• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

ડમ્પરે બોલેરોને ઓવરટેક કર્યો ને તુરત જ યમદૂત સમો બલ્કર આવી ચડયો

ભુજ, તા. 10 : ખાવડાના આર.ઇ. પાર્કમાં સાતના મોત અને 25ને ઘાયલ કરનારા યમદૂત સમા  બલ્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે અને ચાલકને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. એક ડમ્પરે બોલેરોને ઓવરટેક કર્યો અને તુરત સામે યમદૂત સમો બલ્કર આવી ચડયો હતો. પેટિયું રળવા આવેલા શ્રમજીવીઓ પર ઘટેલી આ કરુણ દુર્ઘટના અંગે ખાવડા પોલીસ મથકે બોલેરો પીકઅપ નં. જી.જે. 12 સીટી-4894ના ચાલક જાવેદ  અલાના સમા (રહે. નાના દિનારા)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 8/10ના રાતે બે વાગ્યે આર.ઇ. પાર્કમાં એનટીપીસી કંપનીની પેટા કંપની ફલોદીમાં મજૂરોની ડયૂટી પૂરી થતા કંપનીમાંથી 32 માણસોને લઇને તે પરત ભારત ભારત હોટલ મૂકવા જતો હતો ત્યારે ત્રણ વાગ્યા આસપાસ ચેકપોસ્ટ આશરે એક કિ.મી. દૂર હતી, ત્યારે રોડ પર એક ડમ્પર તેને ઓવરટેક કરીને આગળ નીકળેલ અને તે જ સમય એક મોટી ટ્રક બલ્કર સીધી જ તેની બોલેરો ઉપર આવી ચડીને અથડાવી દીધી હતી અને તેની ગાડી ટ્રક નીચે આવી ગઇ હતી અને તેની ગાડી ટ્રક નીચે આવી ગઇ હતી. થોડો સમય ફરિયાદી ભાનમાં હતા અને બલ્કર નંબર જોતાં જી.જે. 39 ટી-6545 હતા. આસપાસ મજૂરો ચીસાચીસ કરતા હતા અને અમુક રોડ પર પડયા હતા. આ બાદ બે-ત્રણ મિનિટમાં ફરિયાદી જાવેદ પણ બેભાન થઇ ગયો હતો અને ભાનમાં આવ્યો ત્યારે તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં હતો. તેને પગમાં ફ્રેકચર અને ઓપરેશન થયું છે. ખાવડા પોલીસે બલ્કર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd