ભુજ, તા. 22 : મૂળ બિહાર હાલે મુંદરા રહેતા
પરપ્રાંતીય સગીરાનું મૂળ બિહારના શખ્સે અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે ગઇકાલે
મુંદરા પોલીસ મથકે સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 16/6ના આરોપી વિજયકુમાર પંચા મંડલ
(રહે. ગામ હાથાપુર પરસા, પાના બાસોપટ્ટી,
જિ. મધુબની બિહાર)એ ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઇ ગયો છે. મુંદરા પોલીસે પોક્સો સહિતની કલમો તળે ગુનો દાખલ
કરી તપાસ પી.આઇ. આર. જે. ઠુમ્મરે હાથ ધરી છે.