• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

વલાડિયા-કુંભારિયા ગામમાં 88 હજારના વાયરની તફડંચી

ગાંધીધામ, તા. 1 : અંજાર તાલુકાના વલાડિયા અને કુંભારિયા ગામની સીમમાં આવેલી પાંચ પવનચક્કીમાંથી તસ્કરોએ રૂા. 88,000ના વાયરની તફડંચી કરી હતી. નાની ખેડોઇમાં રહેતા રાજકોટની આર્મ્સસ્ટ્રેક સિક્યુરિટી સર્વિસમાં સુપરવાઇઝર તરીકે કામ કરનારા સૂર્યદીપસિંહ ધીરૂભા જાડેજાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી તથા મહાવીરસિંહ પરમાર ગત તા. 20-8ના વલાડિયા તથા કુંભારિયાની સીમમાં રિન્યૂ એનર્જીની 22 પવનચક્કી પર પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બંને ગામની પાંચ પવનચક્કીમાંથી લીપકેબલ 4 સ્ક્વેર એમ.એમ.ના 400 મીટર વાયર તથા 50 સ્ક્વેર એમ.એમ.નો 180 મીટર વાયર એમ કુલ રૂા. 88,000નો વાયર કાપીને તસ્કરો લઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા વાયર ચોરીના બનાવોથી ખેડૂતો ચિંતિત હતા, હવે પવનચક્કીઓમાંથી પણ ચોરીના બનાવો સામે આવી રહ્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd