• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

અફઘાન સામે બુમરાહની વાપસી

મુંબઇ, તા. 1 : અફઘાનિસ્તાન વિરુદ્ધની 3 મેચની ટી-20 શ્રેણીની ભારતીય ટીમ જાહેર થઇ છે. 1પ ખેલાડીની ભારતીય ટીમમાં સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહનું પુનરાગમન થયું છે. નીતીશકુમાર રેડ્ડી, હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદરનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે. આ તમામ ખેલાડીઓએ સિરીઝ અગાઉ ફિટનેસ ટેસ્ટ પાસ કરવાના રહેશે, જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા હજુ અનફિટ હોવાથી તેની પસંદગી થઇ નથી. શ્રેયસ અય્યરના સુકાનીપદ હેઠળની ટીમમાં 1પ વર્ષીય વન્ડરબોય વૈભવ સૂર્યવંશી પણ સામેલ છે. ટી-20 વર્લ્ડકપ વિજયી ટીમના હીરો સંજુ સેમસન પણ ટીમમાં પાછો ફર્યો છે. તેની ઝિમ્બાબ્વે પ્રવાસની ટી-20 ટીમમાંથી બાદબાકી થઇ હતી. ઝિમ્બાબ્વે પ્રવાસની ટીમમાં સામેલ રિંકુ સિંહ સહિતના 8 ખેલાડીને પડતા મૂકવામાં આવ્યા છે. જેમાં રિંકુ સિંહ ઉપરાંત પ્રિંસ યાદવ, અશોક શર્મા, મયંક યાદવ, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંઘ અને હર્ષ દુબે છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટી-20 શ્રેણીની ત્રણેય મેચ નવી દિલ્હી ખાતે રમાશે, જેની શરૂઆત 13 સપ્ટેમ્બરથી થશે.ભારતીય ટી-20 ટીમ : શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (વાઇસ કેપ્ટન), શિવમ દુબે, નીતીશકુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંઘ અને હર્ષિત રાણા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd