• સોમવાર, 23 જૂન, 2025

નખત્રાણા, મુંદરામાં વરસાદી હેલી, અન્યત્ર ઝાપટાં

ભુજ, તા. 22 : ચોમાસાંના પ્રવેશદ્વાર ગણાતા આદ્રા નક્ષત્રમાં મેઘરાજાએ કચ્છમાં શુકનવંતી મહેર વરસાવી છે. જિલ્લામાં નખત્રાણા તથા મુંદરામાં હળવા વરસાદની હેલી વરસી હતી તથા બાકીના રાપર, ભચાઉ, માંડવી, ગાંધીધામમાં વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર છાંટા પડયા હતા. મોટી વિરાણીથી અમારા પ્રતિનિધિ ઉમર ખત્રીએ જણાવ્યું હતું કે, પરોઢથી મેઘરાજાએ એન્ટ્રી મારી હોય તેમ ઝરમર બાદ નખત્રાણા, મોટી વિરાણી, રામેશ્વર વાંઢ વિસ્તારમાં ધીમા વરસાદને પગલે હળવાં પાણી વહી નીકળ્યાં હતાં. નખત્રાણાની બજારમાં મેઘાવી માહોલ બાદ રસ્તાઓ પર પાણી જોવા મળ્યાં હતાં. મુંદરા તાલુકાનાં ગુંદાલામાં સવારથી બપોર સુધી વરસાદી માહોલ સર્જાયો હતો અને ઝરમર અને ઝાપટાં સાથે વરસાદના મંડાણ સાથે અંદાજે અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મેઘાવી માહોલ વચ્ચે પણ મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યૃં હોવાનું અજયભાઈ ઠક્કરે જણાવ્યું હતું. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સત્તાવાર આંકડાકીય વિગત મુજબ રાપરમાં ત્રણ મીમી, ભચાઉમાં ચાર મીમી, માંડવીમાં ત્રણ મીમી, મુંદરામાં છ મીમી તથા ગાંધીધામાં નવ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું હતું. આમ, સમગ્ર જિલ્લામાં ઝરમર અને હળવા વરસાદી માહોલ જોવા મળ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd