• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

ઓસ્ટ્રેલિયા વન-ડે ટીમમાંથી લાબુશેન આઉટ

મેલબોર્ન, તા. 1 : ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકા વિરૂધ્ધની વન-ડે શ્રેણીની ઓસ્ટ્રેલિયા ટીમમાંથી મીડલ ઓર્ડર બેટર માર્નસ લાબુશેનને બહાર કરી દેવામાં આવ્યો છે. લાબુશેન પર ટેસ્ટ ટીમની બહાર થવાની પણ તલવાર લટકી રહી છે. ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોએ યુવા ખેલાડીઓને તક આપવાનો નિર્ણય લીધો છે. આથી લાબુશેનની ટીમમાં જગ્યા બની નથી. ઝિમ્બાબ્વે પ્રવાસમાં મિચેલ માર્શ ટીમની કપ્તાની સંભાળશે જ્યારે સાઉથ આફ્રિકામાં માર્શની સાથે નિયમિત કપ્તાન પેટ કમિન્સ પણ નેતૃત્વ સંભાળશે. કમિન્સ શ્રેણીના તમામ મેચનો લગભગ હિસ્સો બનશે નહીં. મિચેલ સ્ટાર્ક પણ ફકત દ. આફ્રિકા પ્રવાસની ટીમમાં સામેલ થશે. ઓસ્ટ્રેલિયા વન-ડે ટીમ : જેવિયર બાર્ટલેટ, એલેકસ કેરી, કૂપર કોનોલી, પેટ કમિન્સ, જોએલ ડેવિસ, નાથન એલિસ, કેમરન ગ્રીન, જોશ હેઝલવૂડ, જોશ ઈંગ્લીશ, સ્પેંસર જોનસન, મિચેલ માર્શ, ઓલ પીક, મેથ્યુ રેનશો, બિલી સ્ટેનલેક, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd