નવી દિલ્હી, તા. 10 : રાષ્ટ્રીય
તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા ફ્લાય દુબઈના વિમાનમાં ભારતીય પાઈલોટ કેપ્ટન સ્મિત મચ્છર
પર થયેલા હુમલાના મામલામાં એફઆઈઆર નોંધી તપાસ આદરાઈ છે. એનઆઈએની તપાસમાં એ પણ જોવાશે
કે, શું આ હુમલાનો સંબંધ ભારત પર સંભવિત હુમલા સાથે
હતો ? આ સમગ્ર કારસો કેવી રીતે તૈયાર કરાયો, તેની તપાસ પણ એજન્સી કરશે. શું તેમાં બીજા લોકો પણ સામેલ હતા કે નહીં,
તે જાણવાની કવાયત પણ કરાશે. અપરાધ ભારત દેશની બહાર થયો હોય, તો પણ કેટલીક પરિસ્થિતિઓમાં એનઆઈએ તપાસ કરી શકે છે. એનઆઈએ કોઈ પણ પ્રકારના
અપરાધની તપાસ પોતાના હાથમાં નથી લઈ શકતી. જે-તે અપરાધ એનઆઈએ કાયદાની યાદીમાં સામેલ
હોવા જોઈએ. વિદેશમાં થયેલા અપરાધમાં કોઈ ભારતીયને નિશાન બનાવાયા હોય અથવા ભારતનાં હિત
પ્રભાવિત થયા હોય તેવી પરિસ્થિતિમાં એનઆઈએ તપાસ કરી શકે છે.