશનભાઇ, રામજીભાઇ, મજાભાઇ, દેવાભાઇ,
વાલજીભાઇના મોટાબાપા, દિનેશ, રાજુ, હાર્દિક, સંદીપ, હરેશ, શારદા, જમના, ગોપી, રાધિકા, ક્રિષ્નાના દાદા,
નિધિ, રાજવંતી, નિમેષના નાના
તા. 11-8-2026ના અવસાન પામ્યા છે. લોકાઇ
નિવાસસ્થાન ચંદિયા ખાતે.
બિદડા (તા. માંડવી) : માનબાઈ ગાવિંદજી પરમાર (ઉ.વ. 83) તે સ્વ. ગાવિંદજી ભગવાનજી પરમારના
પત્ની, વસંતજી, લક્ષ્મણજી,
પ્રવીણસિંહ, સ્વ. રણછોડજી, મહેન્દ્રાસિંહ, દમયંતીબેન (ટુંડા), ચંપાબેન (સુથરી)ના માતા, અમિતાસિંહ, ભાવિકાસિંહ, જિતેન્દ્રાસિંહના દાદી, સ્વ. દામજી કેશવજી (ટુંડા), ગુલાબાસિંહ (સુથરી),
સામુજી, સ્વ. હરિભા શામજીભાઈ સોઢા (ડુમરા), કુવરબેન બુધિયા (ડુડિયા)ના
બહેન તા. 12-8-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 14-8-2026ના
શુક્રવારે બપોરે 3થી 5 રામ મંદિર, બિદડા ખાતે.
મોટી વિરાણી (તા. નખત્રાણા) : વાલજી ઉર્ફે (ધનજી) વાછિયા બળિયા
(ઉ.વ. 49) તે સ્વ. હીરબાઈ તથા વાછિયાભાઈ
ગાભાભાઈ બળિયાના પુત્ર, વેલાબેનના
પતિ, મહેશ, ક્રિષ્નાબેન તરુણ ગોરડિયા (અરલ
નાની), વિનિતાબેનના પિતા, મગનભાઇ,
માલાભાઈ, મૂરજીભાઈ, ગંગદાસભાઈ,
મગીબેન લધારામભાઈ ભધરુ (ગણેશનગર-નખત્રાણા)ના ભાઈ, ભાવેશ, ભાવિક, વર્ષા, ભરત, રમેશના મોટાબાપુ, હરિભાઈ,
રાધાબેન વિજયભાઈ બોખાની (ભુજોડી), શંકર,
રામજી, મનીષાબેન મનોજભાઈ ભધરુ (મથલ), હરેશના કાકા, વનિતા, વંદના,
મીરા, મનવીર, શિવમ,
નીતેશના દાદા, માલાભાઈ સામતભાઇ ઓઢાણા (ગણેશનગર-નખત્રાણા)ના જમાઈ, કાનજી
માલાભાઈ, દેવજી માલાભાઈના બનેવી તા. 12-8-2026ના અવસાન પામ્યા છે. બારસ તા.
22-8-2026ના શનિવારે સાંજે આગરી તથા
તા. 23-8-2026ના રવિવારે સવારે ઘડાઢોળ. સાદડી
નિવાસસ્થાન મફતનગર, મોટી વિરાણી
ખાતે.
નાના અંગિયા (તા. નખત્રાણા) : રબારી ભીમા લધા (ઉ.વ. 90) તે સ્વ. વીજુબેન તથા સ્વ. જીવીબેન ના પતિ, સ્વ. રબારી લાખા લધા, સ્વ. નથુ લધા, સ્વ. ભરમી ગગુ (રવા), દેવીબેન વકા (બોચા)ના ભાઈ,
રબારી આશાભાઈના પિતા, ભીખા નથુ, દેવા નથુ, હીરા નથુ, વજુબેન દેવશી
(સણોસરા), વકા લાખા, કમુબેન રાણા (ખાંભલા),
સ્વ. જલુબેન ચના (સેનેટરી), હરખુબેન લાખા (અંગિયા)ના
કાકા, માધુબેન વંકા (નથરકુઇ), નાથીબેન મંગલ
(સણોસરા), સ્વ. કાયા થાવર, મગું થાવર (પખા),
સ્વ. મેગુબેન જલા (જુલરાઈ), મખીબેન કલા (જમણવારા)ના
બનેવી, ભરત, ભાવેશ, હર્ષદ, કાના, જલુબેન, જિજ્ઞાબેન, ભાવનાબેન, હીનાબેન,
ગીતાબેનના દાદા તા. 12-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને નાના અંગિયા ખાતે.
તેરા (તા. અબડાસા) : ખલીફા ફાતમાબાઈ જુસબ (ઉ.વ. 65) તે ખલીફા જુસબ ઇબ્રાહિમના પત્ની, મજીદ, રફીક, મુસ્તાકના માતા, જુણસના કાકી, મ.
કાસમ અધ્રેમાન (સાંધાણ)ના પુત્રી, મ. કાસમ ઈબ્રાહિમ, ઈસ્માઈલ ઇબ્રાહિમ, અબુબખર, સાલેમામદ,
મ. સલેમાન, જકરિયા જુમ્માના ભાભી, અબ્બાસ ઈબ્રાહિમ (લઠેડી)ના સાસુ, ગની હારુન (કોઠારા),
મો.સિદ્દીક મુસાના કાકીસાસુ, શાહીદ, સાદીક, ઝાબીરના દાદી તા. 11-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા 14-8-2026ના શુક્રવારે સવારે 10 વાગ્યે ખત્રી જમાતખાના, તેરા ખાતે.
કપુરાશી (તા. લખપત) : ડો. શંકરલાલ રાજગોર તે સ્વ. કાનજીમલ દેવજીમલ
રાજગોરના પુત્ર, સ્વ. સોનજી, સ્વ. સગાળજી, ડો. રાવતાજી, સ્વ.
ટેકચંદ, સ્વ. ઇશ્વરલાલ, ડો. બાબુલાલ (સાતા),
શાંતાબેન જોષીના ભાઇ, સ્વ. મહેશ, મુકેશ, હરેશ, પુષ્પા, ગીતા, રમીલા, કલા, વિમલા, નીતાના પિતા, મહાવીર,
કપિલ, શિવાંશ, માહિરીના દાદા
તા. 11-8-2026ના અવસાન પામ્યા છે.
વડોદરા/મુંબઇ : મૂળ મઉં મોટીના હિંમતલાલ રાજાવાઢા (હકુભા) (ઉ.વ.
72) તે સ્વ. મુક્તાબેન દામજી રાજાવાઢાના
પુત્ર, અ.સૌ.સ્વ. હેમલતાબેનના પતિ, સ્વ. દમયંતીબેન પુરષોત્તમ સોનેજી (પોરબંદર)ના જમાઇ, તુષાર,
અતુલ અને અરૂણાના પિતા, જિજ્ઞા અને સતીશ વિજયભાઇ
મામતોરાના સસરા, યશ્વીના દાદા, હર્ષિતના
નાના તા. 10-8-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-8-2026ના ગુરુવારે સાંજે 4થી 5 પાંજીવાડી, કાંજુર માર્ગ, ઇસ્ટ,
મુંબઇ ખાતે.
મુંબઇ : મૂળ કચ્છ-ગુંદાલાના જ્યોતિબેન (ઉ.વ. 76) તે નરેન્દ્ર સોમૈયાના પત્ની, સ્વ. લક્ષ્મીબેન રામજી સોમૈયાના પુત્રવધૂ,
સ્વ. લીલાવંતીબેન ભગવાનજી ભીંડે (કચ્છ વાંકી-પત્રી)ના પુત્રી,
સ્વ. પ્રભાબેન હરિરામ સચદે, સ્વ. મંજુલાબેન રમેશચંદ્ર
સોનાઘેલા, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. શાંતિભાઇના
બહેન, ગં.સ્વ. સીતાબેન, સ્વ. ભારતીબેનના
નણંદ, હેતલ અને પુનિતના માતા, નીરવ ચંદ્રકાન્ત
દાવડાના સાસુ, યોગેશ, રાખીના ફઇ,
સ્વ. સાવિત્રીબેન અમૃતલાલ રાણા, સ્વ. કુસુમબેન
શંભુલાલ સેજપાલ, ગં.સ્વ. મંજુલાબેન લક્ષ્મીચંદ કોટેચા,
ગં.સ્વ. નિરુપમા શંભુલાલ સચદેના ભાભી તા. 11-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભીંસરાના લક્ષ્મીચંદ સાવલા (ઉં. 74) તે નેણબાઈ ભારમલના પુત્ર. લતાના પતિ. દિક્ષીત, મીનલના પિતા. શાંતાબેન માખણલાલ ચૌધરીના જમાઈ.
સ્વ. દેવચંદ, પાનાચંદ, સ્વ. સુંદરજી,
કાંતી, કેસરબેન, નિર્મળાના
ભાઈ અવસાન પામ્યા છે.
બિદડાના પ્રેમીલાબેન દેઢિયા (ઉં. 84) તે ભચીબાઈ જગશીના પુત્રવધૂ. પ્રેમજીના પત્ની. જયેશના માતુશ્રી.
મોંઘીબેન લાલજી વેલજીની પુત્રી. છગનલાલ, મનસુખ, અમીચંદ, પ્રવીણા મણીલાલના
બેન અવસાન પામ્યા છે.
મેરાઉના શાંતાબેન ગાલા (ઉં. 84) તે પોપટલાલના પત્ની. રાણબાઈ ઉમરશી દેવજીના પુત્રવધૂ. જયેશ, શિલ્પા, રીટાના માતા.
હીરબાઈ હીરજી રતનશી દેઢિયાના પુત્રી. ઘનજી, ઉમરશી, નાગશી, કાંતિ, તેજબાઈ, નિર્મળા, લીલાવંતી, હસ્તિકલા,
મોક્ષીલાના બહેન અવસાન પામ્યા છે.
મોટા રતડીયાના ભાઈલાલ શાહ (ગડા) (ઉં. 90) તે જેઠીબાઈ મોહનલાલ ભવાનજીના પુત્ર. ગંગાબેનના પતિ. નિલેશના
પિતા. પ્રેમચંદ, હરખચંદ, હીરામણી દામજી, ગુલાબબેન ખીમજી, મંજુલા ડુંગરશી, હેમલતા મણીલાલના ભાઈ. પાનબાઈ ભારમલ લીલાધર
ગોસરના જમાઈ અવસાન પામ્યા છે.
(સૌ. : કવીઓ જૈન ખબરપત્રિકા)