• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

અગ્રસેન પ્રીમિયર લીગમાં પંગેબાઝ ટીમ ચેમ્પિયન

ગાંધીધામ, તા. 9 : ભગવાન અગ્રસેનજી મહારાજની જયંતીના ઉપક્રમે અગ્રવાલ સમાજ, અગ્રવાલ યુવા સંઘ અને અગ્રવાલ મહિલા સંગઠન દ્વારા મહારાજા અગ્રસેન પ્રીમિયર લીગ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું  આયોજન કરાયું હતું. રોમાંચક સ્પર્ધાની ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા સચિન ગુપ્તાની માલિકી ધરાવતી પંગેબાઝ ટીમે વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી, જ્યારે સુનીલ ગુપ્તાની માલિકી ધરાવતી ધુરંધર ટીમ ઉપવિજેતા  રહી હતી. ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ દ્વારા ખેલદિલી અને કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટમાં પૂનમ ગર્ગે  મેન ઓફ ધ મેચ અને ફિમેલ ઓફ ધ ટૂર્નામેન્ટના ખિતાબ જીત્યા હતા.  મેન ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે રિચી ગુપ્તા, મેન્ટર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે સચિન ગુપ્તા અને કિડ ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે જેનસ ગુપ્તાની પસંદગી કરવામાં આવી હતી. આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ દેવેન્દ્ર ગોયલ મંત્રી સુધીર ગોયલના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ કન્વીનર્સ માનવ ગોયલ, આદિત્ય અગ્રવાલ, વૈભવ અગ્રવાલ, મધુર બંસલ અને અમિત અગ્રવાલે  સહયોગી બન્યા હતા. બોલ સ્પોન્સર તરીકે સમીર ગર્ગ (એસઆરજી-સુમિત્રા રાજકૃપાલ ગ્રુપ), ટી-શર્ટ સ્પોન્સર તરીકે રજત બંસલ (એસઆઈપીએલ), વિકેટ સ્પોન્સર તરીકે પ્રથમ અગ્રવાલ (નીઓ વર્લ્ડ પ્રોડક્ટ), બાઉન્ડરી સ્પોન્સર તરીકે પ્રવીણ બંસલ (ભગવતી લંબર્સ) અને ટોસ સ્પોન્સર તરીકે દેવેન્દ્ર ગોયલ (રસમ ઇવેન્ટ) તરફથી વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમ થકી સમાજમાં એકતા, ઉત્સાહ અને રમતગમતની ભાવનાને નવી ઊંચાઈએ પહોંચી હોવાનું સમાજના પ્રમુખ સમીર ગર્ગ, મંત્રી સંજય ગર્ગ અને મહિલા પ્રમુખ કિરણ ગોયલે ઉદબોધનમાં જણાવ્યું  હોવાનું અશોક મિત્તલે  જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd