• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

આજે ત્રીજી ટી-20 : બોલરોની અગ્નિપરીક્ષા

નવી દિલ્હી, તા. 10 : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ટી-20 શ્રેણીમાં અત્યાર સુધી બેટર્સનું એકહથ્થુ સામ્રાજ્ય જોવા મળ્યું છે. હવે રવિવારે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાનારી ત્રીજી ટી-20 મેચમાં પણ આ જ સિલસિલો જળવાઈ રહેવાની પૂરી સંભાવના છે. જેના કારણે બોલર્સની અગ્નિપરીક્ષા થઈ શકે છે. બીજી મેચમાં આંચકાજનક હાર બાદ ટીમ ઈન્ડિયા વાપસી માટે મથશે. ઇન્દોરનું મેદાન તેની નાની બાઉન્ડ્રી અને સપાટ ટ્રેક માટે વિશ્વભરમાં જાણીતું હોવાથી અહીં પણ બોલર્સ પર ભારે દબાણ રહેશે. ફરી એકવાર ચોગ્ગા-છગ્ગાની આતશબાજી જોવા મળે તો નવાઈ નહીં. બંને ટીમોની વિસ્ફોટક બાટિંગ લાઇન-અપ વચ્ચેનો આ મુકાબલો ફક્ત રન બનાવવાથી નહીં, પરંતુ ફિલ્ડિંગના ઉચ્ચ સ્તર અને કેચ પકડવાની ચોકસાઈથી નક્કી થશે.  ગત મેચમાં ભારતીય ટીમને ફિલ્ડિંગની ક્ષતિઓ ભારે પડી હતી. જેમાંથી બોધપાઠ લેવો ટીમ ઇન્ડિયા માટે અનિવાર્ય છે. બીજી તરફ, રાત્રિના સમયે મેદાન પર પડનારી ઝાકળ બોલર્સ માટે ગ્રાપિંગ મુશ્કેલ બનાવશે. ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટી ચિંતા પેસ આક્રમણની લય સાબિત થઈ રહી છે. મુખ્ય ઝડપી બોલર અર્શદીપ સિંહે બે મેચમાં 79 રન આપીને માત્ર એક વિકેટ મેળવી છે, જેથી ડેથ ઓવર્સમાં તેનું કમબેક ભારત માટે અત્યંત મહત્વનું રહેશે. યુવા સેન્સેશન મયંક યાદવે પાવરપ્લેમાં ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ઝડપીને પોતાની ઝડપનો પરચો આપ્યો હતો, પરંતુ અન્ય બોલર્સ સાથ ન આપી શકતાં મોટા સ્કોરનો પણ બચાવ થઈ શક્યો નહતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd