બેંગ્લુરુ તા. 1 : વૈભવ સૂર્યવંશી, મુકેશ કુમાર અને મોહમ્મદ શમીના શાનદાર દેખાવથી ઇસ્ટ ઝોન ટીમ દુલિપ ટ્રોફીની
ફાઇનલમાં પહોંચી છે. ઇસ્ટ ઝોનની સેમિફાઇનલ મેચના આજે ત્રીજા દિવસે સેન્ટ્રલ ઝોન વિરુદ્ધ
4 વિકેટે વિજય થયો હતો. આજે સેન્ટ્રલ ઝોનનો બીજો દાવ 1પ8 રને સમાપ્ત થયો હતો. જેમાં અમન મોખડેના 41 રન મુખ્ય હતા. ઈસ્ટ ઝોન તરફથી
મુકેશ કુમારે 4 અને મોહમ્મદ શમીને 3 વિકેટ લીધી હતી. ઇસ્ટ ઝોનને વિજય માટે 1પ9 રનનું લક્ષ્યાંક મળ્યું હતું. જે 6 વિકેટે 162 રન કરી હાંસલ કરી લીધું હતું. જેમાં વૈભવ સૂર્યવંશીના 43 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી 40 અને કપ્તાન
ઇશાન કિશનના અણનમ 39 રન મુખ્ય
હતા. બીજી સેમિફાઇનલ મેચમાં નોર્થ અને સાઉથ ઝોન
વચ્ચે ફાઇનલમાં પહોંચવા રસાકસી જામી છે. સાઉથ ઝોનનો પહેલો દાવ 312 રને સમાપ્ત થયો હતો, જેમાં કપ્તાન તિલક વર્માના 116 અને શ્રેયસ ગોપાલના 87 રન મુખ્ય હતા. નોર્થ તરફથી
ગુરનુર બરાડે 4 વિકેટ ઝડપી હતી. નોર્થના પહેલા દાવમાં 19પ રન થયા હતા. આથી સાઉથ ઝોનને 117 રનની સરસાઇ મળી હતી. ત્રીજા
દિવસના અંતે નોર્થ ઝોનના બીજા દાવમાં 7 વિકેટે 2પ6 રન થયા હતા.