ભુજ, તા. 22 : તાજેતરમાં ગુજરાત અંડર-17 બોયઝે ત્રીજું સ્થાન મેળવ્યું, પશ્ચિમ ઝોન રોલબોલ-2025ની સ્પર્ધા સિકર-રાજસ્થાન ખાતે
યોજાઇ હતી, જેમાં કચ્છની ડી.વી. રોલર
સ્પોર્ટ્સ ક્લબના ત્રણ ખેલાડી રાજદીપ અશ્વિનભાઇ સોલંકી, હેમ ગોવિંદ
ભંડેરી અને સિદ્ધાર્થ મેહુલ દોશી ઝળક્યા હતા અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ડી.વી.
રોલર સ્પોર્ટ્સ ક્લબના સૂત્રધાર દર્શન વાઘેલા, કચ્છ રોલ બોલ એસોસીએશનના
પ્રમુખ ડો. કિંચિત અમીન, આશાપુરા શાળાના ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ
હકુમતસિંહ જાડેજાએ તેમને બિરદાવ્યા હતા.