• સોમવાર, 23 જૂન, 2025

ગાંધીધામમાં કળિયુગી પુત્રએ પિતા પર ધોકા વડે હુમલો કર્યો

ગાંધીધામ, તા. 22 : શહેરના સેક્ટર-7 વિસ્તારમાં વતન જવા મુદ્દે કળિયુગી પુત્રએ પોતાના પિતા ઉપર ધોકા વડે હુમલો કરતાં વૃદ્ધને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. શહેરના સેક્ટર-7 વિસ્તારના મકાન નંબર સી-36માં મૂળ લોદ્રાણી, તા. રાપરના આનંદ ઉર્ફે આણદા સુજા મકવાણા (કોળી) નામના વૃદ્ધ ચોકીદારી કરે છે. ગઈકાલે સમીસાંજે તેમનો સૌથી નાનો દીકરો રવજી ત્યાં આવ્યો હતો અને વતન લોદ્રાણી ચાલ્યા જવાનું કહેતાં ફરિયાદીએ રાત થવા આવી છે કાલે જઈશ તેવું કહેતાં આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને ધોકો ઉપાડી પોતાના પિતા ઉપર હુમલો કર્યો હતો અને બાદમાં નાસી ગયો હતો. ઘવાયેલા વૃદ્ધને સારવાર અર્થે લઈ જવાતાં તેમને હાથ અને પગમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપી દીકરાને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd