• રવિવાર, 16 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : હાજિયાણી રહીમા જુસબ લુહાર (.. 85) તે મૌલાના અલીમામદ, ઈસ્માઈલના માતા, હાસમ અબ્દુલા લુહાર (કુનરિયા), ફકીરમામદ સિદિકના સાસુ, ગની અબ્દુલા, સફીરમામદના મોટીમા, આરીફ, મજીદ, અજીઝ, અકબર, સકીલ, સાદીક, મહમ્મદ, રિઝવાન, ઈમાના દાદી તા.20/5/2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.22/5/2024ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન, જૂની બકાલી કોલોની, આત્મારામ રિંગરોડ, વોરોજી ડબ્બવાળાની પાછળ, ભુજ ખાતે.

ભુજ : સમા (મણિયાર) હાજીયાણી મેરૂન્નીશા (.. 88) તે હાજી ઉમરના પત્ની, જેબુન્નીશાં આપા, મો. ઇદરીશ, મો. હુશેન, મો. અસલમના માતા, મણિયાર અલીમામદ (એચએસએજી)ના બહેન, મણિયાર .ગફુર (ભચાઉ) (જીઇબી), મણિયાર ઇકબાલ, અનવરના સાસુ તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 22-5-2024 બુધવારે સવારે 9-30થી 10-30 છડીદાર મસ્જિદ મણિયાર ફળિયા ખાતે.

ભુજ : મૂળ માંડવીના કચ્છી સારસ્વત બ્રાહ્મણ ગં.સ્વ. મણિબેન કરશનદાસ જોશી (ખીયરા) (.. 74) તે સ્વ. કરશનદાસ લક્ષ્મીદાસ ખીયરાના પત્ની, તે. સ્વ. વિનોદભાઇ તથા મધુબેન કમલેશભાઇ કનૈયાના માતા, સ્વ. ખેરાજ ખીમજી ધિક્કા લોરિયાવાળાના પુત્રી, સ્વ. રામજીભાઇ, તુલસીદાસભાઇ, સ્વ. લક્ષ્મીબેન સુંદરજી (ખાવડા), બબીબેન (પાનેલી)ના બહેન, સ્વ. સાવિત્રીબેન, સ્વ. વિમળાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. નર્મદાબેનના ભાભી, કમલેશભાઇ કનૈયા (વિજય સોડા, મંગલમ)ના સાસુ, દ્વિજેશ, હરીન, ખ્યાતીના નાની તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 22-5-2024ના ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ બિલેશ્વર મહાદેવ મંદિર મધ્યે 4-30થી 5-30 વાગ્યે.

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી વિજય વીરજી જેઠવા (.. 65) તે સ્વ. ગોદાવરીબેન વીરજીભાઇના પુત્ર, ગં.સ્વ. કિરણબેનના પતિ, રામુબેનના ભાઇ,  અમરશી મોરારજી ખોડિયારના જમાઇ, નિકીતા તથા ગૌરવના પિતા, જગદીશભાઇના સસરા, અંજાર (દબડા)ના સ્વ. પ્રાગજી, સ્વ. શાન્તીલાલ તથા કેશવજીભાઇના ભત્રીજા, પ્રવીણ, ધનજી રસિક, શિવલાલ, સુરેશ હરિલાલ, મુકેશ, ભરત, નવીનના ભાઇ તા. 18-5-2024ના રાયપુર મધ્યે અવસાન પામ્યા છે, તેમનું બેસણું ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજ અંજાર મધ્યે તા. 22-5-2024ને બુધવારે 5-30થી 6-30 સાંજે.

અંજાર : પ્રજાપતિ હસમુખભાઇ  (.. 58) તે ગં.સ્વ. લક્ષ્મીબેન તથા દેવજીભાઇ કરશનભાઇ ચોનાણીના પુત્ર, જમનાબેનના પતિ, નિમીષ, વૈભવી અને પ્રગતિના પિતા, શારદાબેન, વર્ષાબેન, સ્વ. જયેશકુમાર, સ્વ. અનિલાબેનના ભાઇ, વાલજીભાઇ ઓઝાના ભત્રીજા, વિમલકુમારના મોટાભાઇ, દુષ્યંત તથા ક્રિષ્નના મોટા બાપા, મોહનલાલ નાથાણી (કામરેજ સુરત), ભરતકુમાર રાપુસા (આણંદ)ના સાળા, તૃપ્તિબેનના સસરા, ભચાઉના સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. વેલજીભાઇ કારાભાઇ વારૈયાના જમાઇ તા. 18-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-5-2024 ગુરુવારે સાંજે 5-30થી 6-30 વાગ્યે રઘુનાથજી મંદિર સવાસર નાકા ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

અંજાર : ભરતભાઇ શાંતિલાલ વાઘમશી (.. 38) તે મણિબેન શાંતિલાલભાઇ વાઘમશીના પુત્ર, દ્રૌપદીબેનના પતિ, યશકુમારના પિતા, વિજયના ભાઇ, નર્મદાબેન મનજીભાઇ વાઘમશી, ગં.સ્વ. પુષ્પાબેન હરીશભાઇ વાઘમશી, મંજુલાબેન અજિતભાઇ વાઘમશીના ભત્રીજા, જયશ્રી, અસ્મિતા, મનોજ, આશીષ, હિના, જય, વિજય, કૌશિક, રાધિકાના ભાઇ, ધ્યેયકુમારના મોટાબાપા તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-5-2024 બુધવારે સાંજે 4થી 5, યદુવંશી સોરઠિયા સમાજવાડી (ક્રિષ્નાવાડી), વોરાસર પાસે, અંજાર ખાતે.

આદિપુર : મૂળ ડગાળા (તા. ભુજ)ના જમનાબેન ભચુભાઇ નોઘાણી (આહીર) (.. 91) તે સ્વ. ભચુભાઇ ખુમાણભાઇના પત્ની, સખીબેનના મોટા બહેન, રાજાભાઇ, વિજયભાઇ, લક્ષ્મીબેન, બધીબેનના માતા, હરેશભાઇ, રાજાભાઈના સાસુ, હિમાંશુ, મિત્રાંગ, દેવાંશના દાદા તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વોર્ડ 3-, પ્લોટ નં. 330, મૈત્રી રોડ પાસે, આદિપુર ખાતે.

નાના રેહા (તા.ભુજ) : લુહાર (કફી) મામદ આમદ (.. 65) (માજી મુતવલ્લી નાના રેહા સુન્ની મુસ્લિમ મસ્જિદ) તે ઇસ્માઇલ, ઉંમર ફારૂક, અબુબકરના પિતા, રહેમતુલ્લા આમદ, . કાસમ આમદ, . અજીજ આમદ, અયુબ આમદના ભાઇ, અકરમ અભુભખર લોહાર (મુંબઇવાળા), રફીક શકુર (નાનારેહા)ના સસરા, અભુભખર લોહાર (મુંબઇવાળા), ઇકબાલ સાલેમામદ ભટ્ટીના સાળા તા. 19-5-2024ના અવસાન પામ્યા છે. વાયેજ-જિયારત તા. 22-5-2024 બુધવારે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી, નાના રેહા સુન્ની મુસ્લિમ જમાતખાના, ગામ-નાના રેહા મધ્યે.

નારણપર (પસાયતી) (તા. ભુજ) : જગદીશ (.. 46) તે રાજદે સાવિત્રીબેન પ્રવીણ (દરિયાલાલ)ના પુત્ર, રિદ્ધિબેનના પતિ, જતીન, મીરાના પિતા, સાકરબેન મૂરજી જેરામ (ઉખેડાવાળા)ના પૌત્ર, ગં.સ્વ. બબીબેન મથરાદાસ, મધુબેન દામજીના ભત્રીજા, વિનોદ (ભુજ), મનોજ, ગીતાબેન રાજેન્દ્રભાઇ (કોડાય), મનીષાબેન અતુલભાઇ (કોટડા .)ના ભાઇ, અક્ષય, રિયા, હેત્વી, હેતના મામા, ગીતાબેનના દિયર, પ્રિન્સ, હેમાલીના કાકા, બિંદિયાબેનના કાકાજી,  ભાવના, સરલા, દીપ્તિ, હેતલ, નેહા, સ્વ. રિતેશના ભાઇ, લક્ષ્મીબેન, મૈયાબેન, સરસ્વતીબેન, ચંદુબેન, કાશીબેન, મંગળાબેન, મનોરાબેનના ભત્રીજા, જબાબેન નથુરામ રૂપારેલના દોહિત્ર, ખેરાજ, દરિયાલાલ, બાબુલાલ, રૂક્ષ્મણિબેનના ભાણેજ તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-5-2024ના સાંજના 5થી 6 વાગ્યે. મહાજનનગર, પ્રાથમિક શાળા, નારણપર (પસાયતી) મધ્યે.

નથ્થરકુઇ (તા. ભુજ) : આહીર દાનાભાઇ મુરાભાઇ ગાગલ (.. 88) તે સ્વ. હિમાબેનના પતિ, લખાભાઇ, કરશનભાઇ, પરબતભાઇ, કાનાભાઇ, પરમાબેન, લક્ષ્મીબેનના પિતા, સામતભાઇ વેલાભાઇ કરાશિયા (નિરોણા), ભીમજી કરશન માતા (નિરોણા)ના સસરા, હિરાભાઇ, ખેંગાર, શિવજી, રમેશ, રવજી, વેરશી, નારણ કંકુ, ગીતા, નબુ, મોઘી, શાંતા, સોનાના દાદા તા. 19-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન નથ્થરકુઇ ખાતે.

નાના કપાયા (તા. મુંદરા) : મુરજી ધનરાજ ભુવા (.. 42) તે સ્વ. ધનરાજ લાખુ ભુવા, ગં. સ્વ. હીરબાઇ ધનરાજના પુત્ર, અરજણ ધનરાજ, વરજાંગ ધનરાજ, કમળાબેન અરજણ (મુંદરા), મેઘબાઇ માણશી (નાના કપાયા), કમશ્રીબેન દેવરાજ (ખજુરીવાળા)ના ભાઇ, ખોડુભાઇ નારાણભાઇ (ભુજ)ના ભાણેજ, મેઘરાજ દેવરાજ, ખીમરાજ દેવરાજ, વીરા દેવરાજના કાકાઇ ભાઇ તા. 19-5-24ના અવસાન  પામ્યા છે. તેમની સાદડી તા. 20-5-થી 22-5 સુધી નાના કપાયા, ચારણ સમાજવાડી અને ઉત્તરક્રિયા (પાણીઢોળ) તા. 30-5-24ના તેમના નિવાસસ્થાને નાના કપાયા ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં.

મોટા કાંડાગરા (તા. મુંદરા) : ભુકેરા શકિનાબાઇ અદ્રેમાન  (.. 55) તે અદ્રેમાન સુમાર (શેખડિયાવાળા)ના પત્ની, ભુકેરા સતાર અલીમામદ, સીધીક સાલેમામદના ભત્રીજી, જુણશ ઇબ્રાહિમના બહેન, પઠાણ મુસ્તફા હાજીમામદ (નવાવાસ), બાયડ અલ્તાફ . ગની (દહિંસરા), હુસેન અલીમામદ (ગળપાદર), ભુકેરા અકબર હારૂન (શેખડિયાવાળા)ના સાસુ તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. તેમની વાયેજ-જિયારત તા. 22-5-2024 બુધવાર સવારે 11થી 12 તેમના નિવાસસ્થાન મફતનગરી, મોટા કાંડાગરા મધ્યે.

લુણી (તા. મુંદરા) : ગાધ સિકંદર જાકુબ (.. 23) તે જાકુબ ફકીરમામદ ગાધના પુત્ર,  ઓસમાણ ફકીર મામધ ગાધ, અલીમામદ ફકીરમામદ ગાધના ભત્રીજા તા 19-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-5-2024ના સવારે 9થી 10 વાગ્યે વાઘેરવારી મસ્જિદ ચોકમાં, ગામ લુણી, તા. મુંદરા ખાતે.

ટોડા (તા. મુંદરા) : ગુલાબસિંહ ટપુભા જાડેજા (.. 85) તે સ્વ. લાખુભા તથા મોહનસિંહના મોટાભાઇ, બળવંતસિંહના પિતા, રઘુવીરસિંહ, બટુકસિંહ, ગંભીરસિંહ, વિરેન્દ્રસિંહના મોટાબાપુ, જીગરસિંહ, શિવમસિંહ, અર્જુનસિંહ, ભવદીપસિંહ, મનવિજયસિંહ, ઋતુરાજસિંહ, ઋષિરાજસિંહ, વૈભવસિંહના દાદા તા. 20-5-2024ના સોમવારના અવસાન પામ્યા છે. તેમની ઉત્તરક્રિયા તા. 31-5-2024ના શુક્રવારના સાદડી નાગનાથ મહાદેવ મંદિર, ટોડા મધ્યે.

પ્રાગપર (તા. મુંદરા) : મૂળ સમાઘોઘાના દેવજીભાઇ નાથાભાઇ ચુંઇયા (.. 79) તે સ્વ. ભચીબેનના પતિ, સ્વ. જુમાભાઇ, સ્વ. પુનાભાઇ, સ્વ. લાલબાઇ, ડાઇબાઇના મોટા ભાઇ, સોનબાઇ, વાલજી, ભરતના પિતા, દિનેશ, ગાંગજી, કાનજી, સ્વ. નરેશના મોટાબાપુ, પ્રતીક, જેકી, અર્જુનના દાદા, હરિ નારાણ અબચુંગ (મહેશ્વરીનગર, ગાંધીધામ)ના સસરા, સ્વ. ભચુભાઇ લખુભાઇ ધેડા (મલાડ-મુંબઇ)ના જમાઇ તા. 19-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ, આગરી તા. 23-5-2024, ઘડાઢોળ તા. 24-5-2024 નિવાસસ્થાન, પ્રાગપર-2 વાડી ખાતે.

બેરાજા (તા. મુંદરા) : બડગા રાઘવજી (બાબા) મગા તે ગેલા, ભાણજીના પિતા, જશોદા વાલજી ભોઇઆના સસરા, રમેશ, સુનીલ, અશોક, પ્રકાશના દાદા તા. 18-5-2024ના અવસાન પામ્યા છે, ધાર્મિકક્રિયા (દિયાળો), ઘડાઢોળ તા. 23-5-2024ના, પાણિયારો તા. 24-5-2024ના નિવાસસ્થાને.

દુર્ગાપુર (તા. માંડવી) : રૂષ્ટિબેન વીરેન્દ્ર મોહનલાલ સેંઘાણી (.. 24) તે રેખાબેન વીરેન્દ્ર સેંઘાણીના પુત્રી, કુંવરબેન મોહનલાલ અબજીના પૌત્રી, જિજ્ઞાબેન હિતેશના ભત્રીજી, મીત, મહેર, ભવ્યના બહેન, સ્વ. ગોવિંદભાઇ, દામજીભાઇ, રવિલાલભાઇના ભાઇના પૌત્રી, ભાવનાબેન જગદીશ ભગત (ગઢશીશા)ના ભત્રીજી, લક્ષ્મીબેન બાબુલાલ વાલજી રૂડાણી (નાની ખાખર)ના દોહિત્રી તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21-5-2024ના સવારે 9થી 12, બપોરે 3-30થી 5-30 દુર્ગાપુર લક્ષ્મીનારાયણ સમાજવાડી, દુર્ગાપુર ખાતે.

વિરાણી મોટી : ગોસ્વામી અતુલગિરિ ચંદ્રગિરિ (.. 37) તે હીરાબેનના પતિ, સ્વ. લીલાવંતીબેન કેશવગિરિના પૌત્ર, સ્વ. ચંચલબેન ચંદ્રગિરિના પુત્ર, કમળાબેન કાનગિરિ, વસંતબેન દયાલગિરિ, લહેરીગિરિ, દમયંતીબેન દયાલપુરી (માધાપર), માયાબેન લક્ષ્મણપુરી (ભુજ), હંસાબેન ચંદનપુરી (માધાપર)ના ભત્રીજા, નિલેશગિરિ, મનોજગિરિ, નીતિનગિરિ, પ્રીતિબેન આશિષગિરિ (ભુજ), આરતીબેન નિશાંતગિરિ (વીજાપુર), દિવ્યાબેન જેનીશપુરી (ભાડઇ)ના મોટા ભાઇ, નીતાબેન, હેતલબેનના જેઠ, અર્ચના, નેહા, રીચા, ભવ્યના મોટા બાપા, ધાર્ય, જિયા, રૂદ્રિકાના મામા, હરિગર કલ્યાણગર(ભુજ)ના જમાઇ, મહાદેવપુરી શંકરપુરી (ગઢશીશા)ના દોહિત્ર, લહેરીગિરિ બાબુગિરિ (નેત્રા)ના ભાણેજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 23-5-2024ના ગુરુવારના સાંજે 3થી 4 લોહાણા સમાજવાડી  (વિરાણી મોટી) ખાતે બંને પક્ષની સાથે.

ડગાળા : જશોદાબેન (.. 73) તે સ્વ. બાલનાથ મૂળજી નાથબાવાના પત્ની, સ્વ. મોજનાથ મેરુનાથ નાથબાવા (આદિપુર)ના પુત્રી, સ્વ. વિશનજીનાથ મૂળજી, સ્વ. કાકુનાથ મૂળજીના નાના ભાઇના પત્ની, સ્વ. હિરાનાથ, કલ્યાણનાથ, દયાનાથના ભાભી, દેવનાથ, અમરનાથ, પરેશનાથ, વિમળાબેનના માતા, મંજુલાબેન દેવનાથ, લતાબેન અમરનાથ, ગીતાબેન પરેશનાથ, વિશાલનાથ બાલકનાથના સાસુ, સ્વ. ચેતનનાથ દેવનાથ, સંદીપનાથ, જયનાથ, જિગરનાથ, જાનવીબેન જિગરનાથ, કુમકુમબેનના દાદી, ગૌતમનાથ, નિકુંજનાથના નાની તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 27-5-2024ના સોમવારે તેમના નિવાસસ્થાન ડગાળા મધ્યે.

થરાવડા (ભડલી) (તા. નખત્રાણા) : ખલીફા શકીનાબાઇ આમદ (.. 55) તે . આમદ પનુના પત્ની, અભુબખર આમદના માતા, મામદ, રજાક (દયાપર)ના સાસુ, . મામદ ખમીશા (અમરગઢ)ના બહેન, મુસા અલીમામદ (અમરગઢ)ના ભત્રીજી તા. 19-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-ઝિયારત તા. 22-5-2024ના બુધવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન થરવડા ખાતે.

સુથરી (તા. અબડાસા) : કમળાબેન સોલંકી (.. 53) તે શામજીભાઇ સોલંકીના પત્ની, સ્વ. સોનબાઇ ભાણજીભાઇ સોલંકીના પુત્રવધૂ, નિમેષ, તેજસના માતા,  ખુશ્બૂબેન, મોનિકાબેનના સાસુ, શ્રીહાનના દાદી, જયાબેન હિરેનભાઇ સોલંકી, વિમળાબેન લહેરચંદ સોલંકીના દેરાણી, ગં.સ્વ. ગુણવંતીબેન, શાંતાબાના ભાભી, ગં.સ્વ. મૈયાબેન મૂરજીભાઇ રાઠોડના પુત્રી તા. 19-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21-5-2024 મંગળવારના સાંજે 4થી 5 વાગ્યે સુથરી જૈન ધર્મશાળા ખાતે.

ઘડુલી (તા. લખપત) : રાયમા જુસબ વાઘા (.. 57) તે રાયમા સુલેમાન વાઘા, આચાર વાઘાના નાનાભાઇ, અભુભખર, ઉંમર અને ઓસમાણના પિતા, રમધાન, હુશેન, નૂરમામદ, કાસમ આમદના કાકા, આમદ સુલેમાન, ઇશાક અલીમામદના બનેવી, મૌલાના સિધિક (કંડલા), મામદ, જાકબ, આમદના મામા, ઇબ્રાહીમ મુસાના કાકાઇ ભાઇ, મામદ ઓસમાણના મામા તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-ઝિયારત તા. 23-5-2024ના ગુરુવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાતખાના ઘડુલી (તા. લખપત) ખાતે.

સામખિયાળી (તા. ભચાઉ) : ઝવેરબેન પ્રેમગર ગોસ્વામી (.. 75) તે પ્રેમગર વેલગર ગોસ્વામીના પત્ની, ખીમગર પ્રતાપગરના ભાભી, કાન્તાબેન, જયાબેનના જેઠાણી, કિરીટગર, સ્વ. વિજયગર, જિગરગરના માતા, હંસાબેન, ભગવતીબેનના સાસુ, ગોપી, ધ્રુવ, નંદની, વંદના, પ્રિયાના દાદી તા 19-5-2024 રવિવારના અવસાન પામ્યા છે. તેમનું સુવારૂ અને લૌકિક વ્યવહાર તા. 23-5-2024 ગુરુવારના સામખિયાળી તેમના નિવાસસ્થાને.

માતાના મઢ(તા. લખપત) : ફફલ વીરબાઇ (.. 45) તે ફફલ માવજી થાવરના પત્ની, નયન, રશ્મીબેન, હસીબેનના માતા, ફફલ રામજી થાવર (માજી સરપંચ)ના ભાભી, અશોક, નરેશ, હર્ષદના મોટીમા, જયદીપના દાદી, સ્વ. પાંચાભાઇ મમુભાઇ ધેડા (દેવપર ગઢ)ના પુત્રી, મંગલભાઇ, કાનજીભાઇના બહેન તા. 18-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું માતાના મઢ ખાતે તેમના નિવાસસ્થાને.

માતાના મઢ (તા. લખપત) : જનકબા રણછોડજી સોઢા (.. 90) તે ભીખુભાના માતા, કનુભા, સાવજસિંહ, પૃથ્વીરાજસિંહના મોટીમા, શિવુભા, બહાદૂરસિંહ, સુનીલસિંહ, પ્રહલાદસિંહ, મહિપાલસિંહ, હર્ષરાજ, હિતેન્દ્રસિંહના દાદી, શિવભદ્ર, શક્તિસિંહના પરદાદી, સ્વ. તિલાટ ભગુભા, સ્વ. બઉભા ચૌહાણના ભાણીબા, ભૂપતસિંહ જાડેજાના બહેન, સુરેન્દ્રસિંહ જાડેજા, જિતેન્દ્રસિંહ જાડેજાના ફઇબા, હિંમતસિંહ જાડેજા (ધારેશી), મહાવીરસિંહ જાડેજા (તલવાણા)ના સાસુ તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન માતાના મઢ ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang