• બુધવાર, 27 મે, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ વિંઝાણના વસંતકુંવરબા જાડેજા (ઉ.વ. 73) તે સ્વ. સાવજાસિંહજી વખતાસિંહજી જાડેજા (પ્રમુખ કચ્છ ઈતિહાસ પરિષદ)ના પત્ની, વીરભદ્રાસિંહ (શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ), શિવભદ્રાસિંહ (આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડી.પી. વર્લ્ડ-મુંદરા)ના માતા, કિશોરાસિંહ (પૂર્વ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન), સજ્જનાસિંહ (સરપંચ, વિંઝાણ ગ્રામ પંચાયત), સ્વ. પ્રાગજીભાઈ, હરિશ્ચંદ્રાસિંહ (પૂર્વ પ્રમુખ અબડાસા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ), રઘુવીરાસિંહ, વિક્રમાસિંહ (ઉપપ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ કિસાન મોરચા)ના ભાભી, હરદીપાસિંહ, ધર્મદીપાસિંહ, મહિપાલાસિંહના દાદી, સ્વ. કલ્યાણાસિંહજી ઉમેદાસિંહજી વાઘેલા (વાસણા ઈયાવા)ના પુત્રી, ધર્મેન્દ્રાસિંહ વાઘેલા, દિલીપાસિંહ વાઘેલા, શૈલેદ્વાસિંહ વાઘેલાના બહેન તા. 3-5-2026ના અવસાન પામ્યસા છે. સાદડી 12 દિવસ સુધી નિવાસસ્થાન ભુજ ખાતે. પ્રાર્થનાસભા તા. 28-5-2026ના ગુરુવારે સાંજે 4થી 6 કડવા પાટીદાર સમાજવાડી (લક્ષ્મીનારાયણ અતિથિ ભુવન) ભુજ ખાતે.

ભુજ : સમા કાદર ઇસ્માઇલ (ઉ.વ. 48) તે મ. ઇસ્માઇલ અલીમામદના પુત્ર, સમા રમજુ અબુબકરના ભાઇ, ફિરોઝ, ઇમ્તિયાઝ, કરીમના પિતા, ફકીર હાસમ હુશેન, સદામ સમેજા, મુસ્તાક મુસાના મામા, સમા સલીમ, મોસીન, અસ્લમ, ઇમરાન, જાવેદ, ફિરોઝના કાકા, ભટ્ટી રમજુ ભચુ (ભુજપુર)ના જમાઇ, સમા અબ્દુલ સાલેમામદના પિતરાઇ ભાઇ, બાવા ફકીરમામદ ઇશા, રફીક બાવા, ઘાંચી સલીમના મામાઇ ભાઇ, પઠાણ અસગર જુસબ, મીંઢા અનવર જુમાના સસરા તા. 25-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-5-2026ના બુધવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, ભીડગેટ, ભુજ ખાતે.`

ભુજ : મૂળ અમદાવાદના નીતિનભાઇ દિનકરરાવ દેસાઇ (ઉ.વ. 91) તે સ્વ. સાહિણીબેનના પતિ, ડો. હેમાલીબેન ચંદેના પિતા, ડો. મુકેશ ચંદેના સસરા, પ્રિયાંશી અને પ્રિયાંશના નાના, જતિનભાઇ, અખિલભાઇ, શૈલેશભાઇ, પંકજભાઇ, સંદીપભાઇના ભાઇ, લીલાધરભાઇ ભીમજીભાઇ ચંદેના વેવાઇ તા. 25-5-2026ના અવસાન પામ્યા છે.

ભુજ : હાજિયાણી શકીનાબાઇ અબ્દુલ્લા બકાલી (ઢંઢવાળા) (ઉ.વ. 66) તે હાજી અબ્દુલ્લા અલીમામદ બકાલીના પત્ની, અલીમોહમદ અબ્દુલ્લા સમા (સાહિલ લોજિસ્ટિક), મોહમદ હનીફ અબ્દુલ્લા સમા (એ ટુ ઝેડ ફૂડ), મુમતાજ બશીર અહેમદ સમા, ખેરૂનીશા મો. નશીરના માતા, હાજી બશીર અહેમદ હાજી બાલુઅલી સમા (અમન ઇન્ડસ્ટ્રીઝ), મોહમદ નશીર હાજી જુમા સમા (પી.જી.વી.સી.એલ.-એલ.આઇ.)ના સાસુ, મ. હુશેન અલીમામદ સુમરા, મ. સુલેમાન અલીમામદ સુમરા, મ. મામદ અલીમામદ સુમરા, ફાતમાબેન ફકીરમામદ ભટ્ટીના બહેન તા. 25-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-5-2026ના બુધવારે સવારે 8.30થી 9.30 બકાલી મસ્જિદ, પાટવાડી નાકા બહાર, ભુજ ખાતે.

ભુજ : ચાકી ઇકબાલ (ઉ.વ. 47) તે મ. હાજી સુલેમાન દાઉદ બાનાણીના પુત્ર, મ. ઓસમાણ દાઉદના ભત્રીજા, નૂરમામદ, અબ્દુલ ગફાર, યુસુફ, મુસા, હમીદ, મહેમૂદના ભાઇ, હુશેન, રમજાનના કાકાઇ ભાઇ તા. 25-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-5-2026ના બુધવારે સવારે 9.30થી 10.30 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, ભુજ ખાતે.

ભુજ : મૂળ રામપર વેકરાના પ્રેમજી આત્મારામ બોચિયા (ઉ.વ. 64) (એન્જલ એન્ટરપ્રાઇઝ) તે ગં.સ્વ. મીણાબાઇ આત્મારામના પુત્રસોનીબેનના પતિ, સ્વ. હંસા, લલિત, દક્ષા, મહેશના પિતા, સ્વ. મેઘબાઇ કમાં વારસુર, સ્વ. વાલબેન પચાણ સીજુ (ભુજ), બુધાભાઇ, ભચુભાઇ, સ્વ. ખેતાભાઇ, રાજાભાઇ, અમૃતભાઇના નાનાભાઇ, શિવજીભાઇ, રવજીભાઇના મોટાભાઇ, ભીખા દેવજી, કરશન દામજીના કાકા, ઉદય, મિત, એન્જલ, રચિત, શાનવીના દાદા, નિર્મળાબેન, રાજેશ ગુડાર (આદિપુર), ભારતીબેનના સસરા, મુરજી માયા સીજુ (ભુજ)ના બનેવી, સ્વ. માલશી, માવજી, દેવજી, અશોકના મામા, મનસુખ ઓઢાણા (ભુજ), કરમશી નારણ ગુડાર (આદિપુર), નાનજી ભીમજી ખરેટ (ભુજોડી)ના વેવાઇ તા. 25-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા દહાડો તા. 27-5-2026ના સાંજે આગરી તથા 28-5-2026ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાન રાવલવાડી ખાતે, પ્રાર્થનાસભા તા. 27-5-2026ના સાંજે 5થી 7 રામદેવપીર મંદિર ચોક, રાવલવાડી ખાતે.

અંજાર : મૂળ લોહારિયાના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) ત્રિવેણીબેન જીવરામભાઈ ચાવડા (ઉ.વ. 72) તે જીવરામ માધવજીભાઈ ચાવડાના પત્ની, સ્વ. બચુબેન તથા સ્વ. માધવજીભાઇ વિશ્રામભાઇ ચાવડાના પુત્રવધૂ, જિતેન્દ્ર તથા સંજયના માતા, સ્વ. મણિબેન તથા સ્વ. વાઘજીભાઇ દેવશીભાઈ જેઠવાના પુત્રી, સ્વ. કાન્તાબેન દયારામ ચાવડાના દેરાણી, સ્વ. નયનાબેન દલપતભાઈ ચાવડા, ચેતનાબેન નરભેરામભાઇ ચાવડા, મનિષાબેન મનસુખભાઈ ચાવડા, કવિતાબેન કિશોરભાઈ ચાવડાના જેઠાણી, દમયંતીબેન હરિલાલભાઈ જેઠવા, મીનાબેન કાંતિલાલભાઈ ચૌહાણના ભાભી, નરોત્તમભાઈ વાઘજીભાઈ જેઠવા (અમદાવાદ), રમેશભાઈ વાઘજીભાઈ જેઠવાના બહેન, સ્વ. ચનુબેન નવીનભાઈ ચૌહાણ, ઉષાબેન ગિરધરભાઈ પરમાર, જયશ્રીબેન અશોકભાઈ, સ્વ. દક્ષાબેનના બહેન તા. 24-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-5-2026ના બુધવારે સાંજે 5.30થી 6.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન અંજાર ખાતે ભાઈઓ તથા બહેનોની સાથે.

અંજાર : હરિલાલ ભીખાભાઇ ગુદરાસણિયા (સોરઠિયા) (ઉ.વ. 49) તે ગં.સ્વ. સેજીબેન ભીખાભાઇ ગુદરાસણિયાના પુત્રદક્ષાબેનના પતિ, સ્વ. કુંવરબેન ખેતાભાઇ ગુદરાસણિયા, સ્વ. લિરાબેન વાલજીભાઇના પૌત્ર, ગં.સ્વ. રતનબેન કાનજીભાઇ, વનિતાબેન મનજીભાઇના ભત્રીજા, શારદાબેન જેન્તીભાઇ બાંભણિયાના જમાઇ, રસીલાબેન શામજી હડિયા, સવિતાબેન શામજીભાઇ હડિયા, ગં.સ્વ. ગૌરીબેન જીવરામભાઇ માલસતર, ગં.સ્વ. રિતુબેન નીલેશભાઇ બાંભણિયા, જયશ્રીબેન સુરેશભાઇ વાઘમશીના ભાઇ, મિત્ય, ઉર્મિલ, બંસરી, કૃપાલી, યશ્વીના પિતા, કેવલકુમાર, પ્રેમજીભાઇ કાતરિયાના સસરા, સ્વ. ડાઇબેન ડાયાભાઇ વાઘમશીના દોહિત્ર તા. 25-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-5-2026ના બુધવારે સાંજે 5.30થી 6.30 યદુવંશી સોરઠિયા સમાજવાડી (શ્રીકૃષ્ણ વાડી નીચેના હોલ), `

અંજાર ખાતે.

અંજાર : મૂળ મુંદરાના સોની શાંતિલાલ હાથીરામ વૈઠા (ઉ.વ. 80) તે જીતુબેન (જ્યોતિબેન)ના પતિ, હિતેષ, અમિતના પિતા, સ્વ. ભવાનજીભાઇ, સ્વ. લીલાધરભાઇ, સ્વ. વાડીલાલભાઇ, સ્વ. ચંદુબેન ખેંગારભાઇ ભીંડી, હરખુબેન રતનશીં પોલરાના નાના ભાઇ, સ્વ. પાર્વતીબેન હરજીવનભાઇના જમાઇ તા. 24-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-5-2026ના બુધવારે સાંજે 5થી 6 પ્રજાપતિ છાત્રાલય ભવન, નયા અંજાર ખાતે.

મુંદરા : ખત્રી શેરબાનુ ઝકરિયા વાઢા (ઉ.વ. 74) તે આસિફ, અનિસ, અમીન, આસિફા સુલેમાન (ભુજ), બિલકીશ નૌશાદ (મુંદરા)ના માતા, અબ્દુલરહીમ, મકસુદ એહમદ, હવાબાઈ સલીમ, કુલસુમ ઓસમાણગનીના બહેન, કૌસર ફૈઝ (મુંદરા), મોઇન, ઉઝમા, મોહમ્મદ, ઈરમ, અહમદના દાદી તા. 25-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-5-2026ના બુધવારે સવારે 10.30થી 11.30 ખરોત દરગાહ કંપાઉન્ડ, મુંદરા ખાતે.

મુંદરા : મૂળ મેરાઉના રતનબેન ગોપાલ ભીમાણી (ઉ.વ. 98) તે સ્વ. વિશ્રામભાઈ, સ્વ. શિવગણભાઈ, સ્વ. લાલજીભાઈના ભાઈના પત્નીસ્વ. મનજીભાઈ, સ્વ. માવજીભાઈ, સ્વ. હીરબાઈ લધાભાઈ ભગત (આણંદસર-કોલ્હાપુર), સ્વ. કાનબાઈ હરજી નાકરાણી (નવી મંજલ)ના ભાભી, મગનભાઈ (ભુજ), ડાહ્યાભાઈ (માંડવી), દેવચંદભાઈ (દેશલપર), દામજીભાઈ (દેશલપર), ગં.સ્વ. પાર્વતીબેન હરજી ભગત (ગઢશીશા), લીલાબેન શાંતિલાલ વાસાણી (ગંગાપર/ ગાંધીધામ), રુક્ષ્મણિ મનસુખ વાસાણી (મદનપુરા/મુંબઈ)ના માતા, દેવકાબેન, પાનુબેન, પ્રભાબેન, ગંગાબેનના સાસુ, દક્ષાબેન, જયશ્રીબેન, નીતાબેન, અનુબેન, નિકિતાબેન, મોહિનીબેન, ગોપીબેનના દાદીસાસુ, સ્વ. પુરીબેન હંસરાજ ખેતા ડાયાણી (ધાવડા મોટા)ના પુત્રી, દિલીપ, જિતેન્દ્ર, ચંદ્રકાંત, સતીશ, પ્રદીપ, પ્રિયંક, પાર્થ, વિજયા કાંતિલાલ, મુક્તા રમેશ, મીના પ્રકાશ, પ્રવીણા તુલસી, રિના દીપક, રૂપલ જિજ્ઞેશના દાદી, ધ્વનિ નિકુંજ રામાણી, સુચિ, મન, મિત, હેત્વી, શિવમ, ચાર્મિ, દેવ, આરવ, વૈશ્વિ, આન્યા, હર્ષિવ અને વિહાનના પડદાદી તા. 24-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-5-2026ના મંગળવારે સવારે 8.30થી 11.30 કડવા પાટીદાર સનાતન સમાજવાડી, મુંદરા ખાતે તેમજ તા. 27-5-2026ના બુધવારે સાંજે 4થી 6 લક્ષ્મીનારાયણ સમાજવાડી, માંડવી ખાતે.

નખત્રાણા : બાબુભાઇ દેવજીભાઇ ભગત (ઉ.વ. 74) તે સ્વ. શારદાબેનના પતિ, ભરતભાઇ, સચિનભાઇ, કમળાબેન (બેંગ્લોર), રસીલાબેન (રાયપુર), નીતાબેનના પિતા, પ્રવીણભાઇ, સ્વ. ભગવતીબેન (મહેસાણા)ના મોટાભાઇ, રેખાબેન, તૃપ્તિબેનના સસરા, ધ્રુવ, શુભમ, પાર્થ, તમન્નાના દાદા, પરેશભાઇના મોટાબાપા તા. 25-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-5-2026 સુધી નિવાસસ્થાન ગોકુલધામ સોસાયટી, નખત્રાણા ખાતે, તા. 27-5-2026ના સાંજે 4થી 5.30 નવાવાસ પાટીદાર સમાજવાડી ખાતે.

ઝુરા-કેમ્પ (તા. ભુજ) : સોઢા જામકોરબા ભાવસિંહ (ઉ.વ. 79) તે સ્વ. ભાવસિંહ ખાનજીના પત્ની, સ્વ. મંગલસિંહ, પ્રાગજીના ભાભી, ખેતસિંહ, રવિરાજસિંહ, સુરતસિંહના માતા, હાલાજી સવાઇસિંહ, સ્વ. ભીમજી, પ્રવીણસિંહ, રાણસિંહ, નાજાજી, અશોકસિંહના કાકી, સિદ્ધરાજસિંહ, દિગ્વિજયસિંહ, સત્યરાજસિંહ, રાજદીપસિંહ, ઇશ્વરસિંહ, અજયસિંહ, દેવેન્દ્રસિંહ, અર્જુનસિંહ, ભુરજી, દેવેન્દ્રસિંહના દાદી તા. 23-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 1-6-2026ના સોમવારે રાત્રે આગરી અને તા. 2-6-2026ના મંગળવારે સવારે ઘડાઢોળ (બારસ) નિવાસસ્થાન ઝુરા-કેમ્પ ખાતે.

નારાણપર-રાવરી (તા. ભુજ) : જત આમદ ઇસ્માઇલ (ઉ.વ. 70) તે જત અજિત આમદ, જત ધુલા આમદના પિતા, જત ફકીરમામદ ઇસ્માઇલ, જત અબદરેમાન ઇસ્માઇલ, જત હુશેન ઇસ્માઇલના ભાઇ, હુશેન કાસમ બુઢા (નારાણપર), ઉમર સલેમાન (નારાણપર), મામદહુશેન જુસબ (કુણાઠિયા), મામદહુશેન ઇસ્માઇલ (નારાણપર), અલીમામદ રમજુ (પલીવાડ)ના સસરા, જુનૈદ, આકિબ, રેહાનના દાદા તા. 25-5-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 27-5-2026ના સવારે 10થી 11 નારાણપર જમાતખાના ખાતે.

મસ્કા (તા. માંડવી) : કચ્છી રાજગોર મૂળશંકર રામજી નાથાણી (ઉ.વ. 78) તે સ્વ. કાશીબાઈ રામજી લક્ષ્મીદાસ નાથાણીના પુત્ર, સ્વ. સુશીલાબેનના પતિ, સ્વ. હિંમત, અલ્પાબેન નવીન મોતા (બાગ), વૈશાલીબેન મયૂર કેશવાણી (ભુજ), સંજયના પિતા, સ્વ. હરેશ, સ્વ. સુરેશ, સ્વ. હીરાગૌરીબેન શાંતિલાલ નાકર (ભુજ), નિમુબેન રણછોડજી મોતા (નાગોર), કલાવતીબેન વલમજી મોતા (બાગ)ના ભાઈ, રેખાબેનના જેઠ, લવ અને દિશાના દાદા, મીત, મિશ્વી, શ્રેયા, પ્રિન્સીના નાના, દીક્ષિતા રિતેશ મોતા, પૂનમબેન રાહુલના કાકા, સ્વ. કરશનજી લક્ષ્મીદાસ નાથાણીના ભત્રીજા, સ્વ. રાધાબાઈ હીરજી ભટ્ટ (પત્રી)ના જમાઈ, સ્વ. જેન્તીભાઇ, સ્વ. મગનભાઇ, સ્વ. કિશોરભાઈ, સ્વ. રૂક્ષ્મણીબેન ભીમજી મોતાના બનેવી તા. 25-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-5-2026ના બુધવારે સાંજે 4થી 5 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.

ફરાદી (તા. માંડવી) : ગોસ્વામી વિપુલગિરિ હરિગિરિ (ઉ.વ.46) તે લીલાવતીબેન હરિગિરિના પુત્ર, છાયાબેનના પતિ, મહેકગિરિ, હેતગિરિના પિતા, ચંદ્રેશગિરિના ભાઇ, સાધનાબેનના દિયર, રિંકલ, દેવાંગના કાકા, સરલાબેન નવીનપુરી ગોસ્વામી (કાઠડા), ડિમ્પલબેન દિનેશગિરિ ગુંસાઇ (ચંદ્રોડા), રશ્મિબેન સમીરગિરિ ગુંસાઇ (માધાપર)ના ભાઇ, સાગર, દીપક, પૂજન, ભાવિકા, શીતલ, દિવ્યાના મામા, ગં.સ્વ. જયાબેન શંકરગિરિ, સ્વ. શંભુગિરિ, સ્વ. કસ્તૂરબેન, સ્વ. વિદ્યાબેન, ગં.સ્વ. કાન્તાબેનના ભત્રીજા, પ્રવીણગિરિ, સ્વ. હર્ષદગિરિ, ભરતગિરિ, કલ્પેશગિરિ, કુમારગિરિ, અનીતાબેન, રીટાબેનના પિતરાઇભાઇ, સ્વ. કુંવરપુરી રામપુરી (નખત્રાણા)ના દોહિત્ર, સ્વ. પદ્માબેન નેનકમલગર (મુંબઇ), પ્રેમપુરી, સ્વ. રણછોડપુરી, સ્વ. નરેન્દ્રપુરી, સ્વ. રમેશપુરી હીરાપુરીના ભાણેજ, હંસાબેન મહેન્દ્રગિરિ (પદ્ધર)ના જમાઇ, ધવલગિરિ મહેન્દ્રગિરિના બનેવી તા. 24-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-5-2026ના સાંજે 4થી 5 ભીડભંજન મહાદેવ મંદિર, ફરાદી ખાતે.

બિબ્બર (તા. નખત્રાણા) : વિશાજી હેમરાજજી સોઢા (ઉ.વ. 49) તે સ્વ. હેમરાજજી કરશનજીના પુત્ર, સ્વ. જશુભા, કુંભાજી, સ્વ. રાણાજી, નારાણજી, ગાભુભા, પ્રતાપાસિંહ, મુરાજી, દાનસંગજી, પતુભાના ભાઇ, સુરૂભા, કારૂભા, ચંદુભા, સ્વરૂપાસિંહ, અજયાસિંહ, માનસંગજીના કાકા, સ્વ. દાજીભા, સ્વ. મનુભા, દાનુભા (વમોટી હાલે અમદાવાદ)ના ભાણેજ, શિવુભા, ટપુભા, ગાભુભાના સાળા, ધીરુભા, જોરુભાના મામા, કાનજી, નવલાસિંહ, રવુભાના કાકાસસરા તા. 20-5-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા-દશમવિધિ તા. 28-5-2026ના ગુરુવારે, બારસવિધિ તા. 29-5-2026ના શુક્રવારે નિવાસસ્થાને.

નાના અંગિયા (તા. નખત્રાણા) : કડવા પાટીદાર પરસોત્તમ સામજી પોકાર (ઉ.વ. 65) તે અનસુયાબેનના પતિ, મોહિની, રિયા, પાયલ, ઇશા, નિરાલીના પિતા, સ્વ. શાંતિભાઇના નાનાભાઇ, લખમશીભાઇ, નરશીભાઇના મોટાભાઇ, સ્વ. કસ્તૂરબેન (નખત્રાણા), શાંતાબેન (નખત્રાણા), પાર્વતીબેન (બેંગ્લોર), સ્વ. લીલાબેન (નખત્રાણા), રુક્ષ્મણીબેન (રત્નાગીરી)ના ભાઇ, દીપ્તિ, પુનિત, જાગૃતિના કાકા, ધારા, હીરલ, જિગર, શરદના મોટાપપ્પા તા. 24-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26/27-5-2026ના સવારે 8.30થી 10.30 અને બપોરે 3.30થી 5.30 નિવાસસ્થાને, પ્રાર્થનાસભા (જનરલ સાદડી) તા. 27-5-2026ના બપોરે 4થી 5.30 લક્ષ્મીનારાયણ સમાજવાડી ભવન, નાના અંગિયા ખાતે.

કોટડા (જડોદર) (તા. નખત્રાણા) : વિનોદ સામજી પદમાણી (ભગત) (ઉ.વ.65) તે ભગવતીબેનના પતિ, રાજુભાઇ, ભારતી, ગીતાના પિતા, રમણીકભાઇ ભગતના ભાઇ તા. 25-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 27-5-2026ના સવારે 8થી 11 અને સાંજે 3થી 5 રમણીક ભગતના નિવાસસ્થાન કોટડા (જ.) ખાતે.

હલરા (તા. ભચાઉ) : લક્ષ્મીબેન જશાભાઇ છુછિયા (ઉ.વ. 96) તે સ્વ. જશાભાઇ ભોજાભાઇના પત્ની, ઉમરભાઇ, નારણભાઇ, ભચુભાઇ, રણજિતભાઇ, પ્રકાશભાઇના માતા, અજિતભાઇ, હંસરાજભાઇ, અનિલભાઇ, ભાવેશભાઇ, વિજયભાઇ, નીલેશભાઇ, મહાવીરભાઇ, પૃથ્વીરાજ, જયરાજભાઇ, ધ્રુવરાજ, રાજપાલના દાદી તા. 24-5-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 03-06-2026ના સવારે, ઉત્તરક્રિયા તા. 04-06-2026ના પ્રકાશભાઇ જશાભાઇ છુછિયા (સરપંચ-હલરા)ના નિવાસસ્થાન મકાન નં. 200/1, સેક્ટર-1, રામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, આધોઇ (શાહુનગર) ખાતે.

મુંબઇ : મૂળ કચ્છ ગઢશીશાના હંસાબેન હરીશભાઈ કોઠારી (ઉ.વ. 68) તે સ્વ. બચુબેન જમનાદાસ કોઠારીના પુત્રવધૂ, રચના મયૂરભાઈ મજેઠિયા, ભક્તિ મનીષભાઈ પંડિતપૌત્રાના માતા, માનવ તથા કાર્તિકના નાની, સ્વ. જશોદાબેન શંભુલાલ સોતા (નાગ્રેચા)ના પુત્રી, શંકરભાઈ, સ્વ. કિશોરભાઈ, જગદીશભાઈ, મહેશભાઈ, સ્વ. યોગેશભાઈ ઠક્કર, સ્વ. મહેન્દ્રભાઈ ભીંડેના બહેન તા. 24-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.)

Panchang

dd