• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

ગ્લેશિયરો પર ચેતવણી વ્યવસ્થાની મુશ્કેલ જરૂરત

નેપાળ હજી પૂરના પ્રકોપથી કણસી રહ્યંy છે ત્યારે સ્વાભાવિક રીતે હિમાલયના વિસ્તારોમાં પ્રકૃતિની જાળવણીની અનિવાર્યતાની ચર્ચા છેડાઈ છે, પણ તેની સાથોસાથ હવે ગ્લેશિયરો અને તેને લગતા મસમોટા સરોવરો પર સતત નજર રાખવાની વ્યવસ્થા ઊભી કરવાની ચર્ચા પણ થવા લાગી છે. ભારે તારાજીનો સામનો કરી રહેલા નેપાળની સાથોસાથ હિમાલયની પર્વતમાળા ધરાવતા ભારતના રાજ્યોમાં પણ કુદરતના કોપની આગોતરી ચેતવણી મેળવવાની સિસ્ટમ ઊભી કરવા પર હવે ગંભીરતા સાથે વાત થવા લાગી છે. હિમાલયની અંદર દસ હજારથી વધુ ગ્લેશિયર છે અને તે તમામની ઉપર સતત નજર રાખવાનું કામ ખરા અર્થમાં ભારે પડકારભર્યું બની રહે તેમ છે. આજકાલ વિશ્વભરમાં પ્રાકૃતિક આપદામાં સતત વધારો થઈ રહ્યો છે. વાવાઝોડાં, પૂર, ભૂકંપ અને સુનામી જેવી ઘટનાઓની આગોતરી ચેતવણી મેળવવા ઉપગ્રહ આધારિત વ્યવસ્થાથી માંડીને સેન્સરના નેટવર્ક અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ વધી રહ્યો છે. વાવાઝોડાંની આગોતરી જાણ ઉપગ્રહની મદદથી થઈ જાય છે. ભૂકંપના થોડા સમય અગાઉ તેની ચેતવણી મળી શકે છે, તો શક્તિશાળી ધરતીકંપ બાદ સુનામીનાં જોખમની જાણ પણ થઈ શકે છે. નેપાળની તારાજીએ ગ્લેશિયરો પર ચાંપતી નજર રાખીને તે ફાટે તો તેની આગોતરી ચેતવણી મેળવવાની અનિવાર્યતા છતી કરી છે, પણ આ કામ ભારે મુશ્કેલ જણાઈ રહ્યંy છે. એક તો હિમાલય એટલો બધો વિશાળ અને દુર્ગમ વિસ્તારમાં ફેલાયેલો છે કે દરેક ગ્લેશિયર કે તેને સંબંધિત હિમ સરોવર સુધી પહોંચવું કેમ એ એક મોટો સવાલ છે. વળી આવી કોઈ અર્લી વોર્નિંગ સિસ્ટમ ક્યાં લગાવવી તેનો જવાબ પણ શોધવાનું અઘરું થઈ પડે તેમ છે. હિમાલયના ભારતીય વિસ્તારોની વાત કરીએ તો કેદારનાથમાં પૂર આવ્યું એટલે કેદારનાથની ખીણ અને આસપાસના વિસ્તારોમાં આપદાની સામે આગોતરી વ્યવસ્થા માટે ધ્યાન કેન્દ્રિત કરાયું, પણ શિયાળામાં બને નહીં તેમ રૂષિગંગામાં પૂર આવી પડયું. તે પછી ધરાલીમાં તારાજી સર્જાઈ. આમ કુદરતના કોપનો કોઈ મર્યાદિત વિસ્તાર કે સમય હોતો નથી. આવામાં અર્લી વોર્નિંગ સિસ્ટમ ક્યાં લગાવવી તે નક્કી કરી શકાય તેમ નથી. આવામાં પર્વતીય વિસ્તારમાં વસતા લોકોને તેમના મકાનો અને અન્ય ઈમારતો સલામત ઊંચાઈ અને સ્થળે બાંધવા માટે જાગૃત કરવાનો ઉપાય શ્રેષ્ઠ જણાય છે. નેપાળે કુદરતની જાળવણીની તાકીદ તો કરી છે, પણ તેની સાથોસાથ માનવ વસ્તીઓને ક્યાં વસાવવી તેનો બોધ પણ આપ્યો છે. નદીના કાંઠાથી દૂર મકાનો બાંધવાથી પૂરની સ્થિતિમાં બચાવ થઈ શકે છે. આપણી રાજ્ય સરકારોએ નદી કિનારે માનવી વસ્તી અંગેના કોઈ ધારોણ બનાવ્યા નથી. આને લીધે હિમાલયમાં નદીના કિનારે નયનરમ્ય વાતવરણમાં પ્રવાસીઓને આકર્ષવા હોમસ્ટે કે હોટેલોની ભરમાર સતત વધી રહી છે. નેપાળની આપદાથી ભારતે હવે સાવચેતીનાં આગોતરાં પગલાં લેવા પર ધ્યાન આપવાની અનિવાર્યતા વધુ એક વખત છતી કરી છે.

Panchang

dd