• સોમવાર, 23 જૂન, 2025

અંજાર તાલુકાના મતદારોએ ઉત્સાહ સાથે મતદાન કર્યું

અંજાર , તા. 22  : અંજાર તાલુકાની 25 ગ્રામ પંચાયતો પૈકીની 8 ગ્રામ પંચાયતો સમરસ બની હતી, બાદ આજે તાલુકાની 17 ગ્રામ પંચાયતો અજાપર, આંબાપર, દેવળિયા, જરૂ, ખંભરા, ખારા પસવારિયા, મથડા, મોડસર, મોડવદર, નિંગાળ, રામપર, રાપર, રતનાલ, સાપેડા, સિનુગ્રા, વારસાણા અને વીડીમાં લોકશાહીનાં પર્વ સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતીસવારથી વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ વચ્ચે 17 ગ્રામ પંચાયતના સુકાનીઓને ચૂંટવા મતદારોએ ઉત્સાહ દાખવ્યો હતો. તાલુકાના રતનાલ, ખંભરા, સિનોગ્રા, સાપેડા, વીડી મધ્યે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદારોની લાંબી લાઇનો જોવા મળી હતી,તો અમુક ગ્રામ્ય વિસ્તારોમાં નીરસ માહોલ વચ્ચે પણ લોકોએ પોતાના મતાધિકારની ફરજ અદા કરી હતી. મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન માટે સવારના ભાગમાં મોટી માત્રામાં મતદાન થયેલું જોવા મળેલું હતું. તેમજ વૃદ્ધાવસ્થા ધરાવતા વડીલ મતદારોએ પણ પોતાના મતાધિકારની ફરજ અદા કરીને લોકશાહીનાં પર્વને દીપાવ્યું હતું. મુખ્યત્વે સવારના 11 વાગ્યા સુધી લોકોએ મોટી માત્રામાં મતદાન કર્યું હતું, બપોરના સમયે મતદાનમાં મતદારોએ ખાસ રસ દાખવ્યું નહોતું તેમજ છેલ્લા બે કલાક દરમ્યાન મતદારો સ્વયંભૂ મતદાન કરવા ઊમટ્યા હતા.ખાસ કરીને તાલુકાના સમૃદ્ધ અને રાજકીય રીતે વગ ધરાવતા રતનાલમાં ગ્રામ પંચાયતના સુકાનીઓની ચૂંટણીને લઇને પણ લોકોમાં ભારે ચર્ચા જોવા મળી હતી, અહીં 90 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં શાંતિપૂર્ણ મતદાન જોવા મળેલ હતું. તાલુકાના 17 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે 15120 પુરુષ મતદારો અને 14921 ત્રી મતદારો, કુલ 30041 મતદારો પૈકી 12742 પુરુષ મતદારો અને 12328 ત્રી મતદારો, કુલ 25070 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તાલુકાના ગ્રામ પંચાયતની યોજાયેલ સામાન્ય ચૂંટણીની ટકાવારી અજાપર 86.30 ટકા, આંબાપર 91.15 ટકા, ખંભરા 82.26 ટકા, ખારા પસવારિયા 87.35 ટકા, જરૂ 79.83 ટકા, દેવળિયા - 80.35 ટકા, નિંગાળ - 91.89 ટકા, મથડા - 89.05 ટકા, મોડવદર - 66.32 ટકા, મોડસર - 75.91 ટકા, રતનાલ - 90.42 ટકા, રાપર - 91.29 ટકા, રામપર- 81.44 ટકા, વરસાણા- 87.57 ટકા, વીડી- 84.77 ટકા, સાપેડા- 75.50 ટકા, સિનુગ્રા 71.93 ટકા રહી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd