ન્યૂયોર્ક, તા. 1 : વર્ષની આખરી ગ્રાંડસ્લેમ ટેનિસ
ટૂર્નામેન્ટ યૂએસ ઓપનના વર્તમાન ચેમ્પિયન સ્પેનના કાર્લોસ અલ્કરાઝે 139 દિવસ બાદ કોર્ટ પણ સફળ વાપસી
કરીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. મહિલા વિભાગની નંબર વન બેલારૂસની આર્યના સબાલેંકાનો
પણ પ્રથમ રાઉન્ડમાં વિજય થયો છે. કાર્લોસ અલ્કરાઝે પહેલા રાઉન્ડમાં રોમન સફીઉલિનને
6-4, 6-4 અને 6-4થી હાર આપી બીજા રાઉન્ડમાં
જગ્યા બનાવી હતી. જ્યારે પૂર્વ ચેમ્પિયન સ્ટેન વાવરિંકા પહેલા રાઉન્ડમાં મેટેઓ બેરેટિની
વિરુદ્ધ 6-7, 6-7 અને 0-6થી હારીને બહાર થયો છે. અમેરિકાના
સ્ટાર ખેલાડી બેન શેલ્ટનનો ટેલોન ગ્રીકસપૂર વિરુદ્ધ 1-6, 6-1, 7-6 અને 6-2થી વિજય થયો હતો. 10મા ક્રમના ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસે
પણ બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. મહિલા વર્ગમાં સાત વખતની ગ્રાંડસ્લેમ વિજેતા પોલેન્ડની
ખેલાડી ઇગા સ્વિયાતેકનો પહેલા રાઉન્ડમાં વાંગ જિયાયૂ વિરુદ્ધ 6-2 અને 6-3થી વિજય થયો હતો. જ્યારે વર્તમાન
ચેમ્પિયન સબાલેંકાનો કેમિલા ઓસોરિયો વિરુદ્ધ પહેલા રાઉન્ડમાં 6-2 અને 6-4થી વિજય થયો હતો. અમેરિકી ખેલાડી
અમાંડા અનિસિમોવા, વિમ્બલ્ડન
ચેમ્પિયન લિંડા નોસ્કોવા અને કેરોલિના મૂચોવા પણ બીજા રાઉન્ડમાં પ્રવેશી છે.