• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

રગ્બીમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે કચ્છી યુવતી

ગાંધીનગર, તા. 31 (પ્રતિનિધિ દ્વારા) : ગુજરાતનારમતગમત ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. કચ્છ જિલ્લાનીપ્રતિભાશાળી ખેલાડી નમ્રતા ભુડિયાની ભારતીય અંડર-18 ગર્લ્સ રગ્બી ટીમમાંપસંદગી થઈ છે. આ સિદ્ધિ સાથે નમ્રતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનુંપ્રતિનિધિત્વ કરનાર ગુજરાતની પ્રથમ રગ્બી ખેલાડી બની છે. નમ્રતા આગામી 5 અને 6 સપ્ટેમ્બર 2026ના ચીનના ક્વિગદાઓ ખાતે યોજાનારી એશિયા રગ્બી એમિરેટ્સ અન્ડર-18 એવન્સ-2026 આંતરરાષ્ટ્રીય રગ્બી સ્પર્ધામાં ટીમઇન્ડિયા તરફથી મેદાનમાં ઉતરશે. વર્ષ2019માં કચ્છની શાળામાં ગ્રાસરૂટ સ્તરની પસંદગી દરમિયાન કોચ વેદાંતધાનાણીએ નમ્રતાની પ્રતિભા ઓળખી તેને રગ્બીનું માર્ગદર્શન આપ્યું હતું. પિતા દિનેશભાઈ ભુડિયા અને પરિવારના સતત પ્રોત્સાહન સાથે નમ્રતાએ રમતપ્રત્યે સમર્પણ દર્શાવ્યું હતું. નમ્રતાવર્ષ 2021થી પાટનગર ગાંધીનગર ખાતે સ્થાયી થઈને રાષ્ટ્રીય સ્તરનીસ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે કઠિન ટ્રાનિંગ મેળવી રહી છે.છેલ્લા ત્રણ વર્ષથી તે ભારતીય રાષ્ટ્રીય ટીમના ટ્રાનિંગ કેમ્પનો પણ ભાગ રહીછે. આ સમગ્ર સફરમાં રગ્બી ગુજરાત એસોસિએશનના સ્થાપક અને સેક્રેટરી ડૉ. દીપરાવલે પણ તેને સતત માર્ગદર્શન અને કાચિંગ પૂરું પાડ્યું છે. નમ્રતાનીઆ ઐતિહાસિક સિદ્ધિ બદલ રગ્બી ગુજરાત એસોસિએશને તેને, તેના પરિવારને તથાકાચિંગ સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે. ગાંધીનગર હેડ ઓફિસ દ્વારા નમ્રતાભુડિયા અને સમગ્ર ભારતીય અંડર-18 રગ્બી ટીમને આંતરરાષ્ટ્રીય મંચ પર શ્રેષ્ઠપ્રદર્શન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

અન્ડર-18 નેશનલ્સમાં સર્વોચ્ચ સ્કોરર અને ઉત્કૃષ્ટ સુકાની

તાજેતરમાં હૈદરાબાદ ખાતે આયોજિત અન્ડર-18 ઇન્ડિયન નેશનલ રગ્બી ચેમ્પિયનશિપમાં નમ્રતાએ શાનદાર રમત દાખવીને ટુર્નામેન્ટની સર્વોચ્ચ સ્કોરર બનવાનું બહુમાન મેળવ્યું હતું. આ સિવાય તેણે ગુજરાતની જુનિયર ગર્લ્સ અને સિનિયર વિમેન્સરગ્બી ટીમનું સફળતાપૂર્વક કેપ્ટન તરીકે નેતૃત્વ પણ કર્યું છે.

Panchang

dd