• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

ડીજીપી કપ એથ્લેટિક મીટમાં કચ્છ-મોરબીના મહિલા પોલીસને ગોલ્ડ-સિલ્વર કપ

ગાંધીધામ, તા. 10 : ગુજરાત રાજ્ય પોલીસ દળના ડીજીપી કપ એથ્લેટિક-2026 અંતર્ગત ગાંધીધામ તથા મોરબી જિલ્લાના મહિલા પોલીસ કોન્સ્ટેબ્યુલરી સ્ટાફે ગોલ્ડ તથા સિલ્વર કપ હાંસલ કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગુજરાત રાજ્ય પોલીસ દળના ડીજીપી કપ એથ્લેટિક મીટ અંતર્ગત સરહદી રેન્જ, ભુજ હેઠળના પૂર્વ કચ્છના ગાંધીધામ તથા મોરબી જિલ્લાના મહિલા પોલીસ કોન્સ્ટેબ્યુલરી સ્ટાફે ગોલ્ડ તથા સિલ્વર કપ હાંસલ કરી ગુજરાત પોલીસ તથા જિલ્લા પોલીસનું નામ રોશન કર્યું હતું. કચ્છ પૂર્વમાં મહિલા એએસઆઈ કિંજલબેન ખોખરિયાએ 100 મીટર દોડ તથા ચક્રફેંકમાં ગોલ્ડ મેડલ તથા 4 ડ્ઢ 100 મીટર રીલે દોડમાં સિલ્વર મેડલ, મોરબી જિલ્લાના ભૂમિકાબેન ડી. ભુત, 5000 મીટર દોડ અને 1500 મીટર દોડમાં ગોલ્ડ મેડલ તથા 4 ડ્ઢ 100 મીટર રીલે દોડમાં સિલ્વર મેડલ, ક્રિષ્નાબેન એસ. ગરૈયા, 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને 100 મીટર દોડ માં સિલ્વર મેડલ તથા 4 ડ્ઢ 100 મીટર રીલે દોડમાં સિલ્વર મેડલ, જનકબેન પી. કણઝરિયા, 4 ડ્ઢ 100 મીટર રીલે દોડમાં લિવર મેડલ મેળવ્યા છે. તમામ મહિલા કોન્સ્ટેબ્યુલરી સ્ટાફને રેન્જ આઈજી દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાયા હતા. જિલ્લાના કર્મચારીઓ દ્વારા આવી સિદ્ધિ બદલ બેસ્ટ ફિમેલ એથ્લેટિક ડીજીપી કપ એનાયત કરવામાં આવ્યા હતા, જે પોલીસ વિભાગ તથા જિલ્લા પોલીસ માટે ગર્વની બાબત છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd