• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

રૂપિયો વિક્રમી તળિયે, આરબીઆઈ સક્રિય

નવી દિલ્હી, તા. 10 : અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં થઈ રહેલા સતત ધોવાણને રોકવા અને રૂપિયાને સપોર્ટ કરવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ શ્રેણીબદ્ધ મહત્ત્વના નિર્ણયો લીધા છે. રૂપિયામાં સટ્ટાખોરી રોકવા અને ઓઇલ કંપનીઓની વિદેશી હૂંડિયામણની જરૂરિયાતો પૂરી કરવા માટે છઇઈંએ સ્પેશિયલ વિંડો સહિતના કડક ઉપાયોની જાહેરાત કરી છે. શુક્રવારે ડોલર સામે રૂપિયો 96.73ના સ્તરે બંધ થયો હતો, જે તેના ઓલટાઈમ લો (96.96)ની ખૂબ નજીક પહોંચી ગયો હતો. આ સ્થિતિને પહોંચી વળવા માટે જ આ પગલાં લેવામાં આવ્યા છે. આવતા સોમવારથી અમલમાં આવનારી આ વ્યવસ્થા હેઠળ છઇઈં અધિકૃત બેન્કો દ્વારા દેશની ત્રણ મુખ્ય સરકારી ઓઇલ કંપનીઓ ઈંઘઈક, ઇંઙઈક અને ઇઙઈકને તેમની દૈનિક જરૂરિયાત મુજબ ડોલર પૂરા પાડશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની ખરીદી મુખ્યત્વે ડોલરમાં થતી હોવાથી, આ વિંડો દ્વારા ઓઇલ કંપનીઓને ડોલર મેળવવામાં સરળતા રહેશે અને ખુલ્લા બજાર પરથી ડોલરની માંગનું દબાણ ઘટશે. આ સુવિધા આગામી આદેશ સુધી ચાલુ રહેશે.સટ્ટાખોરી અને ચલણમાં અસ્થિરતા રોકવા માટે છઇઈંએ ફોરેક્સ ડેરિવેટિવ્ઝના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે.  વિદેશી ચલણ ડેરિવેટિવ ટ્રાડિંગની મર્યાદા 100 મિલિયન ડોલરથી ઘટાડીને માત્ર 5 મિલિયન ડોલર કરી દેવામાં આવી છે. 20 ટકા ફોરેક્સ રિસ્ક રિઝર્વ (Eિછછ) : 20 લાખ ડોલરથી વધુના કરારો માટે રજિસ્ટર્ડ ડીલરોએ ટ્રાન્ઝેક્શનના મૂલ્યના 20 ટકા જેટલી રોકડ રકમ આરબીઆઈ પાસે અનામત તરીકે રાખવી પડશે. ડબલ હાજિંગ રોકવા સખત દસ્તાવેજીકરણ : એક જ જોખમ સામે બે અલગ-અલગ ડીલરો પાસેથી હાજિંગ (ડબલ હાજિંગ) ન થાય તે માટે ગ્રાહકો પાસેથી લેખિત વચનપત્ર લેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે, આરબીઆઈના આ કડક પગલાંથી ડોલરની સટ્ટાકીય માંગમાં ઘટાડો થશે અને ટૂંકા ગાળામાં રૂપિયાની અસ્થિરતામાંથી રાહત મળશે. જો કે, રૂપિયાનું ભવિષ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતો, વિદેશી રોકાણ અને વૈશ્વિક બજારના વલણ પર નિર્ભર રહેશે. ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 12.95 અબજ ડોલર ઘટીને 734.60 અબજ ડોલર નોંધાયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd