• સોમવાર, 23 જૂન, 2025

ગાંધીધામ રેલવે મથકના ગેટ પાસેથી મોંઘેરા શરાબ સાથે શખ્સ ઝડપાયો

ભુજ, તા. 22: ગઈકાલે રાતે ગાંધીધામ રેલવ મથકના ગેટ પાસેથી મોંઘેરા શરાબ (સ્કોચ)ની બે બોટલ સાથે શખ્સ ઝડપાતાં રેલવે પોલીસે કાર્યવાહી કરી હતી. ગઈકાલે રાતે 11:30 વાગ્યે ગાંધીધામના રેલવે મથકના ગેટની બહાર રેલવે પોલીસને એક શંકાસ્પદ શખ્સ દેખાતાં બે પંચો બોલાવી પાર્કિંગ બહાર તેના કેરી બેગની તલાશી લેતાં તેમાંથી જોની વોકર ડબલ બ્લેક લેબલ બલેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની એક બોટલ તથા ઈંદ્રિ સિંગલમોલ્ટ ઈન્ડિયન વ્હીસ્કીની એક બોટેલ મળી હતી. આ અંગે પાસ-પરમિટ માગતાં તેની પાસે ન હોવાથી આરોપી પીયૂષ ખીમજીભાઈ પિંડોરિયા (રહે. સુખપર રોહા)ને શરાબની બે બોટલ કિં. રૂા. 10,700ના મુદ્દામાલ સાથે ઝડપી પ્રોહિ. એક્ટ તળે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd