ગાંધીધામ, તા. 1 : આદિપુરમાં સોશિયલ મીડિયા પર
ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો અપલોડ કરાતાં બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
મેઘપર બોરીચીમાં રહેતા મૂળ મંગાણી મેઘવાલોકી છાણી બાલસરા રાજસ્થાનના રમેશ ખીમરાજ પટેલે
આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શિવમ એન્ટરપ્રાઇઝ નામની સિક્યુરિટી ઓફિસમાં
ફિલ્ડ ઓફિસર તરીકે કામ કરનારા આ ફરિયાદીએ ઇન્સ્ટાગ્રામ જોતાં હિન્દુસ્તાન ફર્નિચર મોલ
નામની આઇ.ડી.થી ધાર્મિક લાગણી દુભાય તેવા વીડિયો અપલોડ કરાયા હતા. જે અંગે ચાલીસેક
લોકો આ આઇ.ડી. ધારક પાસે જતાં તેણે વીડિયો ડિલિટ કરી દીધો હોવાનું અને બીજી વખત આવું
નહીં થાય તેવું જણાવ્યું હોવાનું પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું. બનાવ
અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.