દયાપર (તા. લખપત), તા. 1 : તાલુકાના વર્માનગર ખાતે કચ્છ
લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશનના યજમાન પદે 19મી ઇન્ટર જીએસઈસીએલ વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
હતું. સમગ્ર ગુજરાત માંથી જીએસઈસીએલના 12 પાવર સ્ટેશનની ટીમોએ ભાગ લીધો હતો. પ્રથમ સેમિફાઈનલ ઉકાઇ અને
સિક્કા ટીપીએસ વચ્ચે રમાઈ હતી જેમાં ઉકાઇનો વિજય થયો હતો. બીજી સેમિફાઈનલ યજમાન કેએલટીપીએસ
અને વણાકબોરી વચ્ચે રમાઈ હતી જેમાં ભારે રસાકસી બાદ વણાકબોરીનો 2-1થી વિજય થયો હતો. ફાઈનલ મેચ
ઉકાઇ અને વણાકબોરી વચ્ચે રમાઈ હતી જેમાં પહેલા સેટમા વણાકબોરી ટીમની જીત થઈ હતી. બાદમાં
ઉકાઇ ટીમે પ્રદર્શન કરીને 3 સેટ જીતી
ચેમ્પિયન થઈ હતી. ઉકાઈ ટીપીએસ ટીમ સતત 14મી વખત વિજેતા થઈ હતી. ખેલાડીઓનો જુસ્સો વધારવા સર્વે કર્મચારીઓ
તથા કોલોની પરિવાર, બાળકો સાથે
મહિલા મંડળ,વર્કિંગ વુમન તેમજ એસ કે વી સ્કૂલના ડીજીએમ અને પ્રિન્સિપાલ
જોડાયા હતા. મુખ્ય એન્જિનીયર એમ.જે. ચૌધરીએ અભિનંદન આપ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ ડી.એસ.
નલવાયા, એમ.કે. હેલૈયા,
જે.વી. અપારનાથી, રિક્રિએશન ક્લબના મહામંત્રી પ્રકાશ
પુરોહિત, જો.જનરલ સેક્રેટરી -એ.ડી. દેવાણી, આઉટડોર સેક્રેટરી ડી.એન.બોડાના,
કો-ઓર્ડેનેશન સેક્રેટરી એ.એમ. હુંબલ, જો.આઉટડોર
સેકેટરી એ.આર. ખાંટ અને સી.કે. શર્મા તેમજ સમગ્ર રિક્રિએશનની ટીમ દ્વારા આયોજન કરવામાં
આવ્યું હતું. રેફરી તરીકે રવિ ધાપા, ધર્મ વાઘેલા અને હર્ષલ ચૌહાણે
સેવા આપી હતી.