મુંદરા, તા. 10 : એસજીએફઆઈ અંડર -14 ગર્લ્સ રગ્બી 7 એસ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મુંદરાની સરસ્વતી વિદ્યામંદિર શાળાની
ખેલાડીઓએ ગુજરાતમાં ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. રાજ્યભરમાંથી 24 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો
એવી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ત્રણ ખેલાડીઓએ સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. આ વિજેતા
ટીમમાં સરસ્વતી વિદ્યામંદિર, મુંદરાની કેપ્ટન ચિત્રા રાઠોડ, સુમેરા ભજીર, દીપ્તિ ગોસ્વામી, પ્રેક્ષાબા જાડેજા, ફેની પટેલ, પ્રાચી ભાનુશાલી અને હેતાક્ષી બારડનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ માટે ટીમના કોચ યશપાલાસિંહ જાડેજાનું માર્ગદર્શન રહ્યું હતું. આ
સિદ્ધિને વિદ્યાલયના પ્રધાનાચાર્ય તથા ટ્રસ્ટી, વ્યવસ્થાપકોએ
બિરદાવી હતી. હવે આ ચેમ્પિયન ટીમમાંથી ત્રણ
દીકરીઓની ગુજરાતની ટીમમાં પસંદગી થઇ છે અને તે હવે રાષ્ટ્રીય સ્તરે રમશે. જેમાં ચિત્રા
લિલાજી રાઠોડ, પ્રેક્ષાબા જીતેન્દ્રસિંહ જાડેજા અને સુમેરા અનવરભાઇ
ભજીરનો સમાવેશ થાય છે.