ભુજ, તા. 22 : ગઇકાલે અડધી રાતે કેરામાં એસએમસીએ તવાઇ બોલાવી શરાબ કટિંગ દરમ્યાન જ 1.28 કરોડનો અધધધ શરાબનો જથ્થો પકડી
પાડયા બાદ આજે સાંજે બાતમીનાં પગલે એલસીબીએ
ભુજમાં બિલ્ડિંગમાં પાર્ક થયેલી કારમાથી 3.64 લાખનો દારૂ ઝડપી પાડયો હતો. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો
મુજબ તેમની ટીમ ભુજમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે જયનગર પાસે આવતાં ભરોસાલાયક બાતમી
મળી હતી કે, એક સફેદ અલ્ટો કાર શ્રી
ક્ષેત્રપાળ સ્ક્વેર-2 બિલ્ડિંગના
પાર્કિંગમાં નીચેના ભાગે શંકાસ્પદ હાલતમાં પડી છે. આ બાતમીનાં પગલે પંચોને સાથે રાખી
અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં જઇ ત્યાં પડેલી અલ્ટો કાર નં. જી.જે.-12-બી.આર.-2394વાળીમાં કોઇ ઇસમ હાજર ન હતો, જેથી દરવાજો ખોલતાં પાછળની સીટમાં ખાખી પૂંઠાના બોક્સમાં અલગ-અલગ બ્રાન્ડની
શરાબની બોટલ નંગ 312 કિં. રૂા.
3,64,800 મળી આવી હતી. કાર કિં. રૂા.
50,000 અને શરાબનો જથ્થો એ-ડિવિઝન
પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એચ. આર. જેઠી, પીએસઆઇ જે. બી. જાદવની સૂચના-માર્ગદર્શનના પગલે
એએસઆઇ નીલેશભાઇ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ, હે.કો. ધર્મેન્દ્રભાઇ રાવલ, નવીનભાઇ જોષી, રણજિતસિંહ જાડેજા જોડાયા હતા.