• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

આંતરરાષ્ટ્રીય મેગા ઇવેન્ટમાં કચ્છની કંપનીને પાંચ એવોર્ડ

ભુજ, તા. 10 : અબડાસાના નાનકડા ડુમરા ગામે માતા ગોદાવરીબેન અને ખીમજીભાઇને ત્યાં જન્મ લઇ ચૂકેલા રણજિતભાઇ ઠક્કરે સમયની સાથે ચાલતાં ચાલતાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને વેડિંગ પ્લાનિંગ ક્ષેત્રે કરેલી શરૂઆતે મોટી સિદ્ધિ અપાવી છે. રણજિતભાઇના પુત્ર જેકીએ ધંધાને આધુનિકરણ કરી એક કંપની બનાવી `ધ સ્માર્ટ કંપની'નું નામ આપી છેક નેપાળ ક્ષેત્રે મોટો એવોર્ડ પ્રાપ્ત કરી ડુમરા અને કચ્છનું નામ રોશન કર્યું હતું. ઇવેન્ટ મેનેજમેન્ટ, વેડિંગ પ્લાનિંગ અને એકસપિરીયનશિયલ, માર્કેટિંગ  ઉદ્યોગના `ઓસ્કાર' સમાન ગણાતા અત્યંત પ્રતિષ્ઠિત ‘FMF’ ગ્લોબલ ACE કન્વેન્શન અને એવોર્ડસ 2026નું તાજેતરમાં નેપાળના કાઠમંડુ ખાતે સમાપન થયું હતું. કાઠમંડુની જાણીતી હોટેલ `ધ સોલ્ટી' ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેગા ઇવેન્ટે ઇન્ડસ્ટ્રીઝ માટે શ્રેષ્ઠતાનાં માપદંડો સ્થાપિત કર્યા છે અને કચ્છી પિતા-પુત્રની જોડીએ પાંચ એવોર્ડ પ્રાપ્ત કર્યા હતા. લઠેડી ગામે જન્મ લઇને આ પરિવારે ડુમરા બાદ ભુજને કર્મભૂમિ બનાવી છે. નેપાળમાં પ્રથમ વખત આયોજિત આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં સાત દેશોના 550થી વધુ ડેલીગેટસે ભાગ લીધો હતો આ ગ્લેમર્સ એવોર્ડ સમારંભમાં ગુજરાતની ટોચની ઇવેન્ટ કંપનીઓમાં સ્થાન ધરાવતી "The Smart Company'  બે ગોલ્ડ, બે સિલ્વર તથા એક બ્રોન્ઝ એવોર્ડ મળી કુલ પાંચ એવોર્ડ પોતાના નામે કર્યા હતા સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ એ હતી જ્યારે બેસ્ટ સંગીત ફંક્શન ઓફ ધ યરનો પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડ `"The Smart Company' જાણીતી બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પીઢ અભિનેતા શક્તિ કપૂરની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2004માં રણજિત ઠક્કર અને તેમના પુત્ર જેકી ઠક્કર દ્વારા શરૂ થયેલી The Smart Company'  ખાસ કરીને લક્ઝરી વેડિંગ, ડેસ્ટિનેશન વેડિંગ અને નવરાત્રિ જેવા સામાજિક ઉત્સવો યાદગાર બનાવે છે. આ ઉપરાંત તેઓ કોર્પોરેટ અને સરકારી ઇવેન્ટસ પણ અત્યંત કુશળતાથી સંભાળે છે એમ એક મુલાકાતમાં જણાવ્યું હતું. પાંચ એવોર્ડસ અને એક અખૂટ ઝૂનુનનાં મંત્ર સાથે આગળ વધતી આ કંપનીની સફળતાનો શ્રેય તેમની વિશાળ અને નિષ્ણાત ટીમને પણ જાય છે. જેમાં એલઇડી સ્ક્રીન , ટ્રસ્ટ લાઇટ, એમ.આઇ. બાર, Kinetic Ball આ ટીમના Truss  ઓપરેટર, MI Bar ઓપરેટર જેઓ દરેક ઇવેન્ટને અનોખી અને યાદગાર બનાવવા રાત-દિવસ એક કરી છે. આ નિષ્ણાત ટીમ મજબૂત સપોર્ટ અને અદ્યતન ઇન-હાઉસ પ્રોડકશન સુવિધાઓના જોરે "The Smart Company' આજે ગુજરાતની અગ્રણી કંપની બનીને ગૌરવશાળી શિખરે પહોંચાડી છે. મૂળ ગામ ડુમરાના સ્વ. ખીમજી ગાંગજી પરિવારના પુત્ર રણજિતભાઈ અને તેમના પુત્ર જેકીભાઈ જેમને વર્લ્ડ લેવલનો એવોર્ડ ઇન્વેસ્ટ મેનેજમેન્ટ માટે મળ્યો તે માટે ડુમરા વિસ્તારે ગર્વની લાગણી અનુભવી છે. તેઓ ડુમરાના વતની હોવાનો ગર્વ લઈ ડુમરા વિસ્તાર વિકાસ સમિતિ, ડુમરા સમસ્ત ગ્રામજનો વગેરેએ આ સિદ્ધિ બદલ તેઓને શુભેચ્છા પાઠવી હતી. તેઓએ તેમના દાદી સ્વ. ગોદાવરીબેને ડુમરા ખાતે કરેલી સમાજસેવા ધાર્મિક સેવા અને અન્ય સેવામાં તથા તેઓ ગામનાં પ્રથમ મહિલા ગરબીની સ્થાપના કરી હતી તે આજ સુધી ચાલે છે તેને શ્રેય આપ્યો હતો. ડુમરાના સામાજિક રાજકીય અને દરેક પ્રવૃત્તિમાં આ પરિવાર જોડાયેલો હતો તેમના પુત્ર જેકી કહે છે કે રણજિતભાઈએ ગઢશીશા હાઈસ્કૂલમાં નોકરી કરી અને તેમણે પણ સમાજસેવા અને ધાર્મિક કાર્યોમાં સતત અગ્રેસર રહ્યા હતા અને તેઓ સમગ્ર કચ્છમાં અને કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી એલઇડીની વ્યવસ્થા પ્રથમ નંબરે આવે છે. તેઓ નાના-મોટા સામાજિક કાર્યોમાં ફ્રી ઓફ સેવા અને નજીવા દરે પણ કોઈપણ ગરીબના ઘરે પ્રસંગમાં આ પોતાની સેવા આપતા હોય છે. સ્વભાવે નિખાલસ હોવાના અને તેમના માતા-પિતા પાસેથી અને દાદા-દાદીના વારસામાં મળેલા ગુણોને આગળ વધારી તેમણે આ કાર્યમાં સતત પ્રત્યક્ષી રહી નાની ઉંમરે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ બદલ રાજ્યમંત્રી કાંતિભાઇ અમૃતિયા, ડો. નિમાબેન આચાર્ય, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ, ભાવેશ લકી સેવા સ્મૃતિ ટ્રસ્ટ લકી ગ્રુપ ભુજ તેમજ ગુજરાત કરણી સેના, સાંઇધામ-વિષ્ણુ મંદિર મુંબઇ, કચ્છ લડાયક મંચ, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપની મહિલા તથા યુવા પાંખ, લોહાણા મહાપરિષદ, કચ્છ એકમ, ગઢશીશા લોહાણા મહાજન, માંડવી તાલુકા લોહાણા મહાજને શુભેચ્છા આપી હતી. હજી પણ જીવનમાં પ્રગતિ કરે અને વધુ સિદ્ધિઓ હાંસલ કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી તેઓ હાલે નવરાત્રિના મહોત્સવમાં સમગ્ર કચ્છભરમાં યોજાતી નાની-મોટી ગરબીઓમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે ભુજ ખાતેની ગરબી હોય કે પછી ધ વિલામાં યોજાનાર ગરબીમાં પણ તેઓનું મોટું યોગદાન છે નમો નવરાત્રિ, નમો પદયાત્રી સેવા કેમ્પ વગેરે પ્રવૃતિઓમાં સેવા અને દાન આપે છે આ બદલ તેઓને આગામી દિવસોમાં જ્ઞાતિ રત્ન એવોર્ડ આપવાનું પણ  રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાઓએ નક્કી કર્યું છે તેવું જયંતીભાઇ ઠક્કર  ડુમરાવાળાએ જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd