ભુજ/ગાંધીનગર : મૂળ રાજકોટના વડનગરા નાગર પુષ્પેન્દ્રભાઈ રજનીકાંત
નાણાવટી (નિવૃત્ત ઇન્કમટેક્સ ઓફિસર) તે સ્વ. સાધનાબેનના પતિ, નિષ્મા કુણાલ વોરાના પિતા, સ્વ. ચમનલાલભાઈ માંકડ (ભુજ)ના જમાઈ, શૈલના નાના તા. 5-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-10-2026ના ગુરુવારે સાંજે 5થી 6 સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ, સેક્ટર-7, ગાંધીનગર ખાતે.
ભુજ : ગોવિંદભાઇ કાનજીભાઇ વાઘેલા (ઉ.વ. 44) તે સ્વ. લક્ષ્મીબેનના પતિ, ખીમજીભાઇ, દેવશીભાઇ,
મોહનભાઇ, શાંતિલાલ, જેન્તીભાઇ,
દામજીભાઇ, હંસાબેન, જયાબેન,
રામુબેન, શાંતાબેનના ભાઇ, જશોદા, આરતી, ભારતી, નિશા, બિંદિયાના પિતા તા. 6-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 8-10-2026ના નિવાસસ્થાન રામનગરી, ભુજ ખાતે.
ગાંધીધામ : કે. બર્નાર્ડ માથાઈ (ઉ.વ. 78) (નિવૃત્ત સાર્જન્ટ, ભારતીય વાયુસેના, નિવૃત્ત
સબ ઇન્સ્પેક્ટર ટ્રાફિક, દીનદયાળ પોર્ટ ઓથોરિટી) તે ગ્રેસીના પતિ, બિસ્મિ (સેન્ટ ઝેવિયર્સ),
જાસ્મિ (યુએસએ)ના પિતા, વિન્સેન્ટ કોલાસો (ઇન્કમ
ટેક્સ), જેસ્સે ગોપુરન (યુએસએ)ના સસરા, એશલિન, એન્જેલો, સોફિયા,
સોલોમન, આશ્નાના નાના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-10-2026ના બુધવારે સાંજે 5થી 6 અંબાજી મંદિર હોલ, અંબાજી મંદિર પાસે, સેક્ટર-4, ઓસ્લો સોસાયટી, ગાંધીધામ ખાતે.
અંજાર : ચૌહાણ હાજી હુશેન ઇસ્માઇલ (ઉ.વ. 79) તે ચૌહાણ જુસબ, સલીમ, અસલમ, સિકંદરના પિતા, મ. તુર્ક રજબઅલી (મુંદરા)ના સસરા તા.
6-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 8-10-2026ના ગુરુવારે સવારે 11થી 12 નિવાસસ્થાન લાઇન નંબર 14, પ્લોટ નંબર 22, એકતા નગર, નયા અંજાર
ખાતે.
અંજાર : તારાબેન શાંતિલાલ પલણ (ઉ.વ. 80) તે સ્વ. શાંતિલાલ ભાણજી પલણના
પત્ની, સ્વ. ભાણજી હરિરામના પુત્રવધૂ (હરિ ઇબજી પરિવાર),
સ્વ. મોનજી જુઠા કોટેચા (રામપર-તુણા)ના પુત્રી, જ્યોતિ દીપક ઠક્કર (અંજાર), જિજ્ઞા જયેશ ઠક્કર (ભુજ),
મુકેશ ઠક્કર (અંજાર), મનીષા કનૈયાલાલ મડિયાર (અંજાર)ના
માતા, મીતાબેન મુકેશ ઠક્કરના સાસુ, જિજ્ઞેશના
દાદી, ત્વિષા, મેઘા, આયુષી, ઝીલ, આરવ, રીવાના નાની, સ્વ. મોતીરામ ભાણજી, કનૈયાલાલ ભાણજી, મહેશકુમાર ભાણજી, સ્વ. જમનાબેન જેઠાલાલ ઠક્કર (મુંદરા)ના ભાભી તા. 6-10-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 7-10-2026ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન હવેલી ફળિયા, અંજારથી લોહાણા સ્મશાન ગૃહ ખાતે જશે.
શિણાય (તા. ગાંધીધામ) : ઘનશ્યામદાસ તુલસીદાસ સાધુ તે સ્વ. અમૃતબેન
તુલસીદાસના પુત્ર, ગં.સ્વ. ગૌરીબેન
અંબારામ (કલ્યાણપર)ના જમાઇ, ગીતાબેનના પતિ, સ્વ. કિશોરદાસ તુલસીદાસના ભાઇ, સ્વ. કમલેશદાસ કિશોરદાસ,
શોભનાબેન, મનીષાબેન, ભદ્રેશદાસના
કાકા, આનંદ, રોહિત, દીપકના પિતા, વિવેક, કૃપાલી,
જયવીર, સુનંદ, શિવાંશ,
જીયાંશ, હેતાંશીના દાદા તા. 6-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 8-10-2026ના સાંજે 4થી 5 નિવાસસ્થાન રાધેક્રિષ્ના મંદિર, શિણાય (તા. ગાંધીધામ) ખાતે.
વરસામેડી (તા. અંજાર) : જાડેજા રણજિતસિંહ ટપુભા (ઉ.વ. 69) તે ટપુભા ભીમજીના પુત્ર, હેમતસંગજીના ભત્રીજા, સ્વ. રામસંગજી હેમતસંગજી, સ્વ. નટુભા ટપુભા, સ્વ. ધીરુભા હેમતસંગજી, ભગુભા ટપુભા, ઇન્દ્રસિંહ હેમતસંગજી, કિશોરસિંહ ટપુભા, દિનેશસિંહ હેમતસંગજીના મોટા ભાઇ, સ્વ. જિતેન્દ્રસિંહ,
રઘુવીરસિંહના પિતા, પ્રદીપસિંહ, શૈલેન્દ્રસિંહ, યશપાલસિંહ, દેવેન્દ્રસિંહ,
મહાવીરસિંહ, જયદીપસિંહ, રાજદીપસિંહ,
શનિરાજસિંહ, કર્મરાજસિંહ, આર્યદીપસિંહના મોટાબાપુ, જયરાજસિંહ, મહિદીપસિંહ, ભવદીપસિંહ, રુદ્રપ્રતાપસિંહ,
ભાગ્યરાજસિંહ, દેવપાલસિંહના દાદા તા. 6-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન દરબારગઢ, વરસામેડી ખાતે.
દેવપર-ગઢ (તા. માંડવી) : હરિસંગજી કાકુભા સોઢા (ઉ.વ. 62) તે ગં.સ્વ. બાઈબાના મોટા પુત્ર, જનકબાના
પતિ, મયુભા, સ્વ. રતનજીના ભાઈ, હિંમતાસિંહ, હરદેવાસિંહ, કમલાસિંહ,
ગીતાબાના પિતા, ભરતાસિંહ, અજિતાસિંહ, યુવરાજાસિંહના મોટાબાપુ, ઋષિરાજ, કર્મરાજ,
નક્ષરાજના દાદા, સ્વ. દેવાજી દેસરાજી જાડેજા (સિંગચ)ના
જમાઇ, બટુકાસિંહ,
ભગવાનજી, કનકાસિંહ, ભરતાસિંહના બનેવી, સ્વ. દીપસંગજી (કાળા તળાવ)ના ભાણેજ
તા. 5-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન દેવપર (ગઢ) ખાતે તથા પ્રાર્થનાસભા તા. 8-10-2026ના સાંજે 4થી 6 વિષ્ણુ સમાજવાડી, દેવપર ખાતે.
ગોધરા (તા. માંડવી) : મનજીભાઈ વેલજી હાલાઈ (ઉ.વ. 78) તે સ્વ. ધનબાઈના પતિ, દેવજીભાઈ, કરશનભાઇ,
સ્વ. સુંદરબાઈના પિતા, શાંતાબેન, મંજુલાબેન, માવજીભાઈ કેરાઈના સસરા, પરેશ, કંચન, હિરેન, રાહુલ, વિનેશના દાદા તા. 6-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-10-2026ના સવારે 7.30થી 8.30 નિવાસસ્થાને લાયજા રોડ ખાતે.
નાની ભુજપુર (તા. મુંદરા) : મૂળ પાંચોટિયાના પુનસી દેવરાજ ભુવા
(ઉ.વ. 76) તે ધનબાઇબેનના પતિ, ડોસા, સોનબાઇ,
માણક, કરસનના પિતા, મેગબાઇ
ડોસા સીખડિયાના ભાઇ તા. 6-10-2026ના
અવસાન પામ્યા છે. સાદડી 3 દિવસ નિવાસસ્થાને
તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 16-10-2026ના
નાની ભુજપુર ખાતે.
ગેચડા (તા. નખત્રાણા) : સોઢા અજિતસિંહ જેતમાલસિંહ (ઉ.વ. 25) તે સોઢા જેતમાલસિંહ મુળજીના
પુત્ર, ગેમરસિંહના ભત્રીજા તા. 3-10-2026ના અવસાન પામ્યા છે. બારસ
(પાણીઢોળ) તા. 13-10-2026ના.
સુખપર રોહા (તા. નખત્રાણા) : મૂળ વડવા ભોપાના જેસા વેસા રબારી
(ઉ.વ. 67) તે સ્વ. મેરૂ દેવરા (સણોસરા)ના
જમાઈ, પાલીબેનના પતિ, રાજા વેસા,
વરજુબેન, સીતાબેનના ભાઈ, રામીબેન, કમીબેન, પાબીબેન,
નામાબેન, દેવકરણના પિતા, રામી, ભામુના કાકા, દેવી,
લાછુંના સસરા, રુદ્ર, ધ્રુવિન,
હર્ષ, રવિના દાદા તા. 5-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને સુખપર રોહા ખાતે.
સુખસાણ (તા. નખત્રાણા) : હીરાબા દેવાજી જાડેજા (ઉ.વ. 83) તે રવુભા, સતુભા, આસુભા,
કેણુભાના માતા, સતુભા વંકાજી જાડેજા (સુખસાણ હાલે
દેવપર)ના મોટાબા, ભગુભા, સવુભા,
વંકાજી, ગુલાબાસિંહ, ક્રિપાલાસિંહના
દાદી, માનસંગજી પચાણજી પઢિયાર (દેવપુર)ના સાસુ, સ્વ. નારાણજી સામતજી ચાવડા (ગંગોણ હાલે જડોદર)ના પુત્રી તા. 6-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન સુખસાણ ખાતે.
ભડલી (તા. નખત્રાણા) : ડાઇબેન મુરજી જોગેલ (ગરવા) (ઉ.વ. 68) તે સ્વ. મુરજીભાઇ દામજીભાઇના
પત્ની, વિમળાબેન વેલજીભાઇ શેખાણી (સાંયરા),
બાબુભાઇ, દમયંતીબેન, અરવિંદભાઇ,
મનસુખભાઇના માતા, હમીરભાઇ મગાભાઇ રૂપાણી (વડવા
કાંયા)ના પુત્રી, નીતુ ક્રિષ્ના, બલરામના
દાદી, ભાવેશ, મહેશ, અરૂણા, ગાયત્રીના નાની તા. 5-10-2026ના અવસાન પામ્યા છે. આગરી
(સત્સંગ) તા. 8-10-2016ના સાંજે અને ઘડાઢોળ (પાણી)
તા. 9-10-2026ના સવારે નિવાસસ્થાન ભડલી ખાતે.
નાના નખત્રાણા (તા. નખત્રાણા) : રબારી કરણા (ઉ.વ. 61) સ્વ. દેવાભાઇ માડાભાઇના પુત્ર, હાસુબેનના પતિ, જસુબેન,
રવજી, કમલેશ, ભાવનાબેનના
પિતા, મેજાભાઇ, સ્વ. રત્નાભાઇ, સોમાભાઈ વંકાભાઈના ભાઈ, સ્વ. નાથીબેન માલાભાઇ (ઉગેડી)ના
બનેવી, સ્વ. પબાભાઇ, છગનભાઇ, બુધાભાઇ, ભામુભાઇ, ભારાભાઇ,
મેઠાભાઇ, ચેનાભાઇ, ડગાભાઇ,
ચેતનભાઇ, મહેશભાઈ, બુધાભાઇ,
ખેંગારભાઈના કાકા, વેરશી ભોપા, ભરતભાઈ, નિમેષ, રમેશ, વિનોદ, સંજય, દિનેશ, હર્ષીદ, કૃપાના દાદા તા. 4-10-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
8-10-2026ના, ઘડાઢોળ તા. 9-10-2026ના સવારે 10.30, સાદડી નિવાસસ્થાન નાના નખત્રાણા
ખાતે.
કોઠારા (તા. અબડાસા) : વસંતભાઈ (વસુકાકા) લક્ષ્મીદાસ કતિરા
(ઉ.વ. 72) તે સ્વ. મંગળાબેનના પતિ, સ્વ. સાકરબાઈ લક્ષ્મીદાસ સામજી કતિરાના પુત્ર,
સ્વ. વિઠ્ઠલદાસ (નલિયા), સ્વ. પ્રેમજીભાઈ (ભુજ),
સ્વ. નેણસીભાઈ, પુષ્પાબેનના નાના ભાઈ, ગં.સ્વ. બાયાબાઈ, ગં.સ્વ. જયાબેન, ગં.સ્વ. શારદાબેનના દિયર, સ્વ. શાંતાબેન હંસરાજ કટારિયા
(નેત્રા હાલે નખત્રાણા)ના જમાઈ, પ્રકાશ, હિરેન, દીપાના પિતા, રેખાબેન,
જાગૃતિબેન અને રિતેશ બારમેડા (ભુજ)ના સસરા, સ્વ.
અક્ષ, શૌર્ય, રુદ્ર, રોમ્ય, મેદાંતના દાદા, સ્વ. જેવંતભાઈ
(મુંબઈ), શાંતિલાલ મૂળજી ઠક્કર (નખત્રાણા), જયંતીલાલ મોહનલાલ બારમેડા (ભુજ)ના વેવાઈ, મંજુલાબેન,
લક્ષ્મીબેન, નયનાબેન, સ્વ.
ઈલાબેન, બુધીલાલ હંસરાજ, સ્વ. કાંતિલાલ
હંસરાજ, ભૂપેન્દ્ર હંસરાજ (નખત્રાણા), રવિલાલ
હંસરાજ (ભુજ)ના બનેવી, સ્વ. શાંતિલાલ રાચ્છ, હરેશભાઈ કતિરા, હરેશભાઈ કોટક (શેરડી), વિનોદકુમાર બારૂ (નખત્રાણા)ના સાઢુભાઈ, પ્રતાપ (મુંબઈ),
સ્વ. હરેશ (નલિયા), શોભનાબેન, સ્વ. અનસૂયા, સ્વ. મધુબેન, મહેશ
કતિરા, સ્વ. રાજેશ, રોહિત, હિતેષ, સંજય, જિજ્ઞા, પારૂલના કાકા તા. 6-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-10-2026ના ગુરુવારે સાંજે 4થી 5 વ.ક. નાથા છાત્રાલય, કોઠારા ખાતે.
આરીખાણા (તા. અબડાસા) : જાડેજા મનુભા ભુરુભા (ઉ.વ. 57) તે સ્વ. જાડેજા ભુરુભા ખેતાજીના
પુત્ર, જાડેજા ઘનુભા ભુરુભાના મોટા ભાઈ, સ્વ. જાડેજા વાઘુભા વેરૂભા, જાડેજા પુંજુભા વેરૂભાના
કાકાઇ ભાઈ, જગુભા મયુરાસિંહ જુવાનાસિંહના કાકા તા. 5-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 8-10-2026ના ગુરુવારે કોમ્યુનિટી હોલમાં, આરીખાણા ખાતે. ઉત્તરક્રિયા તા. 9-10-2026ના સોમવારે.