• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

દિલ્હી સંમેલનમાં કચ્છના મહિલા ખેડૂતો જોડાયા

રાપર, તા. 10 : અખિલ ભારતીય કિસાન સંઘનું દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે મહિલા કાર્યકર્તાઓનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં કચ્છમાંથી 45 મહિલા અને 15 પુરુષ કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. દેશના 28 રાજ્યોની મહિલા કાર્યકર્તાઓએ મહાસંમેલનમાં ભાગ લીધો હતો. કચ્છના કાર્યકર્તાઓની ઉપસ્થિતિએ સંગઠનની એકતા, નારીશક્તિ અને ખેડૂત એકતાનો સંદેશો આપ્યો હતો. સંમેલનમાં ગુજરાત પ્રદેશ મહિલા સંયોજક રાધાબેન ભુડિયા, કચ્છ જિલ્લા મંત્રી વાલજીભાઈ લીંબાણી, જિલ્લા ઉપપ્રમુખ પરસોત્તમભાઈ પોકાર, જિલ્લા પ્રચાર પ્રમુખ રામજીભાઈ છાંગા, જિલ્લા વાલી કિશોરભાઈ, રાપર તાલુકા કિસાન સંઘના પ્રમુખ કુંભાભાઈ ચાવડા, હરજીભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ તેમજ મહિલા કાર્યકર્તાઓ નિલાબેન લીંબાણી, સરસ્વતીબેન, મંજુબેન ચાવડા,  લક્ષ્મીબેન, નર્મદાબેન સહિતની નારીશક્તિએ કાર્યક્રમ સફળ બનાવવા યોગદાન આપ્યું હતું. ઉપરાંત માર્ગમાં વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રા દ્વારા સંગઠનની એકતા, સામાજિક સમરસતાનો સમન્વય કરાયો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd