• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

અંબાણી વિરુદ્ધ બેફામ બોલ્યા મસ્ક

નવી દિલ્હી, તા. 10 : ભારતમાં સ્ટારલિંકનાં લોન્ચિંગમાં વિલંબ બદલ  ધૂંધવાયેલા એલન મસ્કે `વડાપ્રધાન અંબાણી' જેવું સંબોધન કર્યા બાદ શનિવારે સળંગ ત્રીજીવાર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના રિલાયન્સ પર પ્રહાર કર્યા હતા. મસ્કે આરોપ મૂક્યો હતો કે, રિલાયન્સ પાસેથી ફંડ મેળવતી કંપનીએ સોશિયલ મીડિયા પર ભાજપના ચૂંટણી પ્રચારમાં મદદ કરી હતી. રિલાયન્સ સાથે જોડાયેલી કંપનીએ ભારતના સત્તારૂઢ પક્ષને રાજકીય દાન આપ્યું હતું, તેવો આરોપ પણ મસ્કે મૂક્યો હતો. `રિલાયન્સ નું ફંડ મેળવતી કંપનીએ ફેસબુક પર કેવી રીતે ભાજપના ચૂંટણી પ્રચારમાં મદદ કરી' તેવાં શીર્ષક સાથેના અલજજીરાના અહેવાલને ટાંકતાં મસ્કે આવા પ્રહારો કર્યા હતા. એ જ રીતે અમેરિકી ઉદ્યોગપતિએ ટાંકેલા ઈન્ડિયન એક્સપ્રેસના 2024ના અહેવાલમાં દાવો કરાયો હતો કે, રિલાયન્સની ફર્મે ભાજપને 385 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. સ્ટારલિંકનાં લોન્ચિંગમાં વિલંબ બદલ મસ્ક પહેલાં પણ ભારતીય ઉદ્યોગો પર પ્રહાર કરી ચૂક્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd