• સોમવાર, 25 મે, 2026

અવસાન નોંધ

ભુજ : તુષાર ઘનશ્યામભાઇ ઠક્કર (ઉ.વ. 44) તે ધર્મિષ્ઠા ઘનશ્યામભાઇ ઠક્કર (જલારામ ટ્રેડર્સ)ના પુત્ર, સ્વાતિબેનના પતિ, જીલના પિતા, જિગર ઘનશ્યામભાઇ ઠક્કરના મોટા ભાઇ, નીલમ જિગરના જેઠ, ધૈર્યના મોટાબાપા, ભાવનાબેન ગોપાલજી રતનસિંહ ભલ્લા (અંજાર રાધિકા ડ્રેસીસ), રંજનબેન જયંતીલાલ ગણાત્રા (માંડવી)ના જમાઇ, સ્વ. કાંતાબેન કાંતિલાલ જાદવજી ઠક્કરના પૌત્ર, સ્વ. વિમળાબેન વિશામભાઇ કેશવજી ગણાત્રા (તેરા હાલે મુલુંડ)ના દોહિત્ર, વંદના સાગરભાઇ ભલ્લા, વૈશાલી અમિતભાઇ આહુજા, સીમા વિકાસભાઇ ભલ્લાના બનેવી, નિરુપમા હીરાલાલ ઠક્કર (જય અગરબત્તી), ચારુલતા ધીરજભાઇ ઠક્કર (ધીરજ પ્રોવિઝન સ્ટોર), છાયા પ્રફુલભાઇ ઠક્કર (મા આશાપુરા મેડિકલ), કીરા ગિરીશ ઠક્કર (હકુ કોમ્પ્યુટર), નર્મદા લક્ષ્મીકાંત કોઠારી (નાગપુર), મંજુલા શૈલેન્દ્ર કોઠારી (નાગપુર), ચંદા દિનેશભાઇ ફુલબદવા (ઘાટકોપર)ના ભત્રીજા, રીના લીલાધર ગણાત્રા (મુલુંડ), નીતા મુકેશ ગણાત્રા (મુલુંડ), જયશ્રી મુલજીભાઇ બારૂ (સુરત), ભગવતી શાંતિલાલ ભગદે (ભુજ), નીતા નીતિન માણેક (મુલુંડ), હસ્તા મહેન્દ્રભાઇ કોઠારી (મુલુંડ)ના ભાણેજ, ચેતન, ડેનિસ, પુનિતના કાકાઇ ભાઇ તા. 23-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-5-2026ના સોમવારે સાંજે 5થી 6 નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : સમા સલીમ (ઉર્ફે-ભુરા) (ઉ.વ. 50) તે ઉમર અલીમામદ (ઉર્ફે ગલીમામા)ના પુત્ર, મ. અલીમામદ ઉમરના નાના ભાઈ, ઇરફાન, ઇમરાનના કાકા, તૌસિફ, મોશીન, જાવેદ, ફીરોજ લાખા, સલમાન પઠાણના મામા, મ. અલીમામદ રાજા (અંજાર)ના જમાઇ, શેખ ઇમ્તિયાઝના સસરા, અરમાન, અરકાનના પિતા, અબ્દુલ જુસબ સમા, રમજુ ઈસ્માઈલ સમાના પિતરાઈ ભાઈ, ફકીરમામદ ઇશા બાવા, સલીમ જુણસ ઘાંચીના મામાઈ ભાઈ તે તા. 23-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-5-2026ના મંગળવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, ભીડ ગેટ, ભુજ ખાતે.

ભુજ : ભુકેરા જુસબ આરબ (ઉ.વ. 49) તે ઓસમાણ, ઇસ્માઇલ, મ. સુમાર, મ. ગુલામના ભાઇ, ફરહાન, અલ્ફાજના પિતા, પડેયાર મામદ કેસરના જમાઇ તા. 24-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-5-2026ના મંગળવારે સવારે 9.30થી 10.30 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ કમાલપુર (ભાલ)ના સાહેબસિંહ પ્રભાતસિંહ ઝાલા (ઉ.વ. 79) તે બલભદ્રસિંહ ઝાલા (પી.એસ.આઇ.-ગાંધીધામ)ના પિતા, લખપતસિંહ ભેરૂભા (નિવૃત્ત એ.એસ.આઇ.), રઘુવીરસિંહ (ભુજ), જિતેન્દ્રસિંહ જગુભા (નાની ખેડોઇ)ના કાકા, વિજયસિંહ ગંભીરસિંહ (કે.પી.ટી.)ના મોટાબાપા, રાજવીરસિંહના દાદા, જયપાલસિંહ બટુકસિંહ જાડેજા (મંજલ તરા)ના મામા, મયૂરસિંહના નાના તા. 22-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-5-2026ના સાંજે 4થી 6 ઓફિસર્સ કલબ હોલ, ગોપાલપુરી, ગાંધીધામ ખાતે. ઉત્તરક્રિયા તા. 2-6-2026ના નિવાસસ્થાન ડી-58, ડી.પી.એ. કોલોની, ગોપાલપુરી ખાતે.

આદિપુર : શ્યામદાસ બાશોમલ તેજવાની (ઉ.વ. 79) તે પરમેશ્વરીના પતિ, દિલીપ તેજવાની, લતા આહુજા, ભાગવંતી ચંચલાની, દીપા ઠાકવાનીના પિતા, મહેશ આહુજા, દીપક ચંચલાની, અશોક ઠાકવાની, પૂજા દિલીપ તેજવાનીના સસરા, લેખુ તેજવાની, ઈશ્વર તેજવાની, સ્વ. શેવક તેજવાની, વીનલ તેજવાની, રમેશ તેજવાની, ચંદુ તેજવાની, દયાવંતી રાજુભાઇ દૂદાનીના કાકા, સ્વ. મુરલીધર તેજવાની, સ્વ. ગોપીચંદ તેજવાનીના ભાઈ, ભાગુ રોચીરામ શાહાનીના જીજાજી, કયાન, વાણી, વેદાના દાદા, દિવ્યા, ઓમ, ખુશી, મીત, મોહિતના નાના તા. 23-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-5-2026ના મંગળવારે સાંજે 6.30થી 7.30 ઓમ શિવ મંડલી હોલ, શિવ મંદિર, આદિપુર ખાતે. નિવાસસ્થાન ડૂપ્લેક્ષ-03, પ્લોટ નં. 28, ક્ષિતિજ-06, વોર્ડ 4-એ, આદિપુર.

માંડવી : મેમણ ફકીરમામદ હારૂન (ઉ.વ. 75) (બટેટાવાળા) તે સૌકત (કરછી મેમણ જમાત માંડવી કારોબારી સભ્ય), શબ્બીર, અલ્તાફ, ફરીદ, અકબરના પિતા, અબ્દુલમજીદ કાસમ, ગફુર ઇસ્માઇલના સસરા તા. 24-5-2026ના અવસાન પામ્યા છે. ઈશાલ-એ-સવાબ તા. 26-5-2026ના મંગળવારે બપોરે 3થી 4 ખ્તમે-એ-કુર્આન શરીફ, સાંજે 4થી 5 વાયેઝ-જિયારત મેમણ જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.

નખત્રાણા : હાલે બેંગ્લોર કડવા પાટીદાર લક્ષ્મીબેન જગદીશભાઇ ધનાણી (રામાણી) (ઉ.વ. 52) તે સ્વ. મગનલાલ લખમીભાઇ માધવજી અને દેવકીબેનના પુત્રવધૂ, ગોવિંદભાઇ, રવિલાલ, મણિબેન ખેતાણી (ઇન્દોર)ના મોટા ભાઇના પુત્રવધૂ, રોહિતકુમાર, જિજ્ઞેશના માતા, રોહિણીબેનના સાસુ, અદિતિના દાદી, ગૌરીબેન ભગવાનભાઇ ભીમાણી (ગોદિયા), રસીલાબેન ચીમન ભગત (કુકમા), મુકેશકુમાર, લહેરીકુમાર, ભરતભાઇ, ભાવેશના ભાભી તા. 23-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 25-5-2026ના સોમવારે સાંજે 3.30થી 4.30 બેંગ્લોર ખાતે નિવાસસ્થાને માધવ નિવાસ, ટાલાકૌવેરી લેઆઉટ અને નખત્રાણા ખાતે એ જ દિવસે સાંજે 4.30થી 5.30 પાટીદાર સમાજ, નવાવાસ ખાતે. ધાર્મિકવિધિ બેંગ્લોર ખાતે તા. 1-6-2026ના દશાવો અને તા. 2-6-2026ના અંતિમ ધાર્મિકવિધિ.

અંતરજાળ (તા. ગાંધીધામ) : મૂળ સુગારિયાના શાન્તાબેન માધવજીભાઈ ખાંડેખા (ઉ.વ. 80) તે સ્વ. માધવજીભાઇ સામતભાઇ ખાંડેખાના પત્ની, સ્વ. વેરાભાઇ, સ્વ. રણછોડભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. મોહનભાઇ, સ્વ. પ્રેમિલાબેન, નરેન્દ્રભાઇ, લખીબેન, દિનેશભાઇ, સ્વ. હરસુખભાઇના કાકી, સ્વ. રાજુબેન હરિભાઇ સુંબડ (મંજલ)ના પુત્રી, સ્વ. દેવજીભાઇ, નરસિંહભાઇ, સ્વ. રવજીભાઇના બહેન તા. 24-5-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર મકાન નં. 91, સહયોગ નગર, અંતરજાળ ખાતે.

રતનાલ (તા. અંજાર) : દેવજીભાઈ હીરાભાઈ રાઘાભાઈ છાંગા (સામતાણી) (ઉ.વ. 70) તે સ્વ. હીરાભાઈ રાઘાભાઈ સામતાણીના પુત્ર, વાલજીભાઈના પિતા, સ્વ. દેવકરણભાઈ તેજાભાઈ પટેલ (વરચંદ)ના દોહિત્ર, મહેશ વાલજીભાઈના દાદા, કરમણભાઈ હીરાભાઈ સામતાણી, દેવજીભાઈ વિશ્રામભાઈ સામતાણી, નારણભાઇ વિશ્રામભાઈ સામતાણી, સ્વ. કરમણભાઈ વિશ્રામભાઈ સામતાણીના ભાઈ, વાલજી કરમણભાઈ સામતાણી, ઈશ્વર કરમણભાઈ સામતાણી, નવઘણ કરમણભાઈ સામતાણી, યોગેશ કરમણભાઈ સામતાણીના મોટાબાપા તા. 24-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને રેલવે ફાટકની બાજુમાં, મોરી વિસ્તાર, રતનાલ ખાતે.

નિંગાળ (તા. અંજાર) : ધનબાઇ ડાયાભાઇ સુંઢા તે રામજી, ખીમજી, કાનજીના માતા, લક્ષ્મીબેન, ગૌરીબેન, ધનુબેનના સાસુ, કમલેશ, રવીન્દ્ર, પ્રકાશ, ભરત, વિજય, નિર્મલ, તુલસીના દાદી તા. 23-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 28-5-2026ના આગરી અને તા. 29-5-2026ના પાણીઢોળ નિંગાળ ખાતે.

ચાંદ્રોડા (તા. અંજાર) : માંડ મંગાભાઇ તેજાભાઇ (ઉ.વ. 70) તે કરસનભાઇ, મુકેશભાઇ, હિતેષભાઇ, કંકુબેન શાન્તિલાલ ચાવડા (બગડા), મોંઘીબેન શંભુલાલ ચાવડા (બગડા), શીતલબેન ભરતભાઇ ચાવડા (મોડસર), ગીતાબેન રમેશભાઇ ઝરૂ (વાગુરા)ના પિતા તા. 24-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ચાંદ્રોડા ખાતે.

નાની ભુજપુર (તા. મુંદરા) : લખમણ મેઘરાજ રાગ તે જેતબાઇના પતિ, સામત, ભીમશી, પાલુ, સ્વ. ખીમશ્રી, દેવશ્રીબેનના પિતા, વીરબાઇ ડોસા કારિયા, માકબાઇ લખમણ સાખરાના ભાઇ તા. 24-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી, ઉત્તરક્રિય (પાણી) તા. 3-6-2026ના બુધવારે ચારણ સમાજવાડી ખાતે.

હરસિદ્ધિ નગર (તા. નખત્રાણા) : આબકોરબા (ઉ.વ. 75) તે સોઢા સવાઇસિંહ ડુંગરાજીના પત્ની તા. 23-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું હરસિદ્ધિ નગર, કોટડા-જ. રોડ ખાતે.

જડોદર (તા. નખત્રાણા) : કાનજી સામત મેરિયા (ઉ.વ. 85) તે રત્નાબાઈના પતિ, આચાર પૂંજા બળિયા (રામસર)ના જમાઈ, સ્વ. મંગા સામતના નાના ભાઈ, ડાયાલાલ, ધનજીભાઈ, પરબતભાઈ, સામજીભાઈ, હીરબેન મગન, કમળાબેન પાલશી, લખીબેન દેવજી, પાર્વતીબેન પચાણભાઈના પિતા, જેઠા મંગાના કાકા, રમેશ, અરજણ, ભરત, વિનોદ, શિવજી, જગદીશ, સ્વ. પ્રતાપ, દિનેશ, અરવિંદ, શામજી, રાજવીરના દાદા તા. 24-5-2026ના અવસાન પામ્યા છે. તેમની ધાર્મિકક્રિયા તા. 3-6-2026ના સાંજે આગરી, 4-6-2026ના ઘડાઢોળ પાણી નિવાસસ્થાન જડોદર ખાતે.

જંગડિયા (તા. અબડાસા) : જાડેજા હીરાબા મનુભા (ઉ.વ. 76)  તે નરપતાસિંહ, ગજેન્દ્રાસિંહ, સજ્જનબા (નખત્રાણા), પ્રવીણાબા (શામપરા ખો.), કુસુમબા (રતડિયા)ના માતા, વિક્રમાસિંહ, મદનાસિંહના કાકી, આભેસંગજી, કનુભાના ભાભી, નવ્યાબા, રૂદ્રરાજાસિંહના દાદી તા. 23-5-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 2-6-2026ના મંગળવારે. બેસણું જાડેજા ભાયાત વાડી, જંગડિયા ખાતે. 

Panchang

dd