ભુજ, તા. 22 : માંડવી તાલુકાના જખણિયાના વાડીવિસ્તારની
સગીરાનું ગુંદિયાળીના સગીર દ્વારા અપહરણ થયાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે આજે કોડાય
પોલીસ મથકે સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 19/6ના સાંજે 4થી 4.30 વાગ્યા દરમ્યાન તેમની સગીર વયની દીકરીને આરોપી ગુંદિયાળીના 17 વર્ષના સગીર (નામજોગ)એ લગ્ન
કરવાની લાલચ આપી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો છે. કોડાય
પોલીસે પોક્સો સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ પી.આઇ. એચ.એમ. વાઘેલાએ હાથ ધરી છે.