• રવિવાર, 24 મે, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ મંજલના નરેન્દ્રભાઈ નાનાલાલભાઈ શાહ (ઉ.વ. 71) તે સ્વ. નિર્મળાબેન નાનાલાલ પ્રેમચંદ શાહના પુત્ર, સ્વ. દીનાબેનના પતિ, સ્વ. મોહનલાલ દામજી મહેતા (નખત્રાણા)ના જમાઈ, કવિતા અને રાકેશના પિતા, ઉર્વી, વિરાટના સસરા, રૂસવી, પુણ્યના દાદા, હર્ષ, તીર્થના નાના, અશ્વિન નાનાલાલ શાહ (ભુજ), મુક્તાબેન સૂર્યકાંત શાહ (માનકૂવા), ચંદ્રાબેન સૂર્યકાંત શાહ (નખત્રાણા), લતાબેન અશોકભાઈ ગાંધી (અંજાર)ના ભાઈ, જ્યોતિબેનના જેઠ,  કેવલ, ચાર્મી જેમીલ શાહના કાકા, ભૂપેન્દ્રભાઈ (ભુજ), સુરેશભાઈ (નખત્રાણા), સ્વ. પ્રભાબેન ત્રમ્બકલાલ શેઠ (ગાંધીધામ), સ્વ. પુષ્પાબેન ભાઈલાલ સંઘવી (મુંબઈ), પ્રફુલાબેન રસિકલાલ શાહ (ભુજ), સ્વ. જયાબેન તાનસેન શાહ (નખત્રાણા), લતાબેન સુનીલભાઈ શાહ (માંડવી)ના બનેવી, જ્યોતિબેન, સીમાબેનના નણદોયા તા. 22-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-5-2026ના રવિવારે સાંજે 4:30થી 5:30, પહેલા માળે, વીબીસી નૂતન સેવા સંકુલ, આરટીઓ સર્કલ પાસે.

ભુજ : કચ્છી પરજિયા પટ્ટણી સોની ગં.સ્વ. વાસંતી વિશનજી ધોરડા (ઉ.વ. 76) તે સ્વ. વિસનજી દલપતરામ ધોરડાના પત્ની, સ્વ. વીરમતીબેન માધવજી સાગર, સ્વ. લીલાવંતીબેન રામજી પટ્ટણીના ભાભી, સ્વ. મૂલબાઈ મોનજી થલેશ્વરના પુત્રી, સોની જ્યોતિબેન, સ્વ. રામભાઈ, નીતિન, શોભનાના માતા, સુરેશભાઈ લક્ષ્મીદાસ પટ્ટણી, પલ્લવીબેન નીતિન, સ્વ. મુકેશ વલ્લભદાસ કાગતડાના સાસુ, રિતેશના દાદી, ખુશ્બૂના દાદીસાસુ, ટીના રવિ ઝવેરી, પૂજા જય સાગર, ધવલ સુરેશભાઇ પટ્ટણીના નાની, સ્વ. ધનજીભાઈ, સ્વ. ઝવેરબેન રામજી ધકાણ, સ્વ. રુક્ષ્મણિબેન વીરજી છટપોખ્યા, તુલસીદાસ, સ્વ. રમણીક, હેમરાજ, દીપકના બહેન તા. 21-5-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ભુજ : ગં.સ્વ. રુક્ષમણિબેન ગોસ્વામી (ઉ.વ. 94) તે સ્વ. નારણગિરિ પુરસોત્તમગિરિ (દીપક નાસ્તાગૃહ) (દહીંસરા)ના પત્ની, બળવંતગિરિ, દેવગિરિ, પ્રવીણગિરિ (પપ્પુભાઈ), જયશ્રીબેનના માતા, મીનાબેન, શીલાબેન, સ્વ. છાયાબેન, નીતિનગિરિ (જામનગર)ના સાસુ, બિંદિયા, પૂનમ, અંજલિ, વિશ્વ, સંતોષ, ઉમંગના દાદી, મહર્ષના પરદાદી, ધવલ, પ્રતીક, માલાના નાની, સ્વ. રામગર, સ્વ. વિશ્રામગર, સ્વ. ચેનગરના ભાભી, સ્વ. હીરાગિરિ, ગુલાબગિરિ, દિલીપગિરિ (બટુકભાઈ), મહેશગિરિ, હિતેશગિરિ, સ્વ. ઉપેનગિરિ, નિશાંત (મુન્નો)ના કાકી, સ્વ. લક્ષ્મીબેન ગોપાલગર (પુનડી)ના પુત્રી, સ્વ. વલ્લમગરના બહેન તા.23-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-5-2026ના સાંજે 5.30થી 6.30 ગોસ્વામી સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : ભટ્ટી નરેન્દ્ર ડાયાલાલ ભાવસાર (ઉ.વ. 61) (નિવૃત્ત ઓ.એસ. ડી.એસ.પી. ઓફિસ, ભુજ) તે સ્વ.નર્મદાબેન ડાયાલાલના પુત્ર, દક્ષાબેનના પતિ, અજિત, વિજયના પિતા, અંજલિ, સંજનાના સસરા, મધુબેન, સ્વ.ચંપાબેન, સ્વ.રૂક્ષમણીબેન, સ્વ.જેઠાલાલના નાનાભાઈ, ગં.સ્વ. નીતાબેનના દિયર, દર્શન, અમિતના કાકા, સ્વ.ધનલક્ષ્મીબેન છગનલાલના જમાઈ તા.20-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.29-5-2026ના શુક્રવારે સાંજે 5થી 6, વાગડ બે ચોવીસી સમાજવાડી, આરટીઓ સર્કલની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : ચાકી હાજી ઈસ્માઈલ  (ઉર્ફે-બાપાડાભાઈ) હાજી લતીફ તે  મ. અસલમ, અખ્તર, આશિફના પિતા, હાજી રહેમતુલ્લાહ, હાજી દાઉદ, હાજી સિદ્દીક, હાજી અદ્રેમાન, હાજી ઇબ્રાહીમ (ઉર્ફે-મીઠુ- બિદડા)ના ભત્રીજા, જુસબ ઈસ્માઈલ (પત્રી)ના દોહિત્ર, હાજી સતાર હાજી અકબર, અબ્દુલ ગની, મ. અભુભખર, કાસમ, હાજી મોહંમદના સાળા, તનવીર (ઉર્ફે પપ્પુભાઇ), રજબઅલી (મુંબઈ)ના બનેવી, રમજાન (ઉર્ફે પપ્પુભાઈ-જીઈબી), હાજી સિદ્દિક, સોયબ હાજી સલીમના સસરા તા. 22-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ- જિયારત તા.25-5-2026ના સોમવારે સવારે 10થી 11, મેમણ જમાતખાના, ભીડ બજાર, ભુજ ખાતે.  

માંડવી: દમયંતીબેન ભાણજીભાઈ પાંજરીવાલા (ઉ.વ. 75) તે દેવકીબેન ભાણજીભાઈ પાંજરીવાલાના પુત્રી, સ્વ. બાબુલાલ, મનસુખલાલ, તરુલતાબેન ચંદ્રાસિંહ જેઠવા, રેણુકાબેન મૂળજીભાઈ કષ્ટાના બહેન, પાર્વતિબેન તથા ભાવનાબેનના નણંદ, હિતનાબેન, હાર્દિકભાઈ, હરનીષભાઈ, અવનિતાબેન, મોસમીબેન, સંધ્યાબેનના ફઈ, નિશાંતભાઈ, ધ્રુવભાઈના માસી તા.22-5-2026ના  અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઈઓ તથા બહેનો માટે તા.24-5-2026ના રવિવારના સાંજે 5થી 6 રામેશ્વર વાડી, માંડવી ખાતે.

નખત્રાણા : નવીનભાઈ ધનજીભાઈ લીંબાણી (ઉ.વ. 49) તે હેમલતાબેનના પતિ, ધનજીભાઈ મનજીભાઈના પુત્ર, ચેતનભાઈના મોટાભાઈ, લીલાબેનના નાનાભાઈ, રિદ્ધિ, નયનના પિતા, સાહિલ, ક્રિષાના મોટાબાપા તા. 23-5-2026ના અવસાન પામ્યા છે, બેસણું તા. 25-5-2026ના સોમવારે બપોરે 3:30થી 5,  નખત્રાણા, જૂનાવાસ પશ્ચિમ વિભાગ કચ્છ કડવા પાટીદાર સમાજવાડી ખાતે. દશાવો તા. 1-6-2026ના સોમવારે, ધાર્મિકક્રિયા તા. 3-6-2026ના બુધવારે.

માધાપર (તા. ભુજ) : કુંભાર અફશિન ઈકબાલ (ઉ.વ. 16) તે કુંભાર ઈકબાલ હાજી આદમના પુત્રી, કુંભાર અલ્તાફના ભત્રીજી તા. 22-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.25-5-2026ના સોમવારે સવારે 10થી 11 સુન્નતવલ જમાતખાના, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : ગાંગજી રૂડા ડબાસિયા (ઉ.વ. 93) તે સ્વ. રાધાબેન ગાંગજી ડબાસિયાના પતિ, સ્વ. પ્રેમજીભાઈ, સ્વ. માવજીભાઈ, સ્વ. સાં.યો. રામબાઈ, સ્વ. સુંદરબેન, સ્વ. હીરબાઈના ભાઈ, દેવજીભાઈ, સામજીભાઈ, ઝીણાભાઈ, ગોપાલભાઈ, કિશોરભાઈ, જગદીશભાઈ, પ્રેમીલાબેન, રતનબેન, અમરબેન, સાં.યો. પૂરબાઈ, ભાનુબેનના પિતા, ધનુબેન, સામુબેન, કાન્તાબેન, મયુરીબેન, કાન્તાબેન, રવજીભાઈ, ખીમજીભાઈ, વીરજીભાઈ, રમેશભાઈના સસરા, લલીતાબેન, ગીતાબેન, રસીલાબેન, પ્રેમીલાબેન, અરાવિંદભાઈ, દક્ષાબેન, મનિષાબેન, દીપિકાબેન, જ્યોત્સનાબેન, કિશનભાઈ, પ્રેમીલાબેન, કિરણભાઈ, પ્રવીણભાઈ, પ્રિયંકાબેન, સ્નેહાબેન, મેહુલભાઈ, જાનકીબેન, કિશનભાઈના દાદા, પુષ્પાબેન, વિજયાબેન, મનજીભાઈ, દક્ષાબેન, સાં.યો. રસીલાબાઈ, ચંપાબેન, દીપકભાઈ, પ્રીતિબેન, દીપ્તિબેન, જગદીશભાઈ, અર્જુનભાઈ, જગદીશભાઈના નાના તા. 22-05-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.25-5-2026ના સોમવારે સવારે 7થી 8 નિવાસસ્થાને રઘુનાથ મંદિરની પાસે, સનાતન મંદિર રોડ, નવાવાસ ખાતે. 

બળદિયા (તા. ભુજ) : મહમદઅલી મહેંદીઅલી પંજવાણી (ઉ.વ. 69) તે મુમતાજબેનના પતિ, મલીકા સલીમ સતાણી, રેશ્મા વિજય ખોજા, સલમા સલીમ કુરાણી તથા રહીમના પિતા, નસીમ રહીમ પંજવાણીના સસરા, મુરાદઅલી, દિલસાદબેન છોટુભાઈ (વાંકી), અમિનાબેન સલીમભાઈ મેરાણી (મુંદરા)ના ભાઈ, મેરૂનીશા મુરાદઅલીના દિયર તા.22-5-26ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) રવિવાર તા.24-5-2026ના ખોજા જમાતખાના, બળદિયા (ઠાકર મંદિરની બાજુમાં,નીચલોવાસ) ખાતે સાંજે 5થી 6.

હોડકો (બન્ની, તા. ભુજ) : કરમસિંહ ખરેટ (ઉ.વ. 21) તે ખેંગાર વેરશીં ખરેટના પુત્ર, જેશીંગ, અરાવિંદ, કરશન, નીલેશ અને લક્ષ્મણના ભાઈ, કાનાભાઈ બિજલભાઈ ખરેટના પૌત્ર, બિજલ મંગુ, ગમુ વેરશીં, હીરા વેરશીં, નામોરી વેરશીં, મેરૂ મંગુ, ઉમરા કાના, રાજા કાનાના ભત્રીજા, નારાણ થાવર અને પુંજા થાવર સંજોટના ભાણેજ તા. 21-05-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 26-05-2026ના મંગળવારે તથા પાણીયારો તા. 27-05-2026ના બુધવારે સવારે નિવાસસ્થાન હોડકો ખાતે. 

કોટડા  જડોદર (તા. નખત્રાણા) : આબકોરબા સવાઈસિંહ સોઢા (ઉ.વ. 75) તે સોઢા સવાઈસિંહ ડુંગરાજીના પત્ની, કરસનજી ગગુજીના કાકાઈ પુત્રવધૂ, કલજી, જોધાજી, ભુરજી, નવલાસિંહ, બહાદુરાસિંહ, ગેમરાસિંહના ભાભી, પૃથ્વીરાજાસિંહ, અભયાસિંહ, સોમસિંહ, ઘનશ્યામાસિંહના માતા, વીરેન્દ્રાસિંહ, હિંમતાસિંહના મોટાબા, ધ્રુવરાજાસિંહ, અર્જુનાસિંહ, દિગ્વિજયાસિંહ, જશવંતાસિંહના દાદીમા તા. 23-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું હરસિદ્ધિનગર ખાતે. 

મદનપુરા (તા. માંડવી) : હાલે ગાંધીધામના દેવજીભાઈ ખીમજીભાઈ સેંઘાણી (ઉ.વ. 72) તે ગંગાબેનના પતિ, ધનજીભાઈ ખીમજીભાઇ સેંઘાણીના નાનાભાઈ, જિગર, દર્શન, જોસનાબેન, કલ્પનાબેનના પિતા, વિંકલબેન, પાયલબેનના સસરા, ધ્યાન, પ્રશિવ, રુદ્રના દાદા, દિનેશભાઈ, રમેશભાઈના કાકા, લાલજી કરસન ઉકાણી (બિદડા)ના જમાઈ, નારણભાઈ, મોંઘીબેનના બનેવી તા. 22-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી ગાંધીધામ પાટીદાર સમાજવાડી ખાતે તા. 24-5-2026ના રવિવારે સાંજે 5થી 6 અને મદનપુરા (માંડવી) પાટીદાર સમાજવાડી ખાતે તા. 25-5-2026ના સોમવારે સવારે 9થી 11. 

રામપર (વેકરા) (તા. માંડવી) : રવજીભાઈ ભીમજી કેરાઈ (ઉ.વ. 86) તે કેસરબાઈના પતિ, શિવજીભાઈ, રામજીભાઈ, વાલજીભાઈ, જાદવજીભાઈ, હીરજીભાઈ, હીરબાઈના પિતા, પૂરબાઈ, મંજુલાબેન, પુષ્પાબેન, પ્રેમીલાબેન, વનિતાબેન, કુંવરજીભાઈના સસરા, શામજી, રાજેશ, મુકેશ, હરીશ, કિશોર, શૈલેશ, વિજય, મિતેશ, રતન, રાધા, શીતલ, લક્ષ્મી, મનીષા, સંગીતા, પૂજા, પ્રિયા, હેતલ, નયના, રિયાના દાદા, નિખિલ તથા અંજનાના નાના તા. 22-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-5-2026ના સોમવારે સવારે 7થી 8 ભાઈઓ માટે સ્વામિનારાયણ મંદિર (ભાઈઓનું) નવાવાસ, રામપર (વેકરા) ખાતે તથા બહેનો માટે નિવાસસ્થાને ફૂલવાડી, નવાવાસ રામપર (વેકરા) ખાતે.

કાઠડા (તા. માંડવી) : ગઢવી જેતબાઈ (ઉ.વ. 80) તે સ્વ. જીવરાજ કરશન પાસ્તાના પત્ની, મૂલજી, કમલેશ, ખીમશ્રીબેન, પૂરબાઈબેન, લાછબાઈબેન, ભાણુબેનના માતા, કનૈયા, મેહુલ, ચંદ્રેશના દાદી, સ્વ. વિશ્રામભાઈ ધૂપ (ચાંગડાઈ)ના પુત્રી, સ્વ. સુમારભાઈ, સ્વ. વરજાંગભાઈના બહેન તા. 23-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24, 25, 26-5-2026ના નિવાસસ્થાન વાડીવિસ્તાર મધ્યે પુત્ર કમલેશની વાડીએ તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 3-6-2026ના તે જ સ્થળે.

નાના કપાયા (તા. મુંદરા): સુરંગી ફકીરમામદ (ઉ.વ. 65) તે મુસ્કાનબેનના પિતા, ઉંમર, ઈબ્રાહીમના ભાઈ, અસરબ, ફિરોઝના કાકા, સોતા જુસબ ઇસ્માઇલના જમાઈ, મોગલ લતીફ, ગફુર પઠાણના બનેવી તા.23-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-5-2026ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન (મારુતિ શો-રૂમ) નાના કપાયા (તા. મુંદરા) ખાતે.

દેવીસર (તા. નખત્રાણા) : ક.પા. સંધ્યાબેન (ઉ.વ. 47) તે લીંબાણી રમેશભાઈના પત્ની, સ્વ. અરજણ વાલજી લીંબાણીના પુત્રવધૂ, ખુશીના માતા, સવિતાબેન, શોભનાબેનના ભાભી, ડાયાલાલ, ચંદુલાલ શિવજી લીંબાણી (દેવીસર)ના ભાઈના પત્ની તા.23-5-2026ના આરંગ છત્તીસગઢ ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા.25-5-2026ના સોમવારે બપોરે 4થી 5:30 કડવા પાટીદાર સમાજવાડી, દેવીસર ખાતે.

વિથોણ (તા. નખત્રાણા): દિનેશભાઈ નારણભાઈ ધનજીભાઈ નરસીંગાણી (ઉ.વ. 62) તે અરૂણાબેન ના પતિ, વસંતભાઈના મોટા ભાઈ, દીપેશભાઈ, ભૂમિકાબેન (આણંદપર યક્ષ), જાગૃતિબેન (અંગિયા)ના પિતા તા.22-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા.24-25-5-2026ના રવિવાર અને સોમવારે બે દિવસ સવારે 8થી 10 અને બપોરે 3થી 5, નારણભાઈ કરસનભાઈ નરાસિંગાણી (ઉમા ડેરીવાળા)ના નિવાસસ્થાને. 

Panchang

dd