બિશ્કેક, તા. 1 : આતંકવાદને પોષવાનું પાપ કરતાં
પાકિસ્તાનની છીછરી હરકતે વિવાદ સર્જી દીધો છે. પાકે એસસીઓ શિખર સંમેલન દરમ્યાનની એક
સમૂહ તસવીર સાથે ચેડાં કરી, તેમાંથી વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની તસવીર હટાવી દીધી હતી. જો કે, દુનિયાભરમાં મજાક
ઊડતાં પાછળથી શાહબાઝે મોદી સહિત તમામ નેતાઓવાળી સાચી તસવીર શેર કરી હતી. સાચી તસવીરમાં
મોદી અને પાક વડાપ્રધાન શાહબાઝ શરીફ બન્ને દેખાય છે, જ્યારે પાકિસ્તાની
વડાપ્રધાન કાર્યાલયે એક્સ પર મૂકેલી એડિટેડ તસવીરમાં મોદી નથી દેખાતા. મોદી ઉપરાંત
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સહિત પાંચ નેતાઓની તસવીર પાકિસ્તાને હટાવી દીધી
હતી. બીજી તરફ ભારતનાં વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ પણ એસસીઓ શિખર સંમેલનની સમૂહ તસવીર
શેર કરી છે, જેમાં પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ દેખાય છે.