નખત્રાણા, તા. 10 : અહીં ગૌસેવાના લાભાર્થે પ્રથમવાર
ગૌ પ્રિ-નવરાત્રિનું આયોજન કરાયું હતું. જેમાં દાતાઓ દ્વારા મળેલા રૂા. 2.50નું દાન અર્પણ કરાયા હતા. અનંત
ગ્રુપ દ્વારા સુંદરમ રિસોર્ટ ખાતે આયોજીત કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મોરજર અખાડાના દિલીપરાજા કાપડી, ભાગવતાચાર્ય શાત્રી કિરણભાઇ જોશી, આશિષ મહારાજ, દેવેન્દ્રભાઇ જોશી અને જગદીશ મહારાજે કરી
આશિર્વચન પાઠવ્યા હતા. ધર્મ સંસ્કૃતિની પરંપરા મુજબ માતાજીના રાસ ગરબાની રમઝટ જામી
હતી, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ સ્પર્ધામાં જોડાયા હતા. આ
આયોજનનો ઉદ્દેશ્ય સનાતનીઓને એક મંચ પર એકત્રિત થવાનો હોવાનું ધ્રુવ જોશીએ જણાવ્યું
હતું. કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડા,
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નગરપતિ
વસંતભાઇ વાઘેલા, કા. ચેરમેન ચંદનસિંહ રાઠોડ, ઉપપ્રમુખ દમયંતીબેન તથા ડાયાભાઇ સેંઘાણી, ધર્મેશ કેશરાણી,
હરિસિંહ રાઠોડ, ચેતનભાઇ ઠક્કર, મોહનભાઇ ચાવડા, ભરતભાઇ સોમજિયાણી, તા.પં. પ્રમુખ ભારતીબેન તથા નીતિનભાઇ ગોસ્વામી, મીરાબેન
ઠક્કર, નગરસેવકો સહિત મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.
આર્થિક સહયોગના મુખ્ય દાતા ચેતનભાઇ ઠક્કર, પ્રકાશ ટ્રેડિંગ (ઘાટકોપર),
અન્ય દાતાઓ સોની, હિંમતલાલ સોની જયેશભાઇ,
સોની ભરતભાઇનો સહયોગ રહ્યો હતો. એસોસીએટ પાર્ટનર પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ
કોમ્પીટીશન, ગિફટ એલઇડી ટીવીના દાતા ભાનુબેન રમેશભાઇ આથા,
કૈલાશભાઇ આથાનો સહયોગ મળ્યો હતો. ધ્રુવભાઇ દ્વારા ફૂડ કોર્ટમાંથી બચતની
રકમ ગૌસેવામાં અર્પણ કરાઇ હતી. દીક્ષિત ચૌહાણ, જેમિન અબોટી,
હર્ષ સોની, નિક્ષિત સોની, મયુર ચૌહાણ, વિવેક પલણ, અમન પલણ, અક્ષય કોઠારી,
કૈલાસ આથાએ કાર્યક્રમના આયોજનમાં
સહયોગ આપ્યો હતો.